AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: સૂર્યકુમાર યાદવે પોતાને જ બનાવ્યો મૂર્ખ, તિલક વર્મા સાથેની વાતચીતમાં કર્યો ખુલાસો, જુઓ Video

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાનો 7 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવે ઝડપી અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. તેની તોફાની ઈનિંગ્સ પછી સૂર્યાએ તિલક વર્માને કહ્યું કે તેણે પોતાને મૂર્ખ બનાવ્યો છે. જાણો શું છે મામલો.

IND vs WI: સૂર્યકુમાર યાદવે પોતાને જ બનાવ્યો મૂર્ખ, તિલક વર્મા સાથેની વાતચીતમાં કર્યો ખુલાસો, જુઓ Video
Suryakumar Yadav
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 12:15 PM
Share

ગયાનામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયા (Team India) એ શાનદાર રમત બતાવીને જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાને 160 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ 13 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી. આ રીતે ભારતે T20 શ્રેણીમાં ખાતું ખોલ્યું હતું. જોકે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) હજુ પણ T20 શ્રેણીમાં 2-1થી આગળ છે.

ભારતની જીતનો હીરો રહ્યો સૂર્યકુમાર

ટીમ ઈન્ડિયાની જીતની સ્ક્રિપ્ટ સૂર્યકુમાર યાદવે લખી હતી. પોતાની જાણીતી શૈલીમાં ઝડપી બેટિંગ કરતા આ ખેલાડીએ 44 બોલમાં 83 રન બનાવ્યા અને તે મેચનો શ્રેષ્ઠ ખેલાડી પણ બન્યો. જો કે, મેચ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે ખૂબ જ રસપ્રદ ખુલાસો કર્યો હતો.

સૂર્યકુમારે પોતાને મૂર્ખ બનાવ્યો

તિલક વર્મા સાથે વાત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું કે તે ત્રીજી T20માં આરામથી બેટિંગ કરવા માંગતો હતો. તે ક્રિઝ પર પોતાને સમય આપવા માંગતો હતો. પરંતુ પહેલા બોલે ચોગ્ગો મારતાની સાથે જ તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેણે ઝડપી બેટિંગ શરૂ કરી. સૂર્યકુમાર યાદવે કહ્યું કે આ રીતે તેણે પોતાને મૂર્ખ બનાવ્યો.

સૂર્યકુમારે તિલકને પૂછ્યો પ્રશ્ન

BCCI ટીવી પર અપલોડ કરાયેલા આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવે તિલક વર્માને એક સવાલ પણ પૂછ્યો હતો. તેણે પૂછ્યું કે ગયાના T20માં તેણે શું ખાસ કર્યું. આના પર તિલકે કહ્યું કે તેણે કંઈ અલગ કર્યું નથી. તે ફક્ત તેના શોટ્સ રમતા રહેવા માંગતો હતો. આ પછી તિલકે ફરી સૂર્યાને પૂછ્યું કે ગયાનાની ધીમી પીચ પર તેણે વિકેટ પાછળ આટલી લાંબી સિક્સ કેવી રીતે ફટકારી? આ સાંભળીને સૂર્યકુમાર હસવા લાગ્યા અને કહ્યું કે તે આનો જવાબ ડ્રેસિંગ રૂમમાં આપશે.

આ પણ વાંચોઃ 11 મહિના બાદ ટીમમાં પાછો ફર્યો મેચ વિનર ખેલાડી, ઈંગ્લેન્ડ સામે ODI ટીમમાં મળ્યું સ્થાન

તિલક વર્માની શાનદાર બેટિંગ

તિલક વર્માએ પણ ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ખેલાડીએ 37 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. સૂર્યા સાથે તિલક વર્માએ ત્રીજી વિકેટ માટે 87 રન જોડ્યા હતા. જ્યારે તિલકે કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે 43 રનની અણનમ ભાગીદારી કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">