IND vs NED, ICC World Cup 2023 Live Score: અંતિમ લીગ મેચમાં ભારતે નેધરલેન્ડને 160 રને હરાવ્યું, વિરાટ-રોહિતે લીધી વિકેટ
વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચમાં નેધરલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર બેટિંગ કરતા 410 રન બેંગલુરુમાં ફટકાર્યા હતા. જેની સામે નેધરલેન્ડની ટીમ માત્ર 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 160 રનથી મેચ જીતી હતી. આ જીતમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ વિકેટ લઈ ભારતને જીત અપાવી હતી.

વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચમાં નેધરલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર બેટિંગ કરતા 410 રન ફટકાર્યા હતા. જેની સામે નેધરલેન્ડની ટીમ 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 160 રનથી જીતી મળી હતી. બેંગલુરુમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ વિકેટ લીધી હતી અને ભારતને જીત અપાવી હતી.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદમાં લુટ તથા પ્રોહિબિશનના 10 ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
- લુટ તથા પ્રોહિબિશનના 10 ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો..
- ક્રાઇમ બ્રાન્ચે આદિલ ઉર્ફે હવ્વા શેખ ની કરી ધરપકડ…
- શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમા 10 જેટલા પ્રોહીબિશન ગુના માં વોન્ટેડ હતો..
- ક્રાઇમ બ્રાંચ ની ટીમે રિવરફ્રન્ટ પરથી પકડ્યો..
- આરોપી બુટલેગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે…
-
IND vs NED live score : કેપ્ટન રોહિત શર્માએ લીધી વિકેટ
IND vs NED live score : ભારતીય કેપ્ટન રોહિત શર્માએ નેધરલેન્ડની અંતિમ વિકેટ ઝડપી ભારતને વર્લ્ડ કપમાં સતત નવમી મેચમાં જીત અપાવી હતી.
-
-
IND v NED ICC World Cup live score : બુમરાહે લીધી વિકેટ
IND v NED ICC World Cup live score : બેંગલુરુમાં ટીમ ઈન્ડિયા જીત તરફ અગ્રેસર, હવે માત્ર એક જીત દૂર ભારત, બુમરાહે ભારતને નવમી સફળતા અપાવી.
-
India Vs Netherlands ICC Match live score : જાડેજાએ ઝડપી વિકેટ
India Vs Netherlands ICC Match live score : કુલદીપ યાદવ બાદ રવીન્દ્ર જાડેજાએ ભારતને આઠમી સફળતા અપાવી હતી. જાડેજાની આ વિકેટ બાદ ભારત જીતથી હવે માત્ર બે વિકેટ જ દૂર છે.
-
IND v NED World Cup 2023 live score : કુલદીપની કમાલ બોલિંગ
IND v NED World Cup 2023 live score : નેધરલેન્ડ સામે ભારતના કુલદીપ યાદવે દમદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું, તેણે 10 ઓવરમાં 41 રન આપી બે વિકેટ ઝડપી હતી. તેની અંતિમ ઓવરમાં કુલદીપે એક વિકેટ ઝડપી હતી.
-
-
IND v NED Match live score : નેધરલેન્ડને મેચ જીતવા 60 બોલમાં 221 રનની જરૂર
IND v NED Match live score : ભારત સામે નેધરલેન્ડની સ્થિતિ 40 ઓવર બાદ કહર થઈ ગઈ છે. તેમને જીતવા 60 બોલમાં 221 રનની જરૂર છે, જ્યારે ભારતને હવે જીત માટે માત્ર 4 વિકેટની જરૂર છે.
-
India vs Netherlands live score : બૂમરાહે લીધી વિકેટ
India vs Netherlands live score : ચાર વિકેટ બાદ સેટ થઈ ગયેલ નેધરલેન્ડના બેટ્સમેનોની આગળ વધતી પાર્ટનરશીપને જસપ્રીત બુમરાહે તોડી હતી. બુમરાહે બાસ ડી લીડને ક્લીન બોલ્ડ કર્યો હતો અને ભારતને પાંચમી સફળતા અપાવી હતી.
-
IND vs NED live score : વિરાટ કોહલીએ લીધી વિકેટ
IND vs NED live score : બેટિંગમાં દમદાર ફિફ્ટી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ બોલિંગમાં પણ કમાલ કર્યો હતો. વિરાટે નેધરલેન્ડના કેપ્ટનને આઉટ કર્યો હતો. વિરાટે તેની બોલિંગથી મહેફિલ લૂંટી હતી.
