AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો પરંતુ રમવાને લઈ સવાલ, જસપ્રીત બુમરાહની ફિટનેસના જાણો હાલ

India Vs Australia: ઈજાને ઈ જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા કેટલાક મહિનાથી ટીમ ઈન્ડિયાથી દૂર રહ્યા છે. હજુ પણ તેમની ફિટનેસને લઈ સવાલ જેમના તેમ છે.

IND vs AUS: રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો પરંતુ રમવાને લઈ સવાલ, જસપ્રીત બુમરાહની ફિટનેસના જાણો હાલ
Jasprit Bumrah and Ravindra Jadeja fitness latest updates
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 8:43 AM
Share

શુક્રવારે રાત્રે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આગામી T20 અને વનડે ઉપરાંત ટેસ્ટ સિરીઝને લઈ ટીમોનુ એલાન કર્યુ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 9 ફેબ્રુઆરીથી 4 ટેસ્ટ મેચોની સિરીઝ શરુ થનારી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવતા જ રેડ બોલ સિરીઝનો પ્રારંભ બંને ટીમો વચ્ચે થશે. આ માટેની પ્રથમ બંને ટેસ્ટ માટેની ભારતીય ટીમનુ એલાન શુક્રવારે કરવામાં આવ્યુ હતુ. જેમાં રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહના નામ સામેલ કરવામાં આવ્યા છે.

ઓલરાઉન્ડર જાડેજા લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયાની યાદીમાં જોવા મળ્યો છે. જોકે તેનુ અંતિમ ઈલેવનમાં સામેલ થવુ એ મુશ્કેલ છે. આ માટે તેણે પોતાની ફિટનેસ સંપૂર્ણ રીતે ઠીક હોવાનુ પુરવાર કરવુ પડશે. આી જ રીતે જસપ્રીત બુમરાહે પણ પોતાની ફિટનેસ પૂરવાર કરવી પડશે. આમ બંને સ્ટાર ખેલાડીઓના નામ તો ટીમ ઈન્ડિયાના એલાન કરેલ યાદીમાં આવ્યા છે, પરંતુ રમવુ એ મુશ્કેલ છે.

જાડેજાએ ફિટનેસ સાબિત કરવી પડશે

ન્યુઝીલેન્ડ સામેની વનડે અને ટી20 સિરીઝ માટેની સ્ક્વોડમાં રવિન્દ્ર જાડેજા સામેલ કરવામાં આવ્યો નથી. મતલબ તે સંપૂર્ણ ફિટ નથી એવી ચર્ચા ઉભી થઈ છે. ગત વર્ષ 2022માં રમાયેલા એશિયા કપ દરમિયાન રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાથી પરેશાન થયો હતો. ત્યાર બાદ જાડેજાએ સર્જરી કરાવવી પડી હતી. ત્યારથી જાડેજા ક્રિકેટના મેદાનથી દૂર રહી રહ્યો છે. રવિન્દ્ર જાડેજા માટે પણ ટીમમાં સંપૂર્ણ રીતે પરત ફરવા માટે સંપૂર્ણ રીતે ફિટ થયાનુ પૂરવાર કરવુ પડશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જાડેજા હાલમાં સંપૂર્ણ રીતે ફિટ નજર નથી આવી રહ્યો.

જાડેજાની ફિટનેસ સતત સવાલોમાં રહી છે. કારણ કે પાંચેક મહિનાનો સમય તેને ઠીક થવા પાછળ ખર્ચાઈ ચૂક્યો છે. આમ છતાં તેને વ્હાઈટ બોલ સ્ક્વોડમાં હાલમાં સમાવેશ થયો નથી. આમ દિલ્લી અને કાનપુર ટેસ્ટ માટેની સ્ક્વોડમાં તો સામેલ કર્યો છે. પરંતુ બીસીસીઆઈએ આ માટે ફિટનેસની શરત મૂકી છે. જે શરત મુજબ જાડેજાએ ફિટનેસ પાસ કરવા પર ટીમમાં સામેલ થવાનુ નિર્ભર રહેશે. આ પહેલા બાંગ્લાદેશ પ્રવાસમાં પણ આવી જ શરત સાથે ટીમના એલાન વખતે સ્ક્વોડમાં સામેલ કર્યો હતો. ત્યારે પણ અંતમાં નામ ફિટનેસને લઈ હટાવી લેવામાં આવ્યુ હતુ.

બુમરાહની હજુ ફિટ નહીં

શ્રીલંકા અને ભારત વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝમાં જસપ્રીત બુમરાહનુ નામ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યુ હતુ. સિરીઝના શરુ થવા પહેલા જ 9 જાન્યુઆરીએ તેનુ નામ હટાવી લેવામાં આવ્યુ હતુ. આમ ફરી તે ફિટનેસને લઈ ટીમથી હટી ગયો હતો. આ સ્થિતી જ બતાવે છે કે, તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નછી.

જસપ્રીત બુમરાહે સપ્ટેમ્બર 2022 બાદ કોઈ જ મેચ રમી નથી. તે પીઠની સમસ્યાથી પરેશાન છે. છેલ્લા કેટલાક સમયથી તેને આ સમસ્યા સતાવી રહી છે. જ્યારે તેને વનડ સિરીઝ થી બહાર કરવામાં આવ્યો ત્યારે બોર્ડ દ્વારા આ માટેનુ કારણ એનસએની સલાહ દર્શાવવામાં આવી હતી. આમ બુમરાહને માટે લોડ લેવા યોગ્ય ફિટનેસને માટે સમય લાગી શકે છે. બોર્ડે આશા દર્શાવી હતી કે, તે ટેસ્ટ સિરીઝ માટે ફિટ થઈને આવશે. જોકે હાલતો એમ લાગે છે કે, તે પ્રથમ બંને ટેસ્ટ માટે ફિટ નહીં રહી શકે.

g clip-path="url(#clip0_868_265)">