AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021, CSK vs DC: ચેન્નાઇ સામે દિલ્હી કેપિટલ્સે 5 વિકેટે 172 નો સ્કોર ખડક્યો, પૃથ્વી શો અને ઋષભ પંતની ફીફટી

આજે જીતનારી ટીમ IPL 2021 ની ફાઇનલમાં પહોંચી જશે. આમ આજે ટ્રોફીની નજીક પહોંચી જવા માટે ધોની (Dhoni) અને ઋષભ પંત (Rishabh Pant) દમ લગાવી દેશે

IPL 2021, CSK vs DC: ચેન્નાઇ સામે દિલ્હી કેપિટલ્સે 5 વિકેટે 172 નો સ્કોર ખડક્યો, પૃથ્વી શો અને ઋષભ પંતની ફીફટી
Shimron Hetmyer-Rishabh Pant
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 9:15 PM
Share

હવે IPL 2021 ની ટ્રોફીની નજીક ટીમો પહોંચવા જઇ રહી છે. પ્લેઓફની શરુઆત થઇ જતા જ હવે રોમાંચ પણ વધી ચુક્યો છે. પ્રથમ ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાઇ રહી છે. CSK ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) એ ટોસ જીતીને રન ચેઝની રણનિતી પસંદ કરી હતી. આમ ટોસ હારીને દિલ્હીએ પૃથ્વી શો (Prithvi Shaw) ના અર્ધશતકના દમ પર 5 વિકેટે 172 રનનો સ્કોર ખડક્યો હતો.

દિલ્હી કેપિટલ્સની બેટીંગ

પૃથ્વી શોએ રમતની શરુઆત શાનદાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે શિખ ધવન આજે જલ્દી થી વિકેટ ગુમાવી બેઠો હતો. પૃથ્વી શોએ શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 34 બોલમાં 60 રનની રમત રમી હતી. આ દરમ્યાન તેણે 3 છગ્ગા લગાવ્યા હતા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. શિખર ધવન 7 રન બનાવીને આઉટ થયો હતો. તે ધોનીના હાથમાં કેચ ઝડપાયો હતો. એક સમયે દિલ્હી પડકારજનક સ્કોર તરફ આગળ વધી રહ્યુ હતુ. એ દરમ્યાન ઐય્યર, પટેલ અને પૃથ્વીની વિકેટો પડતા દબાણ સર્જાયુ હતુ.

ઋષભ પંતે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 35 બોલમાં 51 રન કર્યા હતા. આ માટે તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. શ્રેયસ ઐય્યર પણ આજે ચાલ્યો નહોતો. મહત્વની મેચમાં જ તે માત્ર 1 રન 8 બોલ પર બનાવી શક્યો હતો. તે હેઝલવુડનો બીજો શિકાર બન્યો હતો. અક્ષર પટેલ 11 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. શિમરોન હેયટમારે 24 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 1 છગ્ગા અને 3 ચોગ્ગા વડે આ રમત રમી હતી. ટોમ કરન એક બોલ રમીને અણનમ રહ્યો હતો

ચેન્નાઇ સુપર કિંગ્સ બોલીંગ

જોશ હૈઝલવુડે શરુઆતમાં જ બે મહત્વની વિકેટ ઝડપી લઇને દિલ્હીને ઝટકા આપ્યા હતા. તેણે 4 ઓવરમાં 29 રન આપ્યા હતા. જોકે રનની ગતી પર જોઇએ એટલુ નિયંત્રણ ચેન્નાઇ આ બે વિકેટ બાદ મેળવી શક્યુ નહોતુ. શાર્દૂલ ઠાકુરની શરુઆત મોંઘી રહી હતી. તેણે 2 ઓવરમાં 28 રન ગુમાવ્યા હતા. અંતિમ ઓવરમાં તેણે 8 રન આપી 3 ઓવરમાં 36 રન આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 1 વિકેટ 23 રન આપીને ઝડપી હતી. મોઇન અલીએ 4 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે 3 ઓવરમાં 26 રન આપ્યા હતા. ડ્વેન બ્રાવોએ 3 ઓવરમાં 31 રન આપ્યા હતા.

આ પણ વાંચોઃ Cricket: વિરાટ કોહલીનો હવે આ મહત્વનો રેકોર્ડ તૂટી ગયો, આયરલેન્ડની ટીમના ખેલાડીએ તોડી નાંખ્યો વિશ્વ વિક્રમ !

આ પણ વાંચોઃ Sabrkantha: MD ડ્રગ્સનો મામલો, 34 લાખના ડ્રગ્સનુ અમદાવાદ કનેકશન ખૂલ્યુ, આ ડ્રગ્સનો ઉપયોગ આ ‘ખતરનાક’ કામ માટે થાય છે!

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">