-
India vs Netherlands Cricket Match live score : જાડેજાએ લીધી સેટ બેસ્ટમેનની વિકેટ
India vs Netherlands Cricket Match live score : નેધરલેન્ડના સેટ બેટ્સમેન મેક્સ ઓડોવને 30 રન પર આઉટ કરી જાડેજાએ ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. જાડેજાએ આવતાની સાથે જ તેની આ મેચની પહેલી જ ઓવરના અફેલા જ બોલ પર વિકેટ ઝડપી હતી.
-
IND v NED ICC World Cup live score : કુલદીપે ઝડપી વિકેટ
IND v NED ICC World Cup live score : પહેલી વિકેટ બાદ સારી બેટિંગ કરી રહેલ નેધરલેન્ડના બેટ્સમેનોની પાર્ટનરશીપને તોડવામાં કુલદીપ યાદવ સફળ રહ્યો હતો, કુલદીપે કોલિન એકરમેન 35 રન પર આઉટ કર્યો હતો.
-
India Vs Netherlands ICC Match live score : 10 ઓવર બાદ નેધરલેન્ડ 62/1
India Vs Netherlands ICC Match live score : બીજી ઓવરમાં પહેલી વિકેટ ગુમાવ્યા બાદ નેધરલેન્ડની મક્કમ બેટિંગ. કોલિન એકરમેન અને મેક્સ ઓડોવે બેટિંગને સંભાડી.
-
IND v NED World Cup 2023 live score : નેધરલેન્ડની પહેલી વિકેટ
IND v NED World Cup 2023 live score : ભારતના 411 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલ નેધરલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને બીજી જ ઓવર ઓપનરની વિકેટ ગુમાવી હતી. સિરાજે ભારતને પહેલી સફળતા અપાવી હતી.
-
IND v NED Match live score : ભારતનો સ્કોર 410/4
IND v NED Match live score : નેધરલેન્ડ સામે ભારતે વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં 410 રન ફટકાર્યા હતા. રોહિત, વિરાટ અને શુભમનની ફિફ્ટી બાદ શ્રેયસ અને રાહુલે ધમાકેદાર સદી ફટકારી ટીમનો સ્કોર 400ને પાર પહોંચાડ્યો હતો. ભારતે નેધરલેન્ડને જીતવા 411 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.
-
India vs Netherlands live score : કેએલ રાહુલની ધમાકેદાર સદી
India vs Netherlands live score : શ્રેયસ અય્યર બાદ સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે બે બોલમાં બે સિક્સર ફટકારી શાનદાર સદી પુરબ કરી હતી.
-
IND vs NED live score : શ્રેયસ અય્યરની શાનદાર સદી
IND vs NED live score : વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચમાં નેધરલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર બેટિંગ. મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે દમદાર બેટિંગ કરતાં શાનદાર સદી ફટકારી હતી.
-
IND vs NED LIVE Score: ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 304 રન
શ્રેયસ અય્યરની સાથે હવે કેએલ રાહુલે પણ ક્રિઝ પર જામયો છે. 42 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 304 રન છે. અય્યર 71 બોલમાં 80 અને રાહુલ49 બોલમાં 39 રને રમી રહ્યા છે. અય્યરે 8 ચોગ્ગા ફટકાર્યા છે. તે જ સમયે રાહુલના બેટમાંથી 7 ચોગ્ગા આવ્યા હતા.
-
IND vs NED Live Score: શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો
શ્રેયસ અય્યરે 42મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકારતા ભારતનો સ્કોર 300ને પાર થયો
-
IND vs NED Live Score: ભારતનનો સ્કોર 300ને નજીક
-
IND vs NED Live: રાહુલ-શ્રેયસ વચ્ચે શાનદાર ભાગીદારી
લોકેશ રાહુલ અને શ્રેયસ અય્યર વચ્ચે શાનદાર ભાગીદારી રહી છે. બંને બેટ્સમેન સારી ગતિએ રન બનાવી રહ્યા છે અને ટીમ ઈન્ડિયા મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. 41 ઓવર પછી ભારતનો સ્કોર 295/3 છે. હવે ભારત છેલ્લી 9 ઓવરમાં ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કરશે.
-
IND vs NED Live: કે.એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો
કે.એલ રાહુલે 41મી ઓવરમાં બીજા અને ત્રીજા બોલ પર ઉપરા ઉપરી બે ચોગ્ગા ફટકાર્યા
-
Ind vs Ned Live Score: ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 280
40 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 280 રન છે. શ્રેયસ અય્યર હવે ખુલીને બેટિંગ કરી રહ્યો છે. તે સાત ચોગ્ગાની મદદથી 71 રન પર છે. તેની સાથે કેએલ રાહુલ 5 ચોગ્ગા સાથે 36 રને રમી રહ્યો છે.
