અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક મેચ રમાનારી છે. 3 મેચોની ટી20 સિરીઝ 1-1 થી બરાબરી પર છે, આજે મેચ જીતનારી ટીમ પોતાના હાથોમાં સિરીઝની ટ્રોફી ઉઠાવશે. રાંચીમાં રમાયેલ શ્રેણની પ્રથમ મેચ ભારતે 21 રનથી ગુમાવી હતી. બાદમાં લખનૌમાં રમાયેલી સિરીઝની બીજી મેચ ભારતે 6 વિકેટથી જીતી હતી. આમ હવે ત્રીજી અને અંતિમ મેચ નિર્ણાયક બની છે. જોકે આ મહત્વની મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓએ મનોરંજન માણ્યુ હતુ. બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણને જોવા માટે થિયેટરમાં પહોંચ્યા હતા.
શાહરુખ ખાન અને દિપીકા પદુકોણની ફિલ્મ હાલમાં ખૂબ ચર્ચાઓમાં છે. આ દરમિયાન ફિલ્મ કરોડો રુપિયાની કમાણી કરીને રેકોર્ડ તોડી રહી છે. આ દરમિયાન હવે ભારતીય ટીમના ખેલાડીઓ પણ પઠાણ ફિલ્મ જોવાનુ ચુક્યા નથી. તેઓએ અમદાવાદમાં ફિલ્મ જોવા જવા માટે સમય નિકાળ્યો હતો.
પઠાણ ફિલ્મ જોયા બાદ ટીમ ઈન્ડિયાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તમે ભારતીય ખેલાડીઓ જોઈ શકો છો. સોશિયલ મીડિયા પરની તસવીરમાં શુભમન ગિલ, ઈશાન કિશન, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ જોઈ શકાય છે.
View this post on Instagram
શાહરુખ ખાન ફેન ક્લબ દ્વારા પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તસ્વીર શેર કરી હતી. સાથે જ લખ્યુ હતુ કે, પઠાણ ફિવર દરેક જગ્યાએ!
#Pathaan fever everywhere! #TeamIndia at Newfangled Miniplex to watch the biggest hit of Hindi Cinema! PATHAAN 600 CRORES WORLDWIDE @iamsrk @yrf @BCCI #INDvsNZ #ShahRukhKhan pic.twitter.com/XoOGnicf2g
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) January 31, 2023
ભારત પ્રવાસે ન્યુઝીલેન્ડની ટીમે આવ્યા બાદ વનડે અને ટી20 મેચોની અત્યાર સુધીમાં 5 મેચો રમાઈ છે. જેમાં માત્રે એક જ વાર કિવી ટીમને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. બુધવારની ટી20 મેચ સાથે જ ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ પણ સમાપ્ત થશે. ન્યુઝીલેન્ડ માટે પ્રવાસમાં અત્યાર સુધી માત્ર નિરાશાઓ જ વધુ મળી છે. વનડે સિરીઝમાં રોહિત શર્મા અને તેની સેનાએ 3-0 થી સુપડા સાફ કરી દીધા હતા. ત્યાર બાદ ટી20 સિરીઝમાં એક માત્ર જીત રાંચીમાં મળી શકી છે. હવે અમદાવાદમાં મેચ ગુમાવવતા જ સિરીઝ ગુમાવીને ખાલી હાથે પરત ફરવુ પડી શકે છે.
આમ ન્યુઝીલેન્ડની ટીમ લાજ બચાવવા માટે આજે મેચ જીતીને સિરીઝ જીતવા માટે પુરી તાકાત લગાવશે. બીજી તરફ હાર્દિક પંડ્યા માટે અમદાવાદ એ તેના માટે ઘર આંગણે મેચ રમાઈ રહી છે. આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક અહીં જ પોતાની આગેવાનીમાં ફાઈનલમાં જીત મેળવી ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવી હતી. આમ હાર્દિક માટે પણ મહત્વની મેચ માનવામાં આવી રહી છે.