T20 World Cup: ભારત-દક્ષિણ આફ્રિકા ફાઈનલ પહેલા બાર્બાડોસમાં વરસાદ, મેચ ધોવાઈ જાય તો ટ્રોફી કોને મળશે? જાણો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં T20 વિશ્વકપ 2024 ની ફાઈનલ મેચ રમાનારી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા સહિત દુનિયાભરના ક્રિકેટ ચાહકોમાં ગજબનો ઉત્સાહ છે. આ દરમિયાન અહીં વરસાદ વિલન બનવાની પૂરી સંભાવના હોવાની ચિંતા ચાહકોને સતાવી રહી છે.
T20 વિશ્વકપ 2024 ની ફાઈનલ મેચને આડે હવે માત્ર થોડોક જ સમય બાકી છે. આ પહેલા બાર્બાડોસમાં વરસાદી માહોલ થયો હોવાને લઈ ક્રિકેટ ચાહકોમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. કારણ કે બંને ટીમો વિશ્વ ચેમ્પિયન બનવા માટેની રાહ લાંબા સમયથી જોઈ રહી છે. શનિવારે પણ ફાઈનલ મેચમાં વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. આ દરમિયાન બંને ક્રિકેટ ટીમના ચાહકોને એ ચિંતા છે, કે શનિવારની ફાઈનલ મેચમાં વરસાદ વિલન બને તો શું થઈ શકે.
ભારતીય ચાહકોને ફરી એક વાર વિશ્વ વિજેતા ટીમ બનવાની ખુશીઓ મનાવવાનો મોકો છે. એક દશક કરતા વધારે સમયથી ભારતીય ક્રિકેટ ચાહકો આ ઘડીની રાહ જોઈ રહ્યા છે. ત્યાં હવે વરસાદ તેમની ખુશીઓ આડે આવે એવી ચિંતા સતાવી રહી છે.
બાર્બાડોસમાં કેવું છે હવામાન?
T20 વિશ્વકપ 2024 ની ફાઈનલ મેચ શરુ થવા પહેલા બાર્બાડોસમાં હવામાન કેવું છે એ જાણી લઈએ. બાર્બાડોસમાં ફાઈનલ મેચ રમાનારી છે. જ્યાં 28 જૂનની રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. સોશીયલ મીડિયા પર આ અંગેની જાણકારી પણ કેટલાક સ્પોર્ટ્સ જર્નાલીસ્ટ દ્વારા શેર કરવામાં આવી હતી. આ પ્રકારની તસ્વીરો શેર થવા સાથે જ ક્રિકેટ ચાહકોને ચિંતા વધવા લાગી હતી.
RAIN UPDATE
– Time: 2:30AST (12:00IST)#INDvsSA2024 #Barbados
It’s absolutely pouring right now, 3KM away from Kensington Oval Barbados. India vs South Africa final match likely to get delayed.#INDvsSAFinal | #RohitSharma | #ViratKohli pic.twitter.com/8JijloMSz1
— Indian Cricket Team (Parody) (@incricketteam) June 29, 2024
29 જૂન, એટલે કે શનિવારે પણ વરસાદની સંભાવના છે. શનિવારે 70 ટકા વરસાદની સંભાવના છે. આમ વરસાદ ફાઈનલ મેચમાં વિલન બની શકે એવી પૂરી શક્યતાઓ રહેલી છે. આવામાં મેચમાં ખલેલ પહોંચવાની સંભાવના વધારે છે. જોકે રવિવારે બાર્બાડોસમાં વરસાદની સંભાવના ઓછી હોવાનું સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે.
રવિવાર ફાઈનલ માટે રિઝર્વ ડે
સેમીફાઈનલમાં આઈસીસીએ એક રિઝર્વ ડે એક મેચ માટે ઉપલબ્ધ રાખ્યો હતો. જે પ્રથમ સેમીફાઈનલ મેચ માટે રાખ્યો હતો. એટલે કે, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નહોતો. જોકે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં 240 મિનિટ એક્સ્ટ્રા રાખવામાં આવી હતી. એટલે કે 4 કલાક અને 10 મિનિટનો સમય વધારે આપવામાં આવ્યો હતો.
ફાઈનલ મેચ માટે આઈસીસીએ રવિવારને રિઝર્વ ડે જાહેર કરેલ છે. એટલે કે 30 જૂન ફાઈનલ માટે રિઝર્વ ડે જાહેર કર્યો છે. એટલે કે 29 જૂને વરસાદ વરસે અને મેચમાં વિઘ્ન સર્જાય તો, રવિવારે ફાઈનલ મેચ પૂર્ણ કરી શકાય. આમ શનિવારે મેચ સંપૂર્ણ થતી નથી તો, રવિવારે મેચ પૂર્ણ કરી શકાશે. બંને દિવસ માટે આઈસીસીએ 190 મિનિટનો વધારો સમય પણ રાખ્યો છે. જેથી પ્રયાસ એ રહેશે કે, શનિવારે જ મેચનું પરિણામ સામે આવી શકે.
મેચ સંપૂર્ણ ધોવાઈ જાય તો?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ફાઈનલ મેચમાં બંને દિવસે વરસાદ વિલન બને અને સંપૂર્ણ મેચ વિલન બનીને ધોઈ નાંખે તો શું થઈ શકે. એટલે કે વરસાદના કારણે બંને દિવસે મેચનું પરિણામ સામે ના આવે અને મેચ રદ કરવી પડે એવી સ્થિતિમાં ટ્રોફી કોને હિસ્સે જઈ શકે.
આમ થવા પર આઈસીસી દ્વારા બંને ટીમોને સંયુક્ત વિજેતા ઘોષિત કરી શકે છે. આમ બંને ટી20 વિશ્વકપની ટ્રોફીને ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે ઘોષિત કરવામાં આવી શકે છે.