IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાંથી જસપ્રીત બુમરાહ બહાર, મોહમ્મદ સિરાજનો કરાયો સમાવેશ

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેમના સ્થાને મોહમ્મદ સિરાજ (Mohammed Siraj ) ને તક આપવામાં આવી છે.

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાંથી જસપ્રીત બુમરાહ બહાર, મોહમ્મદ સિરાજનો કરાયો સમાવેશ
Mohammed Siraj ને બુમરાહના સ્થાને સામેલ કરાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 10:07 AM

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેમના સ્થાને મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ને તક આપવામાં આવી છે. BCCI એ શુક્રવારે આ અંગે જાહેરાત કરી. સિરાજ દક્ષિણ આફ્રિકા સામેની બાકીની 2 T20 મેચમાં જોવા મળશે. બીજી મેચ ગુવાહાટીમાં અને ત્રીજી મેચ ઈન્દોરમાં રમાશે. બુમરાહે સિરીઝની શરૂઆત પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

હવે BCCIની મેડિકલ ટીમ જસપ્રીત બુમરાહની ઈજા પર નજર રાખી રહી છે. બુમરાહ પીઠના સ્ટ્રેસ ફ્રેક્ચરથી પીડિત છે. એવા પણ સમાચાર છે કે તે T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ શકે છે. તેને ત્રીજી વખત સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બુમરાહને પરત ફરવામાં લાંબો સમય વિતી શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુમરાહને સાજા થવામાં 4 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. બુમરાહ પહેલા પણ આ ઈજા સાથે સંઘર્ષ કરી ચુક્યો છે અને ફરી એકવાર તેના સ્ટ્રેસ ફ્રેક્ચરે ભારત માટે મુશ્કેલી ઊભી કરી છે. ભારતના સ્ટાર બોલરે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં લાંબા આરામ બાદ પુનરાગમન કર્યું હતુ.

બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ આરામ પર હતો

વાસ્તવમાં, બુમરાહ ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફર્યા બાદ બે મહિનાના આરામ પર હતો. તેણે ઈજામાંથી બહાર આવવા માટે એનસીએમાં પણ સમય વિતાવ્યો હતો. આ પછી તે આ જ મહિનામાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી20 મેચમાં મેદાનમાં પાછો ફર્યો હતો, પરંતુ 2 મેચ રમ્યા બાદ તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો.

સિરાજે અંતિમ ટી20 મેચ ગત ફેબ્રુઆરીમાં રમી હતી

સિરાજની વાત કરીએ તો ભારત માટે તેની છેલ્લી T20 મેચ 27 ફેબ્રુઆરી 2022 ના રોજ શ્રીલંકા સામે હતી. ત્યારથી તે ટી-20 ટીમમાંથી પણ બહાર હતો. ભારત માટે 5 ટી20 મેચ રમનાર સિરાજને પહેલાથી જ બુમરાહના વિકલ્પ તરીકે ગણવામાં આવી રહ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની શરૂઆતથી જ પસંદગીકારોએ બુમરાહના સ્થાને કામ શરૂ કરવા માટે સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા હતો.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">