AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ક્વોરન્ટાઇન સમાપ્ત થતા જ કોહલી બેટ લઇ મેદાને ઉતર્યો, પરસેવો વહાવી કરી તૈયારી, જુઓ વિડીયો

વિરાટ કોહલી (Virat Kohli) અને મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) 12 સપ્ટેમ્બરના રોજ ઈંગ્લેન્ડથી UAE પહોંચ્યા હતા. લીગનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે.

IPL 2021: ક્વોરન્ટાઇન સમાપ્ત થતા જ કોહલી બેટ લઇ મેદાને ઉતર્યો, પરસેવો વહાવી કરી તૈયારી, જુઓ વિડીયો
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 6:44 PM
Share

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) હવે સંપૂર્ણપણે IPL ના રંગોમાં રંગાઈ ગયા છે. દુબઈમાં પોતાના ક્વોરન્ટાઇન સમય પૂરો કર્યા પછી, તે તેની IPL ટીમ RCB માં જોડાયો છે. શુક્રવારે, તેણે પ્રથમ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો. લાંબા સમય પછી, તે ફરીથી તેના સાથીઓને મળીને ઉત્સાહથી ભરેલો દેખાયો.

વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ બાદ UAE માં પોતાની ટીમમાં જોડાવાનો હતો. જોકે, ભારતીય ટીમ (Team India) માં કોરોનાના કેસોને કારણે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. આ કારણોસર, RCB ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ની સાથે કોહલી 12 સપ્ટેમ્બરે જ UAE પહોંચ્યો હતો. હવે છ દિવસનો ક્વોરન્ટાઇ સમય સમાપ્ત કર્યા પછી, બંને ટીમમાં જોડાયા છે. RCB એ 20 સપ્ટેમ્બરે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે બીજા તબક્કાની પ્રથમ મેચ રમવાની છે.

વિરાટ કોહલીએ પ્રેક્ટિસ સેશનમાં આ સિદ્ધિ મેળવી હતી

RCB એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં કોહલી પ્રેક્ટીશ સેશનમાં વોર્મ અપ કરતા જોવા મળ્યા હતો. તે કેટલીક અદભૂત કવર ડ્રાઇવ સાથે પ્રેકટીશ મેદાન પર પણ ઉતર્યો હતો. આ દરમિયાન તે ટીમના બાકીના ખેલાડીઓને મળ્યો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે, કોહલી ડી વિલિયર્સ સાથે આગળ વધ્યો કે, તરત જ ટીમના સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલે તેને મજાકમાં કહ્યું, ‘મારો મિત્ર આવતાં જ તેને છીનવી લેવામાં આવ્યો’.

તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘બોલ્ડ ડાયરીઝ: વિરાટ કોહલી આરસીબીમાં જોડાયો છે. તેના સિવાય, સિરાજ અને ઘણા વિદેશી ખેલાડીઓનો ક્વોરન્ટાઇ સમય પણ સમાપ્ત થઈ ગયો છે. સૌએ પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.

RCB સોમવારથી અભિયાન શરૂ કરશે

વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) ભારતમાં રમાયેલા પ્રથમ હાફમાં સાતમાંથી પાંચ મેચ જીતી છે. કોહલીની કેપ્ટનશિપ હેઠળ આરસીબી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. બીજા હાફમાં પણ RCB એ સાત મેચ રમવાની છે, જે સોમવારથી શરૂ થશે. RCB ટીમ એક વખત પણ ટાઇટલ જીતી શકી નથી.

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલી માટે UAE નો પ્રવાસ કાંટાળો બની શકે છે, ફાઇનલ ચૂકતા જ કેપ્ટનશિપ ચૂકી જવાનો ડર!

આ પણ વાંચોઃ Team India: જે કોચની કાર્યપદ્ધતી સામે વાંધો હતો, એની સાથે જ હવે વિરાટ કોહલીએ ટીમનો ‘હિસ્સો’ રહેવુ પડશે!

g clip-path="url(#clip0_868_265)">