IND vs SL 3rd T20 Highlight: શ્રીલંકા 2-1 થી T20 સિરીઝ વિજયી, શ્રીલંકાએ ત્રીજી T20 મેચ જીતી, હસારંગાની 4 વિકેટ

| Updated on: Jul 29, 2021 | 11:30 PM

India vs Sri Lanka 3rd T20 Highlight: T20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતે કંગાળ રમત દાખવી હતી. ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતાને લઇ ભારતે શ્રેણી ગુમાવવી પડી હતી. શ્રીલંકાએ બોલીંગ અને ફિલ્ડીંગમાં શાનદાર દેખાવ કર્યો હતો.

IND vs SL 3rd T20 Highlight: શ્રીલંકા 2-1 થી T20 સિરીઝ વિજયી, શ્રીલંકાએ ત્રીજી T20 મેચ જીતી, હસારંગાની 4 વિકેટ
India-vs-Sri-Lanka-Live

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આજે T20 સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઇ હતી. ભારતીય કેપ્ટન શિખર ધવને (Shikhar Dhawan) ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. મોટો સ્કોર ખડકવાની યોજના નિષ્ફળ રહેતા, ભારતીય ટીમે (Team India) ખરાબ શરુઆત કરી હતી. માત્ર 81 રન 20 ઓવરના અંતે કર્યા હતા. જેને શ્રીલંકન ટીમ 14.3 ઓવરમાં પાર કરી લેવામાં સફળ રહ્યુ હતુ.

શ્રીલંકા બેટીંગ ઇનીંગ

સિરીઝને જીતવાના મોકા સાથે શ્રીલંકન બેટ્સમેન લક્ષ્યનો પિછો કરવા માટે મેદાને આવ્યા હતા. મક્કમ અને ધીમી શરુઆત કરી હતી. જોકે 35 રનના સ્કોરમાં બંને ઓપનરોની વિકેટ શ્રીલંકાએ ગુમાવી દીધી હતી. જે બંને વિકેટ રાહુલ ચાહરે ઝડપી હતી. આવિષ્કા ફર્નાન્ડો 12 રન 18 બોલમાં કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. મિનોદ ભાનૂકા એ 27 બોલમાં 18 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.

સદિરા સમરાવિક્રમાએ 13 બોલમાં 6 રન કર્યા હતા. ધનંજ્ય ડી સિલ્વાએ 20 બોલમાં અણનમ 23 રન કર્યા હતા. જ્યારે વાનિન્દુ હસારંગા (Wanindu Hasaranga) એ 9 બોલમાં 14 રન અણનમ કર્યા હતા. આમ શ્રીલંકાએ ભારત સામેની શ્રેણીની શાનદાર રીતે જીતી લીધી હતી.

ભારત બોલીંગ ઇનીંગ

રાહુલ ચાહરે શાનદાર બોલીંગ કરી હતી. તેણે કરકસર ભરી બોલીંગની શરુઆત કરી હતી. તે ઓપનીંગ જોડીને તોડવા સાથે બંને ઓપનરોને પરત પેવેલિયન મોકલામાં સફળ રહ્યો હતો. રાહુલે 4 ઓવર કરીને 15 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તેણે ઓછા સ્કોર છતાં શ્રીલંકા પર દબાણ વધારી દીધુ હતુ. જોકે અન્ય બોલરો વિકેટ મેળવવામાં સફળ નહી રહેતા દબાણ લાંબો સમય ટકી શક્યુ નહોતુ. સંદિપ વોરિયર ખર્ચાળ બોલર સાબિત થયો હતો. તેણે 7.70 ઇકોનોમી થી 3 ઓવર કરી હતી. વરુણ ચક્રવર્તીએ 3 ઓવરમાં 12 રન આપ્યા હતા. ભૂવનેશ્વર કુમારે 2 ઓવરમાં 9 રન આપ્યા હતા.

