IND vs WI: રવિન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બંને વન જે નહીં રમે, ઈજાને લઈ આરામ પર

ટીમ ઈન્ડિયા (Team India) ઈજા અને ફિટનેસને કારણે સતત સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે, જ્યારે ઘણા ખેલાડીઓ આરામ કરી રહ્યા છે, જેના કારણે ટીમ ઈન્ડિયાની તાકાત થોડી નબળી પડી શકે છે.

IND vs WI: રવિન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બંને વન જે નહીં રમે, ઈજાને લઈ આરામ પર
Ravindra Jadeja ઘૂંટણની ઈજાને લઈ બહાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 8:46 PM

ઈંગ્લેન્ડને વનડે શ્રેણીમાં હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હવે કેરેબિયન પ્રવાસે છે, જ્યાં તેને વેસ્ટ ઈન્ડિઝના પડકારનો સામનો કરવો પડશે. ટીમ ઈન્ડિયા આ શ્રેણી માટે કેટલાક સિનિયર અને તમામ ફોર્મેટના ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરી છે. આમ છતાં ટીમમાં શિખર ધવન (Shikhar Dhawan) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) જેવા બે મોટા નામ છે. જો કે, અહીં જ ટીમને મોટો આંચકો લાગ્યો છે, કારણ કે આ શ્રેણીમાં સ્ટાર ઓલરાઉન્ડર અને ટીમના ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરાયેલા જાડેજા ઈજાગ્રસ્ત થયા છે અને શ્રેણીની પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયા છે.

ODI શ્રેણી શુક્રવાર 22 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે શરૂ થઈ હતી, પરંતુ તેના એક દિવસ પહેલા જ જાડેજાની ઈજાના સમાચાર સામે આવ્યા હતા. તે સમયે, જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈ અપડેટ જારી કરવામાં આવ્યું ન હતું, જ્યારે કેપ્ટન શિખર ધવને મેચની ટોસ દરમિયાન પણ કોઈ માહિતી આપી ન હતી. જો કે, આ પછી બોર્ડે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા જાડેજાની ઈજા વિશે માહિતી આપી હતી.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે. નિવેદન અનુસાર, “ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને તેના કારણે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે વનડેમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સ્થિતિ પર નજર રાખી રહી છે અને તેના આધારે ત્રીજી વનડેમાં રમવા અંગે નિર્ણય લેવામાં આવશે.

ગિલ અને સેમસનનો સમાવેશ કરાયો

ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનને લઈને કેટલાક ચોંકાવનારા નિર્ણયો લીધા હતા, જેમાં સૌથી ચોંકાવનારો નિર્ણય ઓપનિંગ સ્પોટને લઈને હતો. યુવા બેટ્સમેન શુભમન ગિલને કેપ્ટન શિખર ધવન સાથે ઓપનિંગ કરવાની તક આપવામાં આવી છે. આ રીતે ગિલ દોઢ વર્ષ બાદ વનડે ટીમમાં પરત ફર્યો છે. તેણે તેની છેલ્લી વનડે ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમી હતી. તેના સિવાય આ મેચમાં સંજુ સેમસનને પણ તક આપવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">