IND W vs NZ W: સતત ચોથી હાર બાદ મિતાલી રાજે હાર માટે બોલરોને જવાબદાર ઠેરવ્યા, ગણાવ્યો માથાનો દુખાવો

ચોથી વન-ડેમાં ભારતીય ટીમ 63 રનથી હારી, 192 રનના પડકાર સામે 128 રનમાં ઓલઆઉટ થઇ ટીમ ઇન્ડિયા, સુકાની મિતાલી રાજે હારના કારણો જણાવ્યા.

IND W vs NZ W: સતત ચોથી હાર બાદ મિતાલી રાજે હાર માટે બોલરોને જવાબદાર ઠેરવ્યા, ગણાવ્યો માથાનો દુખાવો
Mithali Raj (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 5:28 PM

ન્યુઝીલેન્ડના પ્રવાસ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket) નું ખરાબ પ્રદર્શન ચાલુ છે. પહેલી ત્રણ મેચ હારી વન-ડે સીરિઝ ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયા મંગળવારે ચોથી મેચમાં પણ કારમી હાર થઇ હતી. સતત ચોથી હાર બાદ સુકાની મિતાલી રાજ (Mithali Raj) એ તેનું મોટુ કારણ ખરાબ બોલિંગ ગણાવી હતી. મિતાલી રાજે કહ્યું કે વર્લ્ડ કપથી પહેલા બોલિંગ ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે. જોકે મિતાલી રાજે એ પણ માન્યું કે ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ સીરિઝમાં અલગ પ્રકારનું બોલિંગ કોમ્બિનેશનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મિતાલી રાજે તાબડતોબ 52 રન બનાવનાર ત્રુચા ઘોષના વખાણ કર્યા હતા. મિતાલીએ કહ્યું હતું કે તે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય છે.

મિતાલી રાજે ન્યુઝીલેન્ડ સામે ચોથી વન-ડે હાર્યા બાદ કહ્યું, “અમે બોલરો અને સ્પિન અટેકમાં અલગ-અલગ પ્રયોગ કરી રહ્યા છીએ. બોલિંગ વર્લ્ડ કપથી પહેલા જરૂર ચિંતાનો વિષય છે. બોલરોની લાઇન-લેન્થ સારી નથી રહી. બોલિંગ સ્પેલ પણ સારો રહ્યો નથી. જોકે અમે પરિસ્થિતિમાં આવી રહ્યા છીએ.” મિતાલી રાજે ત્રુચા ઘોષના વખાણ કર્યા હતા. તેણે વધુમાં કહ્યું, “હું ત્રુચા ઘોષની બેટિંગ જોઇ રહી હતી. તે ઘણી ટેલેન્ટેડ ખેલાડી છે. તે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય છે.”

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ન્યુઝીલેન્ડની એક તરફી જીત

તમને જણાવી દઇએ કે એમેલિયા કેરના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ન્યુઝીલેન્ડે વરસાદથી પ્રભાવિત ચોથી વન-ડે મેચમાં ભારતને 63 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 4-0થી લીડ મેળવી લીધી છે. વરસાદના કારણે મેચ પાંચ કલાક મોડી શરૂ થઇ હતી. જેથી મેચ 20 ઓવરની કરી દેવામાં આવી હતી. ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા એમેલિયા કેરે 33 બોલમાં અણનમ 68 રનની ઇનિંગ રમી હતી. તો સુજી બેટ્સે 26 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી. જેને પગલે 20 ઓવરમાં 5 વિકેટે 191 નો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો.

ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને એક પછી એક વિકેટ પડતી જાય છે. એક સમયે ટીમનો સ્કોર 4 વિકેટે 19 રનનો સ્કોર હતો અને ત્યાર બાદ પુરી ટીમ 17.5 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. વિકેટકીપર બેટ્સમેન ત્રુચા ઘોષે ભારત તરફથી સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. એમેલિયાએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 30 રનમાં 3 વિકેટ ઝડપી હતી. ભારતની ત્રુચાને બાદ કરતા કોઇ પણ બેટ્સમેન સારૂ પ્રદર્શન કરી શક્યા ન હતા. મહત્વનું છે કે ભારત વન-ડે શ્રેણી પહેલા એકમાત્ર ટી20 મેચ પણ હારી ગઇ હતી.

ભારતીય બોલરોનું ખરાબ પ્રદર્શન

ભારતીય બોલરોનું પ્રદર્શન દરેક મેચમાં ખરાબ રહ્યું છે અને મંગળવારે બોલરોએ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. રાજેશ્વરી ગાયકવાડ (4 ઓવરમાં 26 રન સાથે 1 વિકેટ) ને બાદ કરતા કોઇ પણ અન્ય ભારતીય બોલરો સારી બોલિંગ નથી કરી શક્યા. ન્યુઝીલેન્ડની એમેલિયાએ મેઘના સિંહને ખાસ ધ્યાન પર લીધી હતી. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. સોફી ડિવાઇન (24 બોલમાં 32 રન) અને બેટ્સએ પહેલી વિકેટ માટે 53 રનની ભાગીદારી નોંધાવી હતી.

આ પણ વાંચો : IND vs NZ: ભારતીય વિકેટ કીપર બેટ્સમેને ન્યુઝીલેન્ડમાં મચાવી ધમાલ , 26 બોલમાં તોફાન સર્જયુ, તોડ્યો 14 વર્ષ જૂનો રેકોર્ડ

આ પણ વાંચો : NZ vs IND: મહિલા ક્રિકેટ ટીમનો ન્યુઝીલેન્ડ સામે ચોથી વન ડેમાં હાર, વિશ્વકપ પહેલા નિરાશા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">