IND vs WI: મેચ પૂરી થયા બાદ તિલક વર્માએ હાર્દિક પંડ્યા સાથે ન મિલાવ્યા હાથ, જુઓ Video

ભારતે (Team India) ત્રીજી T20માં એકતરફી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીને જીવંત રાખી છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામેની જીત બાદ એક અલગ જ વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ […]

IND vs WI: મેચ પૂરી થયા બાદ તિલક વર્માએ હાર્દિક પંડ્યા સાથે ન મિલાવ્યા હાથ, જુઓ Video
Tilak-Hardik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 3:07 PM

ભારતે (Team India) ત્રીજી T20માં એકતરફી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીને જીવંત રાખી છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામેની જીત બાદ એક અલગ જ વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ સામે સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી, પરંતુ તેની સિક્સરને કારણે તિલક વર્મા (Tilak Varma) ની અડધી સદી રહી ગઈ હતી અને તે 49 રન બનાવીને અણનમ રહ્યો હતો.

મેચ બાદનો વીડિયો થયો વાયરલ

મેચ પુરી થયા બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ખાસ વાત એ છે કે મેચ પૂરી થયા બાદ પંડ્યા વિન્ડીઝના તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવે છે. આ પછી, તે તિલક વર્મા સાથે પણ હાથ મિલાવવા માટે પોતાનો જમણો હાથ લંબાવે છે, પરંતુ તિલક તેમની સાથે હાથ મિલાવતો નથી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

તિલક પોતાની ધૂનમાં હતો!

હવે સવાલ એ છે કે શું તિલક વર્મા પોતાના કેપ્ટનના સિક્સરથી નારાજ હતો? શું નારાજગીના કારણે તેણે પંડ્યા સાથે હાથ મિલાવ્યો ન હતો? તો આનો જવાબ ના હોય શકે. કારણ કે ક્રિકેટ એક ટીમ ગેમ છે અને વ્યક્તિગત પ્રદર્શન કરતા ટીમની જીતને વધુ મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત શક્ય છે કે હાર્દિક પંડ્યાએ હાથ મિલાવવા હાથ લંબાવ્યો ત્યારે તિલકે જોયું જ ન હોય. તે પોતાની ધૂનમાં હોવો જોઈએ. પંડ્યા અને તિલક વચ્ચે ભલે કોઈ સમસ્યા ન હોય, પરંતુ ફેન્સ ચોક્કસપણે પંડ્યાને ટ્રોલ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ IND vs WI: સૂર્યકુમાર યાદવે પોતાને જ બનાવ્યો મૂર્ખ, તિલક વર્મા સાથેની વાતચીતમાં કર્યો ખુલાસો, જુઓ Video

તિલકનું અદ્ભુત પ્રદર્શન

તિલક વર્માએ આ T20 સિરીઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. આ ડાબા હાથના બેટ્સમેને ત્રણેય મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તિલકે પ્રથમ મેચમાં 39 રન બનાવ્યા હતા. બીજી મેચમાં તેના બેટમાંથી 51 રન આવ્યા અને મંગળવારે ત્રીજી T20માં તેણે અણનમ 49 રન બનાવ્યા હતા. તિલક આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 69.50ની એવરેજથી 139 રન બનાવ્યા છે. તેની રમવાની શૈલીથી સ્પષ્ટ છે કે તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">