ભારતની બેટીંગ ઇનીંગ

કેપ્ટન શિખર ધવનના રુપમાં જ ભારતે વિકેટ ગુમાવવાની શરુઆત કરી હતી. કેપ્ટન ધવન શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. દેવદત્ત પડીક્કલના રુપમાં 23 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. 24 રનના સ્કોર પર સંજૂ સેમસન અને 25 રનના સ્કોર પર ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી હતી. આમ ભારત પ્રથમ 5 ઓવરમાં જ ભારતે 4 વિકેટ ગુમાવીને મુશ્કેલ સ્થિતી સર્જી દીધી હતી. ગાયકવાડે 10 બોલમાં 14 રન, પડિક્કલ 15 બોલમાં 9 રન અને સેમસન શૂન્ય રને આઉટ થયો હતો.

ભૂવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે ઇનીંગને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ભૂવનેશ્વર 32 બોલમાં 16 રન કરીને આઉટ થયો હતો. રાહુલ ચાહર 5 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. વરુણ ચક્રવર્તીએ શૂન્ય પર આઉટ થયો હતો. કુલદીપ યાદવે અણનમ 23 રન, 28 બોલમાં કર્યા હતા. ચેતન સાકરીયાએ અણનમ 5 રન કર્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Jul 2021 11:03 PM (IST)

    શ્રીલંકા એ 7 વિકેટે ભારત સામે જીત મેળવી

  • 29 Jul 2021 11:00 PM (IST)

    વાઇડ બોલ ના રન સાથે શ્રીલંકાએ ટી20 સિરીઝ જીતી લીધી,

  • 29 Jul 2021 10:58 PM (IST)

    શ્રીલંકાએ સ્કોર બરાબર કર્યો

  • 29 Jul 2021 10:53 PM (IST)

    ઓવર થ્રો માં ચોગ્ગો શ્રીલંકાને ચોગ્ગો મળ્યો

  • 29 Jul 2021 10:52 PM (IST)

    ડી સિલ્વાએ લગાવ્યો ચોગ્ગો

    હસારંગા બાદ ડી સિલ્વા એ ચોગ્ગો લગાવ્યો હતો. સંદિપ વોરિયરની ઓવરમાં ડી સિલ્વાએ ચોગ્ગો લગાવ્યો હતો.

  • 29 Jul 2021 10:50 PM (IST)

    હસારંગા એ મેળવી બાઉન્ડરી

    શ્રીંલકા એ પાછળની 5 ઓવરમાં પ્રતિ બોલના ધોરણે રન મેળવવાનુ જારી રાખ્યુ છે. આ દરમ્યાન હસારંગાએ કુલદીપ યાદવ ની ઓવરમાં ચોગ્ગો લગાવ્યો હતો.

  • 29 Jul 2021 10:46 PM (IST)

    રાહુલ ચાહરે ત્રીજી વિકેટ ઝડપી, સમરાવિક્રમા આઉટ

    રાહુલ ચાહરનો કમાલ જારી છે. તેણે વધુ એક શ્રીલંકન બેટ્સમેનને પેવેલિયન પરત મોકલ્યો છે.

  • 29 Jul 2021 10:46 PM (IST)

    શ્રીલંકાના બાઉન્ડરી સાથે 50 રન પૂરા

  • 29 Jul 2021 10:38 PM (IST)

    10 ઓવરના અંતે શ્રીલંકા 42-02

  • 29 Jul 2021 10:29 PM (IST)

    રાહુલ ચાહરે બીજી સફળતા અપાવી, ભાનૂકા આઉટ

    રાહુલ ચાહરે બીજી વિકેટ ઝડપી હતી. આઠમી ઓવરમાં મિનોદ ભાનૂકાને એલબીડબલ્યુ આઉટ કરી પેવેલિયન પરત મોકલ્યો હતો. ભાનૂકાએ ડીઆરએસ નો ઉપયોગ કર્યો હતો.

  • 29 Jul 2021 10:19 PM (IST)

    મિનોદ ભાનુકાએ લગાવી બાઉન્ડરી

    શ્રીલંકાના મિનોદ ભાનૂકાએ સંદિપ વોરિયરના બોલને વિકેટકીપર ની પાછળની બાજૂ તરફ બોલને મોકલીને શાનદાર બાઉન્ડરી મેળવી હતી.

