IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે ભારતે 235 રનનું લક્ષ્ય ખડક્યું, અભિષેકની તોફાની સદી

India vs Zimbabwe 2nd match: ભારતીય ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ તોફાની સદી નોંધાવી હતી. શર્માની સદી, ગાયકવાડની અડધી સદી અને રિંકૂ સિંહની તોફાની રમતના સહારે ભારતે વિશાળ લક્ષ્ય ઝિમ્બાબ્વે સામે રાખ્યું હતુ.

IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે ભારતે 235 રનનું લક્ષ્ય ખડક્યું, અભિષેકની તોફાની સદી
અભિષેકની સદી
Follow Us:
| Updated on: Jul 07, 2024 | 6:39 PM

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી 5 T20 મેચની શ્રેણીની બીજી મેચ હરારેમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના સુકાની શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ તોફાની સદી નોંધાવી હતી. શર્માની સદી, ગાયકવાડની અડધી સદી અને રિંકૂ સિંહની તોફાની રમતના સહારે ભારતે વિશાળ લક્ષ્ય ઝિમ્બાબ્વે સામે રાખ્યું હતુ.

શુભમન ગિલ ઝડપથી વિકેટ ગુમાવી દેતા એક સમયે ભારતીય ક્રિકેટ ચાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એવી ચિંતા સતાવી રહી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓએ રંગ જમાવતા મેદાનમાં ચોમેર ચોગ્ગા અને છગ્ગા વરસાવ્યા હતા.

Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં સુરતનો હરમીત વગાડશે ડંકો
ગળામાં ખરાશ હોય તો શું કરવું ? જાણો ઘરગથ્થું ઉપાય
શું મેડિટેશનથી વજન ઉતારી શકાય છે? આ રહ્યો જવાબ
આજનું રાશિફળ તારીખ : 17-07-2024
660 કરોડનો પગાર 867 કરોડ બોનસ
આ બીમારીઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે બીયર

અભિષેકની સદી

ભારતીય ટીમના ઓપનર અભિષેક શર્માએે શરુઆતથી જ શાનદાર રમત દર્શાવી હતી. ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળતા શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઓપનર ગિલે ટીમના 10 રનના સ્કોર પર ભારતને પ્રથમ ઝટકો પોતાનીી વિકેટ ગુમાવીને આપ્યો હતો. ગિલ મુઝરબાનીના બોલ પર બ્રાયનના હાથમાં કેચ ઝીલાઈ ગયો હતો. ગીલે માત્ર 2 રન 4 બોલનો સામનો કરીને નોંધાવી પરત ફર્યો હતો.

ત્યારબાદ અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડે જવાબદારી સંભાળી હતી. બંનેએ મક્કમ રમત વડે સ્કોર બોર્ડને આગળ વધાર્યું હતુ. આ દરમિયાન અભિષેક શર્માએ ચોગ્ગા અને છગ્ગા ફટકારવા શરુ કર્યા હતા. તો ગાયકવાડે પણ બોલને બાઉન્ડરી પર મોકલવાની ફટકાબાજી જારી રાખી હતી. અભિષેક શર્માએ 47 બોલનો સામનો કરીને 100 રન નોંધાવ્યા હતા. શર્માએ તોફાની રમત દરમિયાન 8 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

ગાયકવાડની અડધી સદી

શર્મા અને ગાયકવાડ વચ્ચે 137 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. શર્મા 14મી ઓવરના અંતિમ બોલ પર 100 રન નોંધાવી કેચ આઉટ થયો હતો. જ્યારે ગાયકવાડે 1 છગ્ગો અને 11 ચોગ્ગાની મદદ વડે 47 બોલ રમીને 77 રન અણનમ નોંધાવ્યા હતા. આમ ગાયકવાડે પણ અડધી સદી નોંધાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચવા માટે શર્મા સાથે મળીને મહત્વની ભૂમિકા નિભાવી હતી. જ્યારે રિન્કૂ સિંહે 22 બોલમાં 48 રન નોંધાવ્યા હતા. રિન્કૂ સિંહ અણનમ રહ્યો હતો. તેણે 5 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ પણ વાંચો: શામળાજી-ચિલોડા હાઈવે પર જોખમી ખાડાઓને લઈ MP એ યુદ્ધના ધોરણે સમારકામ કરવા NHAI ને પત્ર લખ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ
અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ
જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું
જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું
મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ
મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ
છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે
છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે
બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી
બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી
Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ
Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ
Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ
Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">