AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs PBKS, IPL 2021 Match Prediction: ‘ઘાયલ’ પંજાબ સામે આજે કંગાળ હૈદરાબાદની શારજાહમાં ટક્કર, ભૂલની સજા બહારનો રસ્તો દેખાડશે!

Today Match Prediction of Sunrisers Hyderabad vs Punjab Kings: સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારી બાબત એ છે કે, IPL 2021 માં તેઓએ એકમાત્ર મેચ પંજાબ કિંગ્સ સામે જીતી હતી.

SRH vs PBKS, IPL 2021 Match Prediction: 'ઘાયલ' પંજાબ સામે આજે કંગાળ હૈદરાબાદની શારજાહમાં ટક્કર, ભૂલની સજા બહારનો રસ્તો દેખાડશે!
Sunrisers Hyderabad vs Punjab Kings
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 9:53 AM
Share

IPL 2021 માં, સુપર શનિવારની બીજી મેચ શારજાહમાં રમાનારી છે. જેને બોલરોનું કબ્રસ્તાન માનવામાં છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ સામ સામે હશે. પહેલી તે ટીમ છે હાલ ટુર્નામેન્ટમાં સૌથી ખરાબ છે અને બીજી ટીમ જે ઘાયલ છે. બંને માટે હવે હારવાની મનાઈ છે. આવી સ્થિતીમાં જીત માટે જબરદસ્ત સંઘર્ષની આશા છે. પંજાબ કિંગ્સ ઘાયલ છે કારણ કે, તેઓ રાજસ્થાન રોયલ્સ સામે જીતેલી મેચ અંતમાં હારી ગયા હતા. સનરાઇઝર્સને હંમેશા જીતની શોધ છે. કારણ કે તેઓ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 8 મેચ રમ્યા છે, તેમાંથી માત્ર 1 મેચ જીતી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારી બાબત એ છે કે, તેઓ IPL 2021 માં એકમાત્ર મેચ પંજાબ કિંગ્સ સામે જીત્યા હતા. પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ ટીમ એકંદરે આંકડાઓમાં પણ આગળ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 17 ટક્કર થઈ છે, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ 12 અને પંજાબ કિંગ્સ માત્ર 5 માં જીતી છે. છેલ્લી 5 મેચમાં પણ કેન વિલિયમ્સનની આગેવાની ધરાવતી સનરાઇઝર્સ 3-2 થી આગળ છે. જો કે પંજાબ કિંગ્સની તરફેણમાં બે બાબતો છે. એક, સતત હાર થી સનરાઇઝર્સનો આત્મવિશ્વાસ હચમચી ગયો છે. બીજું એ કે પંજાબ કિંગ્સે શારજાહમાં બંને ટીમો વચ્ચેની ટક્કરમાં જીત મેળવેલી છે.

પંજાબની 200 મી IPL મેચ, વોર્નર 150 મી મેચ રમશે

સનરાઇઝર્સ સામે આજની મેચ આઇપીએલમાં પંજાબ કિંગ્સ માટે 200 મી મેચ હશે. આ સાથે જ સનરાઈઝર્સ બેટ્સમેન ડેવિડ વોર્નર પણ આજે પોતાની 150 મી IPL મેચ રમશે. ડેવિડ વોર્નર પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ડાબા હાથના ઓપનર વોર્નરે અત્યાર સુધીમાં પંજાબ કિંગ્સ સામે 140.11 ની સ્ટ્રાઈક રેટ અને 52.38 ની સરેરાશથી 943 રન બનાવ્યા છે. એટલે કે, આજે વોર્નરને પંજાબ કિંગ્સ સામે 1000 રન બનાવવાની તક મળશે, જેનાથી તે માત્ર 57 રન દૂર છે. જો સનરાઇઝર્સ હૈદરાબાદ જીતવા માંગતા હોય તો વોર્નરનું બેટ ચાલવુ જરૂરી છે.

PBKS ને SRH સામે ભૂલ ભારે પડશે

બીજી બાજુ પંજાબ કિંગ્સે પોતાની ભૂલોમાંથી શીખવું પડશે. પંજાબે તેમની ઘણી મેચ છેલ્લી ઘડીએ હારી છે. તેણે રાજસ્થાન સામેની છેલ્લી મેચ પણ તે જ રીતે હારી હતી. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે, તેણે આ પ્રકારની ભૂલ કરવાનું ટાળવું પડશે. કારણ કે હવે એક હાર ટુર્નામેન્ટમાં આગળ વધવાની તેની તમામ આશાઓને ખતમ કરી શકે છે.

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: પર્પલ કેપની રેસમાં નંબર 1 હર્ષલ પટેલ થયો વધુ મજબુત, વિકેટો ઝડપવામાં ધૂમ મચાવી રહ્યો છે

આ પણ વાંચોઃ AUSW vs INDW: જીતેલી બાજી હારી જતા મિતાલી રાજનુ દર્દ છલકાયુ, રોમાંચક મેચમાં એક નો-બોલે મેચ ઝૂંટવી લીધી

g clip-path="url(#clip0_868_265)">