India vs West Indies 1st T20: ભારતે 190 રનનો સ્કોર ખડક્યો, રોહિત શર્માની અડધી સદી, અંતમાં દિનેશ કાર્તીકની આક્રમક બેટીંગ

IND Vs WI T20 1st Inning Report Today: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. રોહિત શર્માએ આક્રમક અંદાજથી રમત દર્શાવી અડધી સદી નોંધાવી હતી.

India vs West Indies 1st T20: ભારતે 190 રનનો સ્કોર ખડક્યો, રોહિત શર્માની અડધી સદી, અંતમાં દિનેશ કાર્તીકની આક્રમક બેટીંગ
Rohit Sharma એ શાનદાર અડધી સદી નોંધાવી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 10:31 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હવે વધુ એક શ્રેણની કબજે કરવા માટેના ઈરાદા સાથે આજે મેદાને ઉતરી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે વન ડે બાદ હવે ટી20 સિરીઝનો પ્રારંભ થયો છે. બંને વચ્ચે પાંચ મેચોની રમાનારી સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharama) એ શાનદાર અડધી સદી ફટકારી હતી. પરંતુ ફરી એક વાર ભારતીય ટીમની એક ના એક જ સમસ્યા જોવા મળી હતી. અંતિમ ઓવરો દરમિયાન દિનેશ કાર્તિકે શાનદાર રમત દર્શાવી હતી. તેણે ઝડપી રમત રમીને ભારતીય ટીમનો સ્કોર ઉંચા આંકડે પહોંચાડ્યો હતો.

રોહિત શર્મા અને સૂર્યકુમારની જોડી ઓપનીંગમાં આવી હતી. બંનેએ આક્રમક અંદાજથી શરુઆત કરી હતી. રોહિતે શાનદાર અડધી સદી નોંધાવી હતી. તેણે આક્રમક અંદાજથી રમતા આ ફીફટી નોંધાવી હતી. 44 બોલમાં 64 રનની ઈનીંગ રમીને તે પરત ફર્યો હતો. આ દરમિયાન તેણે 2 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત અને સૂર્યા એમ બંને વચ્ચે 44 રન સુધી ભાગીદારી રમત થઈ હતી. સૂર્યકુમાર યાદવ પાંચમી ઓવરમાં અકીલ હુસેનનો શિકાર થતા પરત ફર્યો હતો. તેણે 16 બોલમાં 24 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન એક છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ રોહિત શર્માનો સાથ આપવા માટે શ્રેયસ અય્યર આવ્યો હતો. પરંતુ તે આવ્યો એમ જ પરત ફર્યો હતો, એટલે કે તે 4 બોલનો સામનો કરીને શૂન્ય રને જ પરત ફર્યો હતો. તે મેકકોયનો શિકાર થયો હતો.

રોહિત અને દિનેશે શાનદાર ઈનીંગ રમી

કેપ્ટન રોહિત શર્માએ એક છેડો સાચવતા રમતને આગળ વધારી હતી. ઋષભ પંત પણ તેનો સાથ પૂરાવવા આવ્યો હતો, પરંતુ તેની રમત પણ માત્ર 14 રનના યોગદાન સુધી રહી હતી. તે 10મી ઓવરમાં 88 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. હાર્દિક પંડ્યા પણ માત્ર 1 જ રન નોંધાવીને પરત ફર્યો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 16 રન નોંધાવ્યા હતા.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

જોકે અંતમાં દિનેશ કાર્તિકે કેરેબિયન બોલરોને પરસેવો વાળી દીધો હતો. એક તબક્કે એમ લાગી રહ્યુ હતુ કે, કેરેબિયન બોલરો ભારતીય ટીમને મોટા સ્કોર કરવા થી નિયંત્રણમાં રાખવા સફળ રહી છે. કારણ કે ભારતનો મીડલ ઓર્ડર ઝડપથી ધ્વસ્ત થઈ રહ્યો હતો. પરંતુ દિનેશ કાર્તિકે તે ચર્ચાઓનો અંત લાવી દીધો હતો. તેણે બેટને ચારે બાજુ ફેરવીને 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદ થી 41 રન નોંધાવ્યા હતા. આ રન તેણે માત્ર 19 બોલમાં જ નોંધાવ્યો હતો. તેને અશ્વિને પણ સારો સાથ આપ્યો હતો.

Latest News Updates

રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
માંગરોળના બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજે ઉજવ્યો પિલવણી ઉત્સવ
માંગરોળના બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજે ઉજવ્યો પિલવણી ઉત્સવ
ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન 23મી મે સુધી બંધ
ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન 23મી મે સુધી બંધ
દિલીપ સંઘાણીના જન્મદિવસમાં દિગ્ગજ પાટીદાર નેતાઓ રહ્યા ઉપસ્થિત- Video
દિલીપ સંઘાણીના જન્મદિવસમાં દિગ્ગજ પાટીદાર નેતાઓ રહ્યા ઉપસ્થિત- Video
BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ
BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ
Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી
Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી
g clip-path="url(#clip0_868_265)">