-
Ind vs Ned Live Score: શ્રેયસ અય્યરે સિક્સ ફટકારી
-
IND vs NED Live Score And Updates: શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની અડધી સદીની ભાગેદારી
શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે પણ અત્યાર સુધી અણનમ અડધી સદીની ભાગીદારી કરી છે. 38 ઓવર પછી સ્કોર 3 વિકેટે 266 રન છે. અય્યર 64 અને રાહુલ 29 રન પર રમી રહ્યા છે.
-
IND vs NED LIVE Score: કે.એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો
-
IND vs NED Live Score: ભારત પાસે 300થી વધુ રન બનાવવાની તક
37 ઓવર પછી ભારતનો સ્કોર 2 વિકેટે 257 રન છે.શ્રેયસ અય્યરે 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને સારા સ્કોર સુધી પહોંચાડી છે. ભારત પાસે 300થી વધુ રન બનાવવાની તક છે. શ્રેયસ અય્યર 62 અને રાહુલ 23 રન બનાવી રમી રહ્યો છે.
-
IND vs NED Live : કે.એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો
કે.એલ રાહુલે 37મી ઓવરના 5માં બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
IND vs NED Live: 36 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 251 રન
-
Ind vs Ned Live Score: ભારત પાસે 300થી વધુ રન બનાવવાની તક
શ્રેયસ અય્યરે 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને સારા સ્કોર સુધી પહોંચાડી છે. ભારત પાસે 300થી વધુ રન બનાવવાની તક છે.
-
IND vs NED Live Score And Updates: કેએલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો
-
IND vs NED Live Score And Updates: શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી
34 ઓવર પછી ટેમી ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 235 રન છે. શ્રેયસ અય્યર 54 અને કેએલ રાહુલ 10 રને રમી રહ્યા છે. અય્યર હવે દાવને આગળ લઈ જવા ઈચ્છશે.
-
IND vs NED Live Score And Updates: શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો
-
IND vs NED LIVE Score: શ્રેયસ અય્યર અડધી સદીની નજીક
33 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 224 રન છે. શ્રેયસ અય્યર 44 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 40 રન પર રમી રહ્યો છે. તેની સાથે કેએલ રાહુલ એક ફોર સાથે 09 રન પર છે.
-
IND vs NED Live Score: ભારતનો સ્કોર 200 રનને પાર
ભારતીય ટીમે 30 ઓવરમાં 2 વિકેટે 200 રનનો સ્કોર પાર કરી લીધો છે. આ દરમિયાન શ્રેયસ અય્યર 36 રન પર રમી રહ્યો છે. કે.એલ રાહુલ 5 રન બનાવી રમી રહ્યો છે.
-
IND vs NED Live Score And Updates: કે.એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો
કે.એલ રાહુલે 30મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
Ind vs Ned Live Score: ભારતની ત્રીજી વિકેટ પડી
વિરાટ કોહલીએ 53 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતનો સ્કોર 200 રનની નજીક પહોંચી ગયો છે. આ મેચમાં ભારતના ટોચના ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયા જોરદાર સ્કોર તરફ આગળ વધી રહી છે. આ અડધી સદી પુરી કરતા જ વિરાટ કોહલી પવેલિયન પરત ફર્યો હતો.
-
IND vs NED LIVE Score:ભારતનો સ્કોર 198/2
સારા ટોટલ તરફ આગળ વધી રહેલી ભારતીય ટીમે 28 ઓવરમાં 2 વિકેટે 198 રન બનાવી લીધા છે. વિરાટ કોહલીએ અડધી સદી પુરી કરી છે. જ્યારે શ્રેયસ અય્યર 30 રન બનાવીને રમી રહ્યો છે.
-
IND vs NED Live Score And Updates: વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી
-
IND vs NED Live Score: શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો
શ્રેયસ અય્યરે 28મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
IND vs NED Live : 26 ઓવર પછી ભારતનો સ્કોર 184/2
-
Ind vs Ned Live Score: શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો
-
Ind vs Ned Live Score: કોહલી અડધી સદી તરફ આગળ વધ્યો
25 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 178 રન છે. વિરાટ કોહલી 45 અને શ્રેયસ અય્યર 15 રને રમી રહ્યા છે. આ પહેલા શુભમન ગિલ અને રોહિત શર્મા અડધી સદી ફટકારીને આઉટ થયા હતા.
