AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDvSL: ભારતના પ્રવાસ માટે શ્રીલંકા ટીમની થઈ જાહેરાત, ત્રણ ખેલાડીઓ થયા બહાર

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરિઝની પહેલી મેચ લખનઉમાં રમાશે, જ્યારે બીજી અને ત્રીજી ટી20 મેચ ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે.

INDvSL: ભારતના પ્રવાસ માટે શ્રીલંકા ટીમની થઈ જાહેરાત, ત્રણ ખેલાડીઓ થયા બહાર
Sri Lanka Cricket (PC: Sri Lanka Cricket Board)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 5:43 PM
Share

ભારત (Team India) સામે 24 ફેબ્રુઆરીના રોજ શરૂ થનારી ત્રણ મેચની ટી20 સીરિઝ માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે (Sri Lanka Cricket Board) ટીમની જાહેરાત કરી છે. આ સીરિઝ માટે શ્રીલંકાની 18 સભ્યોની ટીમ જાહેર થઈ છે. જેમાં અનકેપ્ડ સ્પિનર એશિયન ડેનિયલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમની કમાન દાસુન શનાક (Dasun Shanaka)ના હાથમાં આપવામાં આવી છે અને ઉપ સુકાનીની જવાબદારી ચરિત અસલંકાને સોંપવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટી20 ટીમમાં સામેલ અવિષ્કા ફર્નાંડો, નુવાન તુસારા અને રમેશ મેન્ડિસ ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમમાં પસંદગી નથી પામ્યા. આ ત્રણેય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાથી સીધા શ્રીલંકા જવા રવાના થશે.

ફર્નાંડોના ખરાબ ફોર્મને કારણે ઓસ્ટ્રેલિયા સીરિઝમાં ત્રીજી અને ચોથી મેચથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેને ટ્રેનિંગ સમયે ઘુંટણમાં ઈજા પહોંચી હતી અને સંભવત ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ક્રિકેટમાંથી બહાર થઈ ગયો છે.

તેને બાદ કરતા ટ્રેનિંગ સમયે બેટિંગ કરતી વખતે મેંડિસના જમણા હાથમાં અંગુઠામાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને હાલ તે રિબેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે તો બીજી તરફ તુષાર ત્રીજી ટી20 મેચ દરમ્યાન પોતાની બીજી ઓવરની શરૂઆતમાં મેદાનથી બહાર જતો રહ્યો હતો. પ્રાથમિક તારણમાં તેની ડાબી બાજુના ભાગમાં સ્ટ્રેનના કારણે તકલીફ તથી જોવા મળી હતી.

ભારત સામે ટી20 સીરિઝ માટે શ્રીલંકાની ટીમ

દાસુન શનાક (સુકાની), પથુમ નિસંકા, કુસલ મેંડિસ, ચરિત અસલંકા (ઉપ સુકાની), દિનેશ ચાંડીમલ, દનુષ્કા ગુણાથિલકા, કામિલ મિશારા, જેનિથ લિયાનાગે, વનિંદુ હસારંગા, ચમિકા કરૂણારત્ને, દુષ્મંતા ચમીરા, લાહિરૂ કુમારા, બિનુરા ફર્નાંડો, શિરન ફર્નાંડો, મહીશ તીક્ષણા, જેફરી વેંડરસે, પ્રવીણ જયવિક્રમા, એશિયન ડેનિયલ (મિનિસ્ટર અપ્રુવલના ભાગ રૂપે)

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 સીરિઝનો કાર્યક્રમ

પહેલી ટી20 મેચ, 24 ફેબ્રુઆરી (લખનઉ) બીજી ટી20 મેચ, 26 ફેબ્રુઆરી (ધર્મશાળા) ત્રીજી ટી20 મેચ, 27 ફેબ્રુઆરી (ધર્મશાળા)

આ પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝ ટીમના સૂપડા સાફ કરતાની સાથે જ Rahul Dravidની જાહેરાત, T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા તૈયાર છે

આ પણ વાંચો : INDvSL: રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બન્યો, રહાણે-પુજારાને પડતા મુકાયા, શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ ટીમની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">