India vs West Indies 1st ODI Playing 11: વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બોંલીંગ પસંદ કરી, ભારતે આ ખેલાડીઓ પર ખેલ્યો દાવ, જુઓ પ્લેઈંગ 11
IND Vs WI Todays Match Prediction Squads: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ ત્રણ મેચની વનડે શ્રેણીમાં સામસામે આવી હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 22 જુલાઈ શુક્રવારના રોજ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાઈ રહી છે. જોકે શ્રેણીની ત્રણેય મેચ આ જ મેદાન પર રમાશે. ભારતીય ટીમ (Indian Cricket Team) આ શ્રેણીમાં તેના ઘણા સિનિયર ખેલાડીઓ વિના રમવા માટે ઉતરી રહી છે અને આવી સ્થિતિમાં ટીમની કપ્તાની અનુભવી ઓપનર શિખર ધવન (Shikhar Dhawan) કરી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે બહાર
ત્રણ મેચોની સીરીઝની આ મેચની શરૂઆત ટીમ ઈન્ડિયા માટે ખરાબ રહી હતી કારણ કે સિનિયર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, જેને સીરિઝ માટે ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તે પહેલાથી જ ઈજાગ્રસ્ત હતો. તેની ઈજાના સમાચાર પહેલાથી જ ચાલી રહ્યા હતા, જેને બીસીસીઆઈએ ટોસ બાદ મહોર લગાવી હતી. બોર્ડના જણાવ્યા અનુસાર જાડેજા જમણા ઘૂંટણની ઈજાને કારણે પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં, જ્યારે ત્રીજી મેચમાં રમવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગિલ અને સેમસનને તક મળી
જો પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો ભારતીય વનડે ટીમમાં દોઢ વર્ષથી વધુ સમય બાદ શુભમન ગિલની વાપસી થઈ છે. ગિલને ઇશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ કરતાં પસંદ કરવામાં આવ્યો છે, જેમણે તાજેતરના સમયમાં ટીમ માટે કેટલીક મેચોમાં ઓપનિંગ કર્યું છે. ગિલને ધવન સાથે ઓપનિંગમાં ઉતારવામાં આવ્યો છે. તેણે તેની છેલ્લી મેચ ડિસેમ્બર 2020 માં ઓસ્ટ્રેલિયામાં રમી હતી.
તેના સિવાય આ મેચમાં સંજુ સેમસનને પણ તક આપવામાં આવી છે, જે ટીમ માટે વિકેટ પાછળ ગ્લોવ્ઝ સંભાળશે. તેના સિવાય શ્રેયસ અય્યર પણ ટીમમાં છે, જેને જાડેજાની ગેરહાજરીમાં વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બોલિંગ વિશે વાત કરીએ તો, ટીમ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા સાથે બે અગ્રણી ઝડપી બોલરો સાથે મેદાને ઉતરી છે, જ્યારે સ્પિન વિભાગનું નેતૃત્વ યુઝવેન્દ્ર ચહલ કરી રહ્યા છે. આ સિવાય ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે શાર્દુલ ઠાકુર અને સ્પિન ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલ છે.
IND vs WI: આજની પ્લેઇંગ XI
વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), શે હોઈ, શમરાહ બ્રૂક્સ, બ્રેન્ડન કિંગ, કાયલ મેયર્સ, રોવમેન પોવેલ, જેડન સીલ્સ, અલઝારી જોસેફ, રોમારિયો શેફર્ડ, ગુડકેશ મોતી, અકીલ હુસૈન.
ભારત: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