AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDvSL: રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બન્યો, રહાણે-પુજારાને પડતા મુકાયા, શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ ટીમની જાહેરાત

ભારતને શ્રીલંકા સામે ત્રણ મેચની T20 સીરિઝ બાદ બે મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. T20 સીરિઝની તમામ મેચ ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે જ્યારે પહેલી ટેસ્ટ મોહાલી અને બીજી ટેસ્ટ બેંગ્લોરમાં રમાશે.

INDvSL: રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બન્યો, રહાણે-પુજારાને પડતા મુકાયા, શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ ટીમની જાહેરાત
Indian Cricket Team (PC: BCCI)
| Updated on: Feb 19, 2022 | 5:20 PM
Share

ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા (Chetan Sharma) એ શ્રીલંકા સામેની ઘર આંગણે સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકાની ક્રિકેટ ટીમ (Sri Lanka Cricket) ભારતના પ્રવાસે ત્રણ મેચની T20 સીરિઝ અને બે મેચની ટેસ્ટ સીરિઝ રમશે. આ પ્રવાસની શરૂઆત T20 સીરિઝથી થશે. પહેલી મેચ 24 ફેબ્રુઆરીના રોજ રમાશે. તો બીજી T20 મેચ 26 અને ત્રીજી મેચ 27 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ ત્રણેય મેચ ધર્મશાળાના સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બે મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે. પહેલી ટેસ્ટ મેચ મોહાલીમાં 4 માર્ચથી શરૂ થશે. તો બીજી ટેસ્ટ મેચ બેંગ્લોરમાં ડે-નાઇટ ટેસ્ટ રમાશે.

ભારતીય ટીમ હાલ ઘર આંગણે વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ મેચની ટી20 સીરિઝ રમી રહી છે. જેમાં ભારતે 2-0થી ટી20 સીરિઝ પોતાના નામે કરી લીધી છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની અંતિમ અને ત્રીજી ટી20 મેચમાં બીસીસીઆઈએ વિરાટ કોહલી અને રિષભ પંતને આરામ આપ્યો છે. તો શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાં પણ નહીં રમે. શાર્દુલ ઠાકુરને ટી20 અને ટેસ્ટ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે.

રહાણે અને પુજારાને નહીં લેવા પર ચેતન શર્માએ આપ્યું નિવેદન

રહાણે અને પુજારાને શ્રીલંકા સામેની ટેસ્ટ ટીમમાં નહીં લેવા પર ચેતન શર્માએ કહ્યું કે, “પસંદગી સમિતિએ વિચાર કરીને નિર્ણય કર્યો છે. અમે બંને સાથે વાત કરી છે. આ બંનેને શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. તેના માટે ટીમ ઇન્ડિયાના દરવાજા સંપુર્ણ રીતે ખુલા છે. તે રણજી ટ્રોફીમાં રમીને વાપસી કરી શકે છે.”

રહાણે અને પુજારા સહિત ઇશાંત શર્મા અને રિદ્ધિમાન સાહાને પણ ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં નથી આવ્યા. રિદ્ધિમાન સાહાની જગ્યાએ કે.એસ. ભરતને ટેસ્ટ ટીમમાં જોડ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટમાં સાહાના સ્થાને કે.એસ. ભરત હતો. તેને ત્યારથી રિષભ પંતના બેકઅપ તરીકે જોવામાં આવી રહ્યો છે.

સૌરભ કુમારની એન્ટ્રી

ટીમમાં નવા ચહેરા સામે આવ્યા છે. પસંદગીકર્તાઓએ ટેસ્ટ ટીમમાં સૌરભ કુમારને સ્થાન આપ્યું હતું. સૌરભ ઉત્તર પ્રદેશનો સ્પિનર ખેલાડી છે. તે ટીમ ઇન્ડિયા સાથે નેટ બોલર તરીકે કામ કર્યું છે. સૌરભ કુમાર વિશે ચેતન શર્માએ કહ્યું, “તે સારૂ રમી રહ્યો છે. તે ઉત્તર પ્રદેશ ટીમનો સ્પિનર ખેલાડી છે. ભારત માટે તેનું હોવું શાનદાર છે. તે ટીમ સાથે નેટ બોલર તરીકે કામ કરી રહ્યો છે.”

લોકેશ રાહુલ, સુંદર ટીમમાં નહીં લોકેશ રાહુલ અને વોશિંગટન સુંદરને આ સીરિઝમાં પસંદ કરવામાં નથી આવ્યો. આ બંને ખેલાડી વેસ્ટ ઇન્ડિઝ સામ T20 સીરિઝથી પહેલ ઇજાના કારણે બહાર ચાલી રહ્યા છે. આ બંને અત્યાર સુધી ઇજામાંથી બહાર નથી આવ્યા, એટલા માટે આ બંને ખેલાડીઓને પસંદ કરવામાં નથી આવ્યા.

ભારતની ટીમ આ પ્રકારે છે

ટી20 ટીમઃ રોહિત શર્મા (સુકાની), રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, સુર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, દીપક હુડ્ડા, જસપ્રીત બુમરાહ (ઉપ-સુકાની), હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, રવીન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને યુઝવેન્દ્ર ચહલ.

ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (સુકાની), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, રિષભ પંત, શુભમન ગિલ, કે.એસ. ભરત (વિકેટકીપર), આર. અશ્વિન (ફિટનેસના આધાર પર), રવીન્દ્ર જાડેજા, જયંદ યાદવ, કુલીદપ યાદવ, જસપ્રીત બુમરાહ (ઉપ-સુકાની), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને સૌરભ કુમાર.

આ પણ વાંચો : IND vs WI: ઋષભ પંત ને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝની અંતિમ T20 માં આરામ અપાયો, શ્રીલંકા સામે પણ નહી રમે

આ પણ વાંચો : IND vs WI: વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝની અંતિમ મેચમાં નહી રમે, ટીમ ઇન્ડિયાથી અલગ થઇ ઘરે પરત ફર્યો

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
g clip-path="url(#clip0_868_265)">