IPL 2021: પંજાબ કિંગ્સના કેપ્ટન અને બેટ્સમેન એક જ છેડા પર રનની લ્હાયમાં પહોંચી ગયા, પછી થયુ આમ, જુઓ

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને પંજાબ કિંગ્સ વચ્ચે (Punjab Kings) રમાયેલી આઇપીએલ મેચમાં દિલ્હી એ ટોસ જીતીને પંજાબ ને પહેલા બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ.

IPL 2021: પંજાબ કિંગ્સના કેપ્ટન અને બેટ્સમેન એક જ છેડા પર રનની લ્હાયમાં પહોંચી ગયા, પછી થયુ આમ, જુઓ
Punjab vs Delhi
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 03, 2021 | 2:23 PM

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને પંજાબ કિંગ્સ વચ્ચે (Punjab Kings) રમાયેલી આઇપીએલ મેચમાં દિલ્હી એ ટોસ જીતીને પંજાબ ને પહેલા બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. પંજાબના કાર્યકારી કેપ્ટન મંયક અગ્રવાલ (Mayank Agarwal) ના અણનમ 99 રનની મદદ થી 20 ઓવરમાં પંજાબે 6 વિકેટે 166 રન હાંસલ કર્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ એ 167 રનના લક્ષ્યને 17.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધુ હતુ. આમ પંજાબ કિંગ્સની 7 વિકેટે દિલ્હી સામે હાર થઇ હતી. જોકે પંજાબની બેટીંગ ઇનીંગ દરમ્યાન અજીબ ઘટના સર્જાઇ હતી. મયંક અગ્રવાલ અને દિપક હુડ્ડા (Deepak Hooda) રનની લ્હાયમાં એક જ છેડા પર બંને જણાં દોડી ગયા હતા.

પંજાબની બેટીંગ ઇનીગની 14 મી ઓવરમાં આ ઘટના ઘટી હતી. ક્રિઝ પર મયંક અગ્રવાલ અને દિપક હુડ્ડા હતા. બોલીંગ અક્ષર પટેલ કરી રહ્યો હતો. અક્ષર ના ત્રીજા બોલ પર મયંક અગ્રવાલ એ એકસ્ટ્રા તરફ હીટ કરીને રન લેવા માટે દોડી ગયો હતો. નોન સ્ટ્રાઇક એન્ડ પર દિપક હુડ્ડા પણ ક્રિઝ થી બહાર નિકળી ગયો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જોકે દિપક હુડ્ડાને લાગ્યુ હતુ કે, તે રન પુરો નહી કરી શકે આવામાં તે પોતાની ક્રીઝ તરફ પરત ફરી ગયો હતો, જોકે મયંક પણ રોકાયો નહોતો. બંને બેટ્સમેન એક જ છેડા પર પહોંચી ગયા હતા. ફિલ્ડર શિમરોન હેયટમેર એ બોલને પકડીને નોન સ્ટ્રાઇકર એન્ડ પર ફેંક્યો હતો. અક્ષરે પણ બોલ વડે સ્ટંપની બેલ્સ ઉડાડી દીધી હતી. બંને બેટ્સમેન એક જ છેડા પર હોવાને લઇને અક્ષરે બીજા છેડે બોલ ફેક્યો. કિપર ઋષભ પંતે પણ બીજા છેડાની ગીલ્લી ઉડાવી દીધી.

મામલો થર્ડ અંપાયર પાસે પહોંચ્યો હતો. જેણે દિપક હુડ્ડા અડધી પિચ પર નહી પહોંચ્યાનુ નોંધ્યુ હતુ અને અક્ષર પટેલે તે છેડાની બેલ્સ ઉડાવી હતી. આમ દિપક હુડ્ડાએ એક રનન વ્યક્તિગત સ્કોર પર જ પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ. મયંક અગ્રવાલે મેચમાં 58 બોલમાં 99 રનની ઇનીંગ રમી હતી. આ દરમ્યાન કેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા પણ લગાવ્યા હતા. આઇપીએલના ઇતિહાસમાં 99 ના વ્યકિતગત સ્કોર પર અણનમ રહેનારો તે ત્રીજો ખેલાડી છે. સુરેશ રૈના અને ક્રિસ ગેઇલ પણ 99 રને અણનમ રહી ચુક્યા છે. પંજાબના નિયમીત કેપ્ટન કેએલ રાહુલને એપેડીક્સને લઇને સારવાર માટે ખસેડાતા મયંક ને કેપ્ટન તરીકે હંગામી જવાબદારી સોંપાઇ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">