-
IND vs NED Live Score And Updates: ભારતનો સ્કોર બે વિકેટે 146 રન
21 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 146 રન છે. હાલમાં શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી ક્રિઝ પર છે.
-
IND vs NED Live: વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ક્રિઝ પર
-
IND vs NED LIVE Score: ભારતને બીજો ઝટકો, રોહિત શર્મા આઉટ
ટીમ ઈન્ડિયાએ 129ના કુલ સ્કોર પર 18મી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. રોહિત શર્મા 54 બોલમાં 61 રન બનાવીને આઉટ થયો હતો. બાસ ડી લીડેના બોલ પર સિક્સર મારવાના પ્રયાસમાં તે કેચ આઉટ થયો હતો. હવે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે.
-
IND vs NED LIVE Score:ભારતનો સ્કોર 122/1
16 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 122 રન છે. રોહિત શર્મા 51 બોલમાં 61 અને વિરાટ કોહલી 12 બોલમાં 06 રને રમી રહ્યો છે. ભારતના રનની ગતિ થોડી ધીમી પડી છે.
-
IND vs NED Live Score: ભારતનો સ્કોર 120 રનને પાર
-
IND vs NED Live: રોહિત શર્માએ અડધી સદી ફટકારી
રોહિત શર્માએ ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 44 બોલમાં 52 રન બનાવીને રમી રહ્યો છે. તેના બેટમાંથી અત્યાર સુધીમાં 8 ચોગ્ગા અને એક છગ્ગા આવી ચૂક્યા છે. 14 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 109 રન છે.
-
Ind vs Ned Live Score: શુભમન ગિલ આઉટ
શુભમન ગિલે માત્ર 30 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 3 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. જ્યારે રોહિત શર્મા 39 બોલમાં 46 રન બનાવીને રમી રહ્યો છે.ગિલ આઉટ 51 રન બનાવી આઉટ થયો છે.
-
Ind vs Ned Live Score: ભારતની અડધી સદી પૂરી થઈ
ભારતીય ટીમનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. રોહિત-ગિલની જોડી વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. 11 ઓવર પછી ભારતનો સ્કોર 95/0 હતો.
-
IND vs NED Live Score And Updates: શુભમન ગિલે સિક્સ ફટકારી
-
IND vs NED Live Score And Updates: ભારતનો સ્કોર 67 રન
8 ઓવર પછી ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 67 રન છે. રોહિત શર્મા 30 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 37 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે શુભમન ગિલ 18 બોલમાં 34 રન બનાવીને રમતમાં છે.
-
IND vs NED LIVE Score: શુભમન ગિલે સિક્સ ફટકારી
-
IND vs NED Live Score: ટીમ ઈન્ડિયાનો સ્કોર 64/0
સાત ઓવર પછી ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 64 રન છે. રોહિત શર્મા 29 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 36 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે શુભમન ગિલ 13 બોલમાં 26 રન બનાવીને રમતમાં છે.
-
IND vs NED Live: ભારતનો સ્કોર 50ને પાર
શુભમન ગિલે છઠ્ઠી ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં કુલ 16 રન આવ્યા હતા. આ સાથે જ ભારતનો સ્કોર પણ 50ને પાર કરી ગયો છે. 6 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 53 રન થઈ ગયો છે. રોહિત શર્મા 25 અને શુભમન ગિલ 26 રને ક્રિઝ પર છે
-
IND vs NED Live Score: શુભમન ગિલે સિક્સ ફટકારી
ગિલે છઠ્ઠી ઓરના બીજા બોલ પર સિક્સ ફટકારી
-
IND vs NED Live: ભારત માટે શાનદાર શરૂઆત
પ્રથમ બેટિંગ કરતા ભારતે શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા ઝડપી ગતિએ રન બનાવી રહ્યો છે. સાથે જ શુભમન ગિલ સાવધાનીપૂર્વક રમી રહ્યો છે. 5 ઓવર પછી ભારતનો સ્કોર 37/0 છે.
