IPL 2021: બાયોબબલમાં કોરોના વાઈરસ ફેલાવવા અને ટુર્નામેન્ટને લઈને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો ખુલાસો

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ ગુરુવારે કહ્યું હતુ કે, એ સ્પષ્ટ નથી કે આઈપીએલ 2021ના બાયોબબલ (Biobubble)માં કોરોના વાઈરસ કેવી રીતે આવ્યો.

IPL 2021: બાયોબબલમાં કોરોના વાઈરસ ફેલાવવા અને ટુર્નામેન્ટને લઈને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો ખુલાસો
Sourav Ganguly

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ ગુરુવારે કહ્યું હતુ કે, એ સ્પષ્ટ નથી કે આઈપીએલ 2021ના બાયોબબલ (Biobubble)માં કોરોના વાઈરસ કેવી રીતે આવ્યો. ગત સોમવારે અને મંગળવારે ચુસ્ત બાયોબબલ વચ્ચે પણ એક બાદ એક ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાનું જણાઇ આવ્યું હતુ. જેને લઈને BCCI એ તરત જ આઈપીએલ ટુર્નામેન્ટને અટકાવી દીધી હતી. આશંકા દર્શાવવામાં આવી રહી છે કે, બાયોબબલમાં કોઈક ક્ષતીને લઈને જ વાઈરસનો પ્રવેશ થયો છે.

 

 

બાયોબબલમાં કોરોનાના પ્રવેશને લઈને અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું હતુ કે, હજુ સુધી કંઈ જ સ્પષ્ટ નથી કે આ કેવી રીતે થયુ. મીડિયા રિપોર્ટ મુજબ ગાંગુલીને જ્યારે પુછવામાં આવ્યુ કે શું બાયોબબલને કોઈ શખ્શે તોડ્યુ હતુ કે પછી, પૂર્ણ રુપે સુરક્ષિત નહોતુ.

 

જેના જવાબમાં ગાંગુલીએ કહ્યું હતુ કે મને એવુ નથી લાગી રહ્યુ. અમને જે રિપોર્ટ મળી છે, તેમાં બાયોબબલ ના ઉલ્લંઘનની કોઈ જાણકારી મળી નથી. આ કેવી રીતે થયુ એ કહેવુ ખૂબ જ મુશ્કેલ છે. દેશમાં અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તે કેવી રીતે થઈ રહ્યા છે, એમ કહેવુ એ મુશ્કેલ છે.

 

 

સૌરવ ગાંગુલીએ કહ્યું હતુ કે, બોર્ડે દેશમાં અનેક સ્થળે ક્રિકેટ રમવા માટે આઈપીએલ 14ને લઈને નિર્ણય કર્યો હતો, ત્યારે દેશમાં કોરોનાનું પ્રમાણ આટલુ નહોતુ. તેમણે કહ્યું હતુ કે, અમે ઈંગ્લેંડનો ભારત પ્રવાસ સફળતા પૂર્વક પુરો કરાવ્યો હતો.

 

યુએઈમાં ટુર્નામેન્ટ કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. જોકે ફેબ્રુઆરીમાં ભારતમાં કોરોનાના કેસનું પ્રમાણ વધારે નહોતુ. આ પાછળના ત્રણ સપ્તાહમાં જ વધ્યુ. અમે આઈપીએલ 2021ને યુએઈમાં કરવાની ચર્ચા કરી હતી, પરંતુ તેને ભારતમાં જ આયોજીત કરવા માટે નક્કી કર્યુ હતુ.

 

આ પણ વાંચો: IPL 2021: આને કહેવાય ટીમ લીડર! ધોની મેદાન બહાર પણ કેપ્ટનશીપમાં, ખેલાડીઓની જવાબદારી નિભાવી

 

Click on your DTH Provider to Add TV9 Gujarati