વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી અડધી રાત્રે ‘ટીમ ઈન્ડિયાનું ગીત’ રિલીઝ થયું, જુઓ Victory Song
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને આઈસીસી મહિલા વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં હરાવ્યા બાદ ટીમનું એક ગીત સામે આવ્યું છે. જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. બીસીસીઆઈએ આ ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવી પહેલી વખત મહિલા વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતીય બોલર અને બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન રહ્યું હતુ. ભારતીય ટીમે પોતાની મહેનત અને વિશ્વાસ પર ફાઈનલમાં જીત મેળવી છે. પહેલા બેટિંગ કરી ટીમ ઈન્ડિયાએ 298 રન બનાવ્યા હતા. ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટીમ 246 રનમાં સમેટાય ગઈ હતી.
ભારતીય મહિલા ટીમે ગીત રિલીઝ કર્યું
વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય મહિલા ટીમનું એક નવું ગીત સામે આવ્યું છે. બીસીસીઆઈ દ્વારા આ ગીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં સ્ટાર બેટ્સમેન જેમિમા રોડ્રિગેજ કહે છે કે, અમે 4 વર્ષ પહેલા નક્કી કર્યું હતુ કે, જો અમે વર્લ્ડકપ જીતશું તો ટીમ સોન્ગ રિવીલ કરીશું. આજે તે દિવસ છે. હરમનપ્રીત કોર અને સ્મૃતિ મંધાના તમામ ખેલાડીઓ સાથે મળીને ગીત ગાય છે.ત્યારબાદ તમામ ખેલાડીઓ વર્લ્ડકપની ટ્રોફી ઉઠાવી જશ્ન મનાવે છે.
ભારતીય મહિલા ટીમનું ગીત
ટીમ ઈન્ડિયા,ટીમ ઈન્ડિયા
કરદે સબકી હવા ટાઈટ
ટીમ ઈન્ડિયા હિયર ટુ ફાઈટ
કોઈ ભી ના લેતા હમકો લાઈટ
હમારા ફ્યુચર હૈ બ્રાઈટ
સાથમે ચલેગે, સાથમે ઉઠેગે
હમ હૈ ટીમ ઈન્ડિયા, સાથ મે જીતેગે
કોઈ ભી ના લેતા હંમશે પંગા
રહેગા સબસે ઉપર હમારા તિરંગા
હમ હૈ ટીમ ઈન્ડિયા , હમ હૈ ટીમ ઈન્ડિયા
No better moment for the #WomenInBlue to unveil their team song. #TeamIndia | #CWC25 | #Final | #INDvSA | #Champions pic.twitter.com/ah49KVTJTH
— BCCI Women (@BCCIWomen) November 3, 2025
શેફાલી અને દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી
ભારતે પહેલા બેટિંગ કરી 7 વિકેટના નુકસાન પર 298 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 246 રનમાં સમેટાઈ ગઈ છે. દીપ્તિ શર્માએ 39 રન આપી 5 વિકેટ લીધી હતી. શેફાલી વર્માએ 2 વિકેટ અને શ્રી ચરણીએ એક વિકેટ લીધી હતી.
હરમનપ્રીત કૌરનું ટી-શર્ટ વાયરલ થયું
હરમનપ્રીત કૌરે 3 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફી સાથે સૂતી દેખાઈ રહી હતી. તેમણે પહેરેલી ટી-શર્ટમાં એક ખાસ સંદેશ છે, “ક્રિકેટ એ જેન્ટલમેનની રમત નથી, તે દરેકની રમત છે.”
