Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL, 1st Test, LIVE Streaming: વિરાટ કોહલી રમશે 100મી ટેસ્ટ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઇ શકાશે

ભારત અને શ્રીલંકા (India Vs sri lanka) વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે, જેની પ્રથમ મેચ મોહાલી (Mohali Test) માં રમાશે. વિરાટ કોહલીના માટે આ ટેસ્ટ કરીયરની 100મી ટેસ્ટ હશે.

IND vs SL, 1st Test, LIVE Streaming: વિરાટ કોહલી રમશે 100મી ટેસ્ટ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઇ શકાશે
Virat Kohli તેના કરિયરની 100મી ટેસ્ટ મેચ રમનાર છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 7:42 PM

ટી20 સીરીઝ બાદ ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાશે. બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. આ પ્રથમ વખત હશે જ્યારે ટીમનો નવો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ટેસ્ટ ફોર્મેટમાં કમાન સંભાળશે. વિરાટ કોહલી (Virat Kohli) માટે આ મેચ ઘણી મહત્વની છે. મોહાલી ટેસ્ટ વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીની 100મી મેચ છે. એવું લાગતું નથી કે કોહલીને શ્રીલંકાના સુરંગા લખમલ, લાહિરુ કુમારા અથવા લસિથ એમ્બુલડેનિયા જેવા બોલરો આક્રમણ સામે રમવામાં કોઈ મુશ્કેલી પડશે. તે ચોક્કસપણે તેના ચાહકોને તેની કવર ડ્રાઇવ્સ, ડ્રાઇવ્સ, ફ્લિક્સ અને પુલ્સ દ્વારા આકર્ષિત કરવા માંગશે.

બધાની નજર રોહિતની કેપ્ટનશીપ કૌશલ્ય પર રહેશે કારણ કે ટેસ્ટ મેચોનો માહોલ એક સત્રમાં બદલાઈ જાય છે. આવી પરિસ્થિતિઓમાં તેમની નેતૃત્વ કૌશલ્યની વાસ્તવિક કસોટી થશે. આમાં પણ તેની પ્રથમ કસોટી ટીમ કોમ્બિનેશન વિશે હશે. પૂજારા અને રહાણે જેવા બેટ્સમેનોની ગેરહાજરીમાં તે કેવા પ્રકારનું સંયોજન લઈને આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

બેટિંગ ક્રમમાં ફેરફાર જોવા મળશે

પૂજારાના ત્રીજા નંબર પર શુભમન ગિલને મેદાનમાં ઉતારવામાં આવે તેવી પૂરી સંભાવના છે. રહાણેના નંબર પાંચ માટે હનુમા વિહારી અને શ્રેયસ ઐયરના રૂપમાં બે દાવેદાર છે. વિહારીએ વિદેશમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેની કુશળતા બતાવી છે જ્યારે અય્યરે ન્યૂઝીલેન્ડ સામેની તેની ડેબ્યૂ મેચમાં સદી ફટકારીને તેની કુશળતા દર્શાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-03-2025
IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 04 માર્ચ (શુક્રવાર)ના રોજ રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ક્યાં રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ પંજાબના આઇએનએસ બિન્દ્રા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ 09:00 વાગ્યે થશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો?

ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઇ શકાશે?

મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચોઃ IND vs SA: રાજકોટમાં રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચ, BCCI એ શ્રેણીની તૈયારી શરુ કરી

આ પણ વાંચોઃ Russia Ukraine War: પુતિનની નજીકના મનાતા રશિયન અરબોપતિ વેચી દેશે ચેલ્સી ફુટબોલ ક્લબ, યુક્રેનને આ રીતે કરશે મદદ

સ્વામીનારાયણનો વધુ એક હરીભક્તે ગંગા નદી અંગે આપ્યુ વિવાદી નિવેદન
સ્વામીનારાયણનો વધુ એક હરીભક્તે ગંગા નદી અંગે આપ્યુ વિવાદી નિવેદન
અમરેલીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથમાં માર્યા કાપા
અમરેલીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથમાં માર્યા કાપા
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
g clip-path="url(#clip0_868_265)">