સુપર સન્ડેમાં ભારતીય ક્રિકેટનો ડબલ ડોઝ જોવા મળશે,પાકિસ્તાન-બાંગ્લાદેશને એક જ દિવસમાં હરાવવાની તક
6 ઓક્ટોબરનો દિવસ ભારતીય ચાહકો માટે ખુબ ખાસ રહેવાનો છે. આજે ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ મેદાન પર ઉતરશે. મહિલા ટીમ ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો સામનો પાકિસ્તાન સામે થશે. તો ભારતીય પુરુષ ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરિઝની શરુઆત કરશે.
ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ હાલમાં અલગ અલગ સ્થળ પર રમી રહી છે. પુરુષ ટીમ 6 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ સામે 3 મેચની ટી20 સીરિઝ રમવા મેદાનમાં ઉતરશે. ભારતની મહિલા ટીમ હાલમાં દુબઈમાં ટી20 વર્લ્ડકપ 2024 રમી રહી છે. ત્યારે સુપર સન્ડેમાં બંન્ને ટીમ મેદાનમાં રમતી જોવા મળશે. ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ સુપર સન્ડે રોમાંચક રહેવાનો છે. ભારતની પાસે એક જ દિવસમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમને હરાવવાની તક છે.
ભારતીય ચાહકો માટે સુપર સન્ડે
સુપર સન્ડેની પહેલી મેચ ભારતીય મહિલા ટીમ ટી20 વર્લ્ડરપમાં બપોરે પાકિસ્તાન સાથે રમવા મેદાનમાં ઉતરશે. બંન્ને ટીમની આ મેચ દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જેની શરુઆત બપોરે 3:30 કલાકે રમાશે. પુરુષ ભારતીય ટીમ સાંજે બાંગ્લાદેશ સામે રમાશે. આ મેચ રાત્રે 7:30 કલાકથી ગ્વાલિયરના ન્યુમાધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. એટલે કે, ભારતીય ચાહકો પાસે એક દિવસમાં 2 મોટી મેચ જોવાની તક રહેશે.
Gwalior ready
All set for the #INDvBAN T20I series opener #TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/OTyBBavPFD
— BCCI (@BCCI) October 6, 2024
બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે યુવા ટીમ
ટીમ ઈન્ડિયાએ હાલમાં બાંગ્લાદેશની ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યું હતુ. હવે સૂર્યકુમાર યાદવની આગેવાનીવાળી એક યુવા ટીમ બાંગ્લાદેશને ટી20માં પણ હરાવવા મેદાનમાં ઉતારશે. આઈપીએલમાં પોતનું નામ કમાય ચુકેલા કેટલાક યુવા ખેલાડીઓ આ સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ છે. તમને જણાવી દઈએ કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યારસુધી 14 ટી20 સીરિઝ મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનું પલડું ભારે રહ્યું છે. ભારતીય ટીમે બાંગ્લાદેશને 13 વખત હાર આપી છે. તો બાંગ્લાદેશની ટીમ માત્ર 1 વખત જીતી શકી છે.
ભારતીય મહિલા ટીમ માટે આજની મેચ મહત્વની
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમ માટે પાકિસ્તાન સામે રમાનારી આ મેચ ખુબ મહત્વની રહેશે. ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડકપમાં પોતાની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર મળી છે. ત્યારે ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલની રેસમાં રહેવા માટે પાકિસ્તાનને કોઈ પણ સંજોગોમાં હાર આપવી પડશે. તો પાકિસ્તાનની ટીમ પોતાની પહેલી મેચ જીતી હતી. પાકિસ્તાન સામે ટક્કર બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા , અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.