India vs New Zealand, Women’s World Cup 2022, Live Score Highlights: રાજેશ્વરી ગાયકવાડે ન્યુઝીલેન્ડની રનની ગતિ પર લગાવી રોક
IND W vs NZ W, LIVE Cricket Score and Updates in Gujarati: ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ આજે તેની બીજી મેચ રમી રહી છે. આ સાથે જ ન્યુઝીલેન્ડની આ ત્રીજી મેચ છે. બંને ટીમો વચ્ચેની આ મેચ હેમિલ્ટનમાં રમાઈ રહી છે.
ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ આજે તેની બીજી મેચ રમી રહી છે. આ સાથે જ ન્યુઝીલેન્ડની આ ત્રીજી મેચ છે. બંને ટીમો વચ્ચેની આ મેચ હેમિલ્ટનમાં રમાઈ રહી છે. મેચની ટોસ પૂરી થઈ ગઈ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીત્યા બાદ બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી છે. ભારતીય ટીમે શેફાલી વર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધી છે. બીજી તરફ કિવી ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મિતાલી રાજના નેતૃત્વમાં ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવીને વિજયી શરૂઆત કરી છે. જ્યારે ન્યૂઝીલેન્ડને છેલ્લી બે મેચમાં એક જીત અને એક હારનો સામનો કરવો પડ્યો છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારતની પ્લેઈંગ ઈલેવન: સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, સ્નેહ રાણા, પૂજા વસ્ત્રાકર, ઝુલન ગોસ્વામી
ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન: સોફિયા ડિવાઈન, સુઝી બેટ્સ, એમેલિયા કર, એમી સેટર્થવેઈટ, લી તાહુહુ, મેડી ગ્રીન, ફ્રાન્સિસ મેકે, કેટ માર્ટિન, જેસ કર, હમૈ રોવ, હેલે યાનસેન
LIVE NEWS & UPDATES
-
એમેલિયા OUT
રાજેશ્વરી ગાયકવાડે ભારતીય ટીમને મહત્વની સફળતા અપાવી હતી. સેટ થઇ ચુકેલી એમેલિયા કરેની વિકેટ તેણે 22મી ઓવરના અંતિમ બોલ પર ઝડપી હતી. એમેલિયાને એલબીડબલ્યુ આઉટ કરી પેવેલિયન પરત મોકલી હતી.
-
એમેલિયાનુ અર્ધશતક
એમેલિયા કરે કિવી ટીમના માટે જવાબદારી પૂર્વક રમત રમીને અર્ધશતકીય ઇનીંગ રમી હતી. તેણે 64 બોલમાં 50રનની ઇનીંગ રમી હતી. ભારતીય બોલરો સામે તેણે લડત આપતી રમત રમી હતી.
-
-
15 ઓવર પછી ન્યુઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડે 15 ઓવર બાદ 2 વિકેટે 76 રન બનાવ્યા છે. એમેલિયા કર અને એમી ની જોડી ક્રિઝ પર છે. ભારતે અત્યાર સુધીની મેચમાં સારું બોલિંગ પ્રદર્શન કર્યું છે.
-
એમેલિયા કરે ઉપરા છાપરી બાઉન્ડરી ફટકારી
સોફિયાની વિકેટ ગુમાવ્યા બાદ એકાએક જ એમેલિયાએ આક્રમક સ્વરુપ દર્શાવ્યુ હતુ. તેણે ઇનીંગમાં પોતાની પ્રથમ બાઉન્ડરી ફટકારી હતી. તેણે દિપ્તી શર્મા લઇને આવેલી 12 મી ઓવરના ત્રીજા અને ચોથા બોલે સળંગ બે બાઉન્ડરી લગાવી હતી.
-
સોફિયા ડિવાઇન આઉટ
પૂજા વસ્ત્રાકરે મહત્વની વિકેટ ઝડપવામાં સફળતા મેળવી છે. પૂજાએ 11 મીઓવર લઇ આવતા તેના અંતિમ બોલ પર સોફિયાની વિકેટ મેળવી હતી. સોફિયાનો કેચ રિચા ઘોષે ઝડપ્યો હતો.