  • 29 Jul 2021 10:14 PM (IST)

    રાહુલ ચાહરે અપાવી પ્રથમ સફળતા

    રાહુલ ચાહરે પ્રથમ સફળતા ભારતને છઠ્ઠી ઓવરમાં અપાવી હતી. રાહુલ ચાહરે આવિષ્કા ફર્નાન્ડોની વિકેટ ઝડપી ઓપનીંગ જોડીને તોડવામાં સફળતા મેળવી હતી.

  • 29 Jul 2021 10:12 PM (IST)

    5 ઓવરના અંતે શ્રીલંકા એ 22 રન કર્યા

  • 29 Jul 2021 10:05 PM (IST)

    શ્રીલંકન ઇનીંગની પ્રથમ બાઉન્ડરી

    વરુણ ચક્રવર્તીની ઓવર દરમ્યાન આવિષ્કા ફર્નાન્ડોએ બાઉન્ડરી લગાવી હતી. વન બાઉન્સ બોલને બાઉન્ડરીની બહાર મોકલીને ચોગ્ગો મેળવ્યો હતો.

  • 29 Jul 2021 09:55 PM (IST)

    બીજી ઓવરમાં વરુણ ચક્રવર્તીને અજમાવ્યો

    વરુણ ચક્રવર્તીએ શિખર ધવનની અપેક્ષા મુજબ કરકસર ભરી બોલીંગ કરી માત્ર 2 રન જ ગુમાવ્યા હતા.

  • 29 Jul 2021 09:47 PM (IST)

    શ્રીલંકાની બેટીંગ ઇનીંગ શરુ

  • 29 Jul 2021 09:33 PM (IST)

    ભારતની બેટીંગ ઇનીંગ સમાપ્ત, 8 વિકેટે 81 રન નો સ્કોર કર્યો

  • 29 Jul 2021 09:27 PM (IST)

    જન્મદિવસ પર હસરંગાનો રેકોર્ડ

    વાનિંન્દુ હસારંગાનો આજે જન્મદિવસ છે અને શ્રીલંકાના આ સ્પિનરે શાનદાર પ્રદર્શન સાથે ઉજવ્યો છે. તેની ઓવરોના સ્પેલમાં હસારંગાએ માત્ર 9 રન આપ્યા હતા. તેણે 4 વિકેટ ઝડપી હતી. ટી20 માં જન્મદિવસે શ્રેષ્ઠ બોલિંગનો આ રેકોર્ડ છે. આ અગાઉ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ઇમરાન તાહિરે તેના જન્મદિવસ પર 21 રનમાં 4 વિકેટ મેળવી હતી.

  • 29 Jul 2021 09:17 PM (IST)

    ભારતે 8 મી વિકેટ ગુમાવી, વરુણ ચક્રવર્તી આઉટ

  • 29 Jul 2021 09:09 PM (IST)

    રાહુલ ચાહરે લગાવી બાઉન્ડરી, લાંબા સમય બાદ ચોગ્ગો

    રાહુલ ચાહરે લાંબા સમય બાદ ટીમને બાઉન્ડરી અપાવી હતી. વિકેટો પડવા લાગતા દબાણની સ્થિતીમાં ભારતીય ટીમ તરફ થી લાંબા સમય બાદ બાઉન્ડરી  મળી હતી.

  • 29 Jul 2021 09:08 PM (IST)

    ભૂવનેશ્વર કુમારના રુપમાં છઠ્ઠી વિકેટ

  • 29 Jul 2021 09:02 PM (IST)

    ભારતે 50 નો આંક વટાવ્યો, 14 મી ઓવર ખતમ

  • 29 Jul 2021 08:59 PM (IST)

    કુલદીપ-ભૂવીની જોડી સંભાળી રહી છે, બેટીંગ મોર્ચો

    કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમાર શ્રીલંકન બોલરો સામે રમી રહ્યા છે. ટીમને પુરી 20 ઓવર સુધી લઇ જવાની કોશીષ કરી રહ્યા છે. શ્રીલંકાના બોલરો સતત વિકેટ પર એટેક કરી રહ્યા છે. ભારતીય ઇનીંગને જલ્દી થી સમેટવાની કોશીષ કરી રહ્યા છે.

    ભારતે 13 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 48 રન કર્યા છે

  • 29 Jul 2021 08:48 PM (IST)

    10 ઓવરના અંતે ભારતીય ટીમ 39 રન

    ભારતીય ટીમ તરફ થી બાઉન્ડરી આવવી બંધ થઇ ચુકી છે અને વિકેટો ગુમાવાઇ રહી છે. આવી સ્થિતીમાં ભારતીય ટીમ મુશ્કેલ સ્થીતીમાં ઇનીંગને પસાર કરી રહી છે.

    10 ઓવરમાં અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર

    ભારતીય ટીમે 10 ઓવરમાં 39 રન કર્યા છે. સાથે જ 5 વિકેટ ગુમાવી છે. ટી20 મેચોમાં ભારતની પ્રથમ 10 ઓવરમાં આજ સુધીનો સૌથી ઓછો સ્કોર નોંઘાયો છે. ટીમના મહત્વના પાંચ બેટ્સમેન આઉટ થઇ ચુક્યા છે. હાલમાં ક્રિઝ પર ભૂવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવ છે.

  • 29 Jul 2021 08:45 PM (IST)

    નિતીશ રાણા ની વિકેટ

    ભારતીય ટીમની મુશ્કેલી સ્થિતી વધુ કપરી બનતી જઇ રહી છે. ભારતીય ટીમ પુરી રીતે દબાણની સ્થિતીમાં આવી ચુકી છે. નિતીશ રાણા પણ પેવેલિયન પરત ફરી જતા, ભારતે 5 વિકેટ ગુમાવી દીધી છે. આમ હવે ભારતની ઇનીંગ હવે મુશ્કેલ બની ચુકી છે.

  • 29 Jul 2021 08:32 PM (IST)

    6 ઓવરના અંતે ભારત 29-4

    ભારતીય ટીમ મહત્વની મેચમાં મુશ્કેલ સ્થિતીમાં આવી ચુકી છે. ભારતે એક બાદ એક ચાર વિકેટ ગુમાવી દીધી છે. મહત્વના શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, સંજૂ સેમસન અને દેવદત્ત પડીક્કલ જેવા મહત્વના બેટ્સમેનો જલ્દી પેવેલિયન પરત ફર્યા છે.

  • 29 Jul 2021 08:28 PM (IST)

    ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ, ભારત 25-4

  • 29 Jul 2021 08:24 PM (IST)

    સંજૂ સેમસનના રુપમાં ત્રીજી વિકેટ, ભારત 24-3

  • 29 Jul 2021 08:19 PM (IST)

    દેવદત્ત પડીક્કલે ગુમાવી વિકેટ

    ભારતને માટે શિખર ધવન બાદ આ બીજો મોટો ઝટકો હતો. પડીક્કલ રન આઉટના રુપમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

  • 29 Jul 2021 08:19 PM (IST)

    ઋતુરાજ ગાયકવાડે લગાવ્યો ચોગ્ગો

  • 29 Jul 2021 08:18 PM (IST)

    શિખર ધવનના નામે અણગમતો રેકોર્ડ

    શિખર ધવન આજે ખાતુ ખોલાવી શક્યો નહોતો. આ સાથે જ તેના નામે એક અણગમતો રેકોર્ડ નોંધાઇ ચુક્યો છે. તે પ્રથમ ભારતીય કેપ્ટન છે. જે T20 માં ગોલ્ડન ડક પર વિકેટ ગુમાવી બેઠો છે. (ગોલ્ડન ડક- પ્રથમ બોલ પર જ શૂન્ય પર આઉટ)

  • 29 Jul 2021 08:08 PM (IST)

    પડીક્કલે બાઉન્ડરી લગાવી

    કરુણારત્નેની ઓવરમાં દેવદત્ત પડીકલે બાઉન્ડરી લગાવી હતી.

  • 29 Jul 2021 08:03 PM (IST)

    શિખર ધવનના રૂપમાં પ્રથમ ઝટકો

    શિખર ધવન ના રૂપમાં ભારતીય ટીમને પ્રથમ ઝટકો  લાગ્યો છે. ભારતે 5 રનના સ્કોર પર જ પ્રથમ ઓવરમાં વિકેટ ગુમાવી હતી. શિખર ધવને શૂન્ય રન પર જ તેના પ્રથમ બોલે સ્લીપમાં કેચ આઉટ આપી બેઠો હતો.

  • 29 Jul 2021 08:01 PM (IST)

    ગાયકવાડે લગાવી ઇનીંગની પ્રથમ બાઉન્ડરી

    પ્રથમ ઓવર લઇને આવેલા ચામિરાના બીજા બોલ પર ગાયકવાડે શાનદાર બાઉન્ડરી લગાવી હતી. આમ ગાયકવાડે ઇનીંગની પ્રથમ બાઉન્ડરી લગાવી હતી.

  • 29 Jul 2021 08:00 PM (IST)

    ભારતની બેટીંગ ઇનીંગ શરુ

    ઋતુરાજ ગાયકવાડ અને શિખર ધવન ક્રિઝ પર આવી પહોંચ્યા હતા. બંને એ રમતની શરુઆત કરી હતી.

  • 29 Jul 2021 07:49 PM (IST)

    નવદીપ સૈની પર BCCI એ આપી જાણકારી

    ટીમ ઇન્ડીયાના પેસર નવદીપ સૈની પર બીસીસીઆઇ તરફ થી અપડેટ આપવામાં આવ્યુ છે. બોર્ડે બતાવ્યુ હતુ કે, સૈનીના ખભામાં ઇજા પહોંચી છે. બોર્ડ ની મેડીકલ ટીમ તેની પર નજર બનાવી રાખી રહ્યુ છે. ઇજાની ગંભીરતાને જાણવા માટે સૈનીને સ્કેન કરવામાં આવી શકે છે.

  • 29 Jul 2021 07:47 PM (IST)

    શ્રીલંકાની પ્લેયીંગ ઇલેવન

    શ્રીલંકન ટીમમાં પણ એક પરીવર્તન કરવામાં આવ્યુ છે. ઇજાગ્રસ્ત ઓલરાઉન્ડર ઇસુરુ ઉડાનાના સ્થાને બેટ્સમેન પથુમ નિસંકાને સમાવાયો છે.

    આ છે શ્રીલંકાની પ્લેયીંગ ઇલેવન-

  • 29 Jul 2021 07:44 PM (IST)

    ટીમ ઇન્ડીયાની પ્લેયીંગ ઇલેવન

    ભારતીય ટીમમાં ફક્ત એક જ પરીવર્તન કરવામાં આવ્યુ છે. ટીમ આજે પણ 5 મુખ્ય બેટ્સમેનો સાથે ઉતરી રહી છે.

    આજ માટે ભારતની પ્લેયીંગ ઇલેવન આ મુજબ છે-

  • 29 Jul 2021 07:38 PM (IST)

    ભારતે ટોસ જીત્યો, પ્રથમ બેટીંગ પસંદ કરી

    ભારતીય કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન શિખર ધવને કહ્યુ હતુ કે, ટીમની બોલીંગ મજબૂત છે.  તેઓ મોટો સ્કોર ખડકીને ડિફેન્ડ કરવા ઇચ્છશે. ભારતીય ટીમમાં ફક્ત એક પરીવર્તન કરવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકન ટીમમાં પણ પરીવર્તન કરવામાં આવ્યુ છે.

  • 29 Jul 2021 07:36 PM (IST)

    ટીમ ઇન્ડીયામાં વધુ એક ડેબ્યૂ

    ત્રીજી અને અંતિમ T20 મેચ માટે બંને ટીમો તૈયાર છે. જે નિર્ણય કરશે કે સિરીઝ પર કબ્જો કઇ ટીમનો હશે. આ પૂરા પ્રવાસની માફક આજે પણ વધુ એક ખેલાડી ભારતીય ટીમ વતી ડેબ્યૂ કરી રહ્યો છે. ઇજાગ્રસ્ત નવદીપ સૈનીના સ્થાને સંદિપ વોરિયરને પ્લેયીંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

Published On - Jul 29,2021 11:03 PM

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">