IND Vs SA Playing XI: ભારતે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી, અર્શદીપ સિંહને ઈજા, વિરાટ કોહલીને આરામ અપાયો, જુઓ પ્લેઈંગ ઈલેવન

IND vs SA 2nd T20 Playing 11: ઈન્દોરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ રમાઈ રહી છે. ભારત પહેલા જ શ્રેણી જીતી ચૂક્યું છે.IND vs SA 2nd T20 Playing 11: ઈન્દોરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ રમાઈ રહી છે. ભારત પહેલા જ શ્રેણી જીતી ચૂક્યું છે.

IND Vs SA Playing XI: ભારતે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી, અર્શદીપ સિંહને ઈજા, વિરાટ કોહલીને આરામ અપાયો, જુઓ પ્લેઈંગ ઈલેવન
Team India સિરીઝમાં 2-0 થી લીડ ધરાવે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 10:53 PM

ભારત પહેલા જ દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) સામે ટી-20 શ્રેણી જીતી ચૂક્યું છે. ભારત શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે ઈન્દોરમાં મેદાનમાં ઉતરી રહ્યું છે. T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પહેલા ભારતની આ છેલ્લી T20 સિરીઝ છે અને આ ખાસ મેચમાં ટોસ ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ના પક્ષમાં ગયો અને તેણે પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું. ભારતે 3 ફેરફાર કર્યા છે. લાંબા સમય બાદ ફોર્મમાં પરત ફરેલા વિરાટ કોહલી અને ઓપનર કેએલ રાહુલને ત્રીજી મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. બંને સ્ટાર્સ હવે સીધા ઓસ્ટ્રેલિયામાં રમતા જોવા મળશે. અર્શદીપ સિંહને ઈજા પહોંચી છે.

તે જ સમયે, અર્શદીપ સિંહ સંપૂર્ણ રીતે ફિટ ન હોવાના કારણે ત્રીજી T20 મેચમાંથી બહાર થઈ ગયો છે. તેણે છેલ્લી મેચમાં 2 વિકેટ લીધી હતી. છેલ્લી મેચમાં કોહલી, રાહુલ અને અર્શદીપની જગ્યાએ શ્રેયસ અય્યર, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજને તક આપવામાં આવી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે પ્રથમ T20 મેચ 8 વિકેટે અને બીજી મેચ 16 રનથી જીતી હતી. આ બંને મેચમાં સૂર્યકુમાર યાદવનું બેટ જોરદાર ચાલ્યુ હતું. તેણે શરૂઆતની બંને મેચમાં અડધી સદી ફટકારી હતી.

રાહુલ અને કોહલી ફોર્મમાં પરત ફર્યા

ગત મેચમાં કેએલ રાહુલે પણ 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની આ શ્રેણીમાં આ તેની બીજી અડધી સદી હતી. તે જ સમયે, કોહલી છેલ્લી મેચમાં 49 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતના બેટ્સમેનો જોરદાર દોડી રહ્યા છે, પરંતુ બોલરોએ વર્લ્ડ કપ પહેલા ટીમ મેનેજમેન્ટની માથાનો દુખાવો વધારી દીધો છે. આમ ભારતીય બોલરો માટે આજે લયમાં આવતા જણાય એવી આશા વર્તાઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભારતીય બોલરો ડેથ ઓવરોમાં ખૂબ રન લૂટાવી રહ્યા છે

છેલ્લી કેટલીક મેચોમાં ભારતીય બોલરો ડેથ ઓવરોમાં રનની ગતિને નિયંત્રિત કરી શક્યા નથી. છેલ્લી મેચમાં અર્શદીપ સિંહે 19મી ઓવરમાં 26 રન આપ્યા હતા જ્યારે અક્ષર પટેલે છેલ્લી ઓવરમાં 20 રન આપ્યા હતા.

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, આર અશ્વિન, દીપક ચહર, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">