-
IND vs NED Live: રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો
રોહિત શર્માએ 5મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
Ind vs Ned Live Score: શુભમન ગિલે સિક્સ ફટકારી
ગિલે ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર સિક્સ ફટકારી
-
Ind vs Ned Live Score: રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો
નેધરલેન્ડ માટે સ્પિનર આર્યન દત્તે પ્રથમ ઓવર ફેંકી હતી. ભારતીય કેપ્ટને આ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા.ત્રીજી ઓવરના પહેલા બોલ પર રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો
-
Ind vs Ned Live Score: 2 ઓવર બાદ ભારતનો સ્કોર 15 /0
2 ઓવર બાદ ભારતનો સ્કોર 15 /0
-
IND vs NED World Cup 2023 Live Updates: ભારતની શાનદાર શરૂઆત
ટોસ જીત્યા બાદ ભારતીય ટીમે બેટિંગ શરૂ કરી છે. ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ ઇનિંગની શરૂઆત કરી હતી.
-
IND vs NED World Cup 2023 Live Updates: ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
-
ICC World Cup 2023 Live Score: ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નેધરલેન્ડે પણ આ જ ટીમ સાથે પ્રવેશ કર્યો છે.
-
ICC World Cup 2023 Live Score: ટૂંક સમયમાં ટોસ થશે
ભારત અને નેધરલેન્ડ મેચનો ટોસ ટુંક સમયમાં જ થવાનો છે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.
-
IND vs NED World Cup 2023 Live Updates: સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તોડી શકે છે રોહિત
રોહિત શર્મા એક સિક્સર ફટકારીને એક વર્ષમાં વનડેમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તોડી શકે છે. રોહિતે વર્ષ 2023માં 58 સિક્સર ફટકારી છે. ડી વિલિયર્સે 2015માં વનડેમાં 58 છગ્ગા ફટકાર્યા હતા.
-
IND vs NED, ICC World Cup 2023 Live Score: દિવાળીનો દિવસ ભારત માટે ‘શુભ’ છે
ભારતીય ટીમે દિવાળીના દિવસે આજ પહેલા કુલ બે મેચ રમી છે અને બંને વખત ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. 1987ના વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 56 રને અને 1992માં ઝિમ્બાબ્વેને 30 રને હરાવ્યું હતું.
-
ICC World Cup 2023 Live Score: શું રોહિત આરામ કરશે?
ભારતે સેમિફાઇનલ માટે ટિકિટ બુક કરી લીધી છે. સેમિફાઇનલ પહેલા આ તેની છેલ્લી મેચ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને આ મેચમાં આરામ મળે અને કેએલ રાહુલને સુકાની બનવાની તક મળે તેવી શક્યતા છે. જો કેટલાક વધુ ખેલાડીઓને આરામ આપવામાં આવે તો નવાઈ નહીં.
-
IND vs NED World Cup 2023 Live Updates:જીતનો નવો રેકોર્ડ બની જશે
ટીમ ઈન્ડિયાની નજર હવે વર્લ્ડ કપ 2023માં 9-0થી જીતવા પર છે. કારણ કે તેણે અત્યાર સુધી રમાયેલી તમામ 8 મેચ જીતી છે. એટલે કે હાલમાં તેનો આંકડો 8-0 છે. હવે જો ભારતીય ટીમ બીજી જીત નોંધાવશે તો તે વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત જીતનો નવો રેકોર્ડ બની જશે.
-
IND vs NED World Cup 2023 Live Updates: બેંગલુરુનું હવામાન કેવું રહેશે
વર્લ્ડ કપ 2023ની 45મી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ તેની છેલ્લી લીગ મેચ જીતીને ટુર્નામેન્ટમાં જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. બેંગલુરુમાં હાલના સમયે હવામાન સ્વચ્છ છે. રવિવારે વરસાદની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં સ્પર્ધા સંપૂર્ણપણે રોમાંચક રહેવાની આશા છે.
-
ICC World Cup 2023 Live Score: ચાહકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે
ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચનો આનંદ માણવા ચાહકો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચવા લાગ્યા છે. દેશમાં દિવાળીનો તહેવાર હોવા છતાં ચાહકોમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ પહેલા જેવો જ છે.
-
ICC World Cup 2023 Live Score: વિરાટ ડી કોકને પાછળ છોડી દેશે
વિરાટ કોહલીએ ICC વર્લ્ડ કપ 2023માં 543 રન બનાવ્યા છે. આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તે ત્રીજા સ્થાને છે. ડી કોક 591 રન સાથે નંબર વન પર છે. 49 રન બનાવતા જ વિરાટ ડી કોકને પાછળ છોડી દેશે.
-
IND vs NED World Cup 2023 Live Updates: વિરાટ કોહલીનું લક્ષ્ય 50મી સદી
વિરાટ કોહલી આ મેચમાં રેકોