AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: મેચ પહેલા જુનિયર NTR ના ઘરે પહોંચ્યા ભારતીય ક્રિકેટર્સ, ફોટો થયા વાયરલ

ભારત 18 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સાથે 3 વનડે સીરીઝ રમશે. પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. અગાઉ ભારતીય ક્રિકેટરોએ સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે જોરદાર પાર્ટી કરી હતી.

IND vs NZ: મેચ પહેલા જુનિયર NTR ના ઘરે પહોંચ્યા ભારતીય ક્રિકેટર્સ, ફોટો થયા વાયરલ
મેચ પહેલા જુનિયર NTR ના ઘરે પહોંચ્યા ભારતીય ક્રિકેટર્સImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 1:23 PM
Share

હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI સિરીઝની પ્રથમ મેચ રમાશે. બુધવારે રમાનારી મેચ માટે ભારતીય ખેલાડીઓ સોમવારે હૈદરાબાદ પહોંચ્યા હતા. સાંજે શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન સહિત ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાઉથના સુપર સ્ટાર જુનિયર એનટીઆરના ઘરે પાર્ટી કરવા પહોંચ્યા હતા.

ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારે રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વનડે રમાશે. રોહિત શર્મા એન્ડ ટીમ સોમવારે ત્રિવેન્દ્રમથી હૈદરાબાદ પહોંચી હતી. વિરાટ કોહલી સૌથી પહેલા હૈદરાબાદ પહોંચ્યો હતો, તે એકલો આવ્યો હતો. આ પછી અન્ય ટીમોના ખેલાડીઓ પણ હૈદરાબાદ પહોંચ્યા હતા. હૈદરાબાદમાં ટીમના ઘણા ખેલાડીઓએ જુનિયર એનટીઆર સાથે પાર્ટી કરી હતી, જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુર એનટીઆર જૂનિયરના ઘરે પહોંચ્યા હતા. સૂર્યા બ્લેક હુડ્ડી શાર્દુલ ઠાકુર જેકેટ ઈશાન-કિશન અને સ્ટાઈલિટ શર્ટમાં જોવા મળ્યા હતા.

સાઉથની ફિલ્મોનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો

તાજેતરમાં NTR જુનિયરની ફિલ્મ RRR ફિલ્મના ગીત (NATO NATO) ને વૈશ્વિક સ્તરે એવોર્ડ (Best Original Song Golden Globes 2023) મળ્યો. ત્યારે પણ ભારતીય ક્રિકેટરો અને પૂર્વ ક્રિકેટરોએ તેને આ માટે અભિનંદન પાઠવ્યા હતા. ભારતમાં સાઉથની ફિલ્મોનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતીય ક્રિકેટ પણ સાઉથની ફિલ્મોના દિવાના છે. સાઉથની કોઈ પણ મોટી ફિલ્મ આવે ત્યારે ભારતીય ક્રિકેટરો તેના વખાણ કરવામાં નિષ્ફળ જતા નથી.

ભારત માટે 3 મેચની સીરીઝ ઘણી મહત્વની

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 મેચની સીરીઝ ઘણી મહત્વની છે. ભારતે વર્ષની શરૂઆત વનડે સિરીઝમાં શ્રીલંકાને ક્લીન સ્વીપ કરીને કરી હતી. આગામી ODI વર્લ્ડ કપ અને ODI રેન્કિંગના સંદર્ભમાં પણ આ સિરીઝ ઘણી મહત્વપૂર્ણ છે. જો ભારત ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ 3-0થી જીતી લે છે તો તે રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી જશે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">