-
-
ન્યુઝીલેન્ડની ટીમે 50 નો સ્કોર પાર કર્યો
રાજેશ્વરી ગાયકવાડ 10મી ઓવર લઇને આવી હતી. આ ઓવરમાં ન્યુઝીલેન્ડની મહિલા ટીમે 50 નો સ્કોર પાર કર્યો હતો. કિવી જોડીએ બેટ્સની વિકેટ બાદ ટીમ માટે સંભાળ પૂર્વક રમત રમવા પ્રયાસ કર્યો હતો.
-
સોફિયાએ મેળવી 2 બાઉન્ડરી
છઠ્ઠી ઓવરમાં સોફિયાએ બે બાઉન્ડરી સળંગ ફટકારી હતી. ઝુલન ગોસ્વામી લઇને આવેલી ઓવરના પાંચમાં અને છઠ્ઠા બોલ પર સોફિયાએ બાઉન્ડરી ફટકારી હતી.
સ્કોરઃ ન્યુઝીલેન્ડ 31-1
-
સોફિયાની સળંગ બે બાઉન્ડરી
ઇનીંગની ચોથી ઓવર લઇને આવેલ મેઘના સિંહના બોલ પર સોફિયા ડેવાઇને ઉપરા છાપરી બે ચોગ્ગા મેળવ્યા હતા. ઓવરનો બીજો બોલ ફુલ ટોસ હતો તેને બાઉન્ડરી માટે ફટકાર્યો હતો. ત્રીજા બોલને પણ તેણે પોઇન્ટ તરફ ફટકાર્યો હતો અને તે બોલ પર તેને બાઉન્ડરી મળી હતી. આ પહેલા બીજો બોલ મેઘનાએ વાઇડ ફેંક્યો હતો.
-
ભારતને પ્રથમ સફળતા
હેમિલ્ટનમાં રમાઈ રહેલી મેચમાં ભારતને ન્યુઝીલેન્ડ સામે પ્રથમ સફળતા મળી હતી. આ સફળતા તેની ચુસ્ત ફિલ્ડિંગથી મળી છે. પૂજા વસ્ત્રાકરે તેના શાનદાર થ્રો થી સુઝી બેટ્સની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. તે માત્ર 5 રન બનાવીને રનઆઉટ થઈ ગઈ હતી.
-
મેચની શરુઆત
ન્યુઝીલેન્ડ તરફ થી સુઝી બેટ્સ અને સોફિયા ડેવાઇન ઓપનીંગ કરી રહ્યા છે. ભારત તરફ થી પ્રથમ ઓવર ઝુલન ગોસ્વામીએ કરી છે. પ્રથમ ઓવરમાં ઝુલને માત્ર 1 રન આપ્યો હતો.
-
ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન
સોફિયા ડેવાઈન, સુઝી બેટ્સ, એમેલિયા કર, એમી સેટર્થવેઈટ, લી તાહુહુ, મેડી ગ્રીન, ફ્રાન્સિસ મેકે, કેટ માર્ટિન, જેસ કર, હમૈ રોવ, હેલે યાનસેન
All set for Game 3! Unchanged and batting first against India at @seddonpark after Mithali Raj wins the toss and opts to bowl 🏏 Watch LIVE in NZ with @skysportnz or listen on @SENZ_Radio📲#CWC22 #MakeSomeNoise #NZvIND 📸 ICC/Getty pic.twitter.com/fQXKOdDPyG
— WHITE FERNS (@WHITE_FERNS) March 10, 2022
-
ભારતની પ્લેઈંગ ઈલેવન
સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, સ્નેહ રાણા, પૂજા વસ્ત્રાકર, ઝુલન ગોસ્વામી
🚨 Team News 🚨
1⃣ change for #TeamIndia as Yastika Bhatia is named in the team. #CWC22 | #NZvIND
Follow the match ▶️ https://t.co/zZzFTtBxPb
A look at our Playing XI 🔽 pic.twitter.com/FrcsObyZhE
— BCCI Women (@BCCIWomen) March 10, 2022
-
ભારતે ટોસ જીત્યો
ભારતીય ટીમના કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી છે. આમ ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ બેટીંગ કરવા મેદાને ઉતરશે
Published On - Mar 10,2022 6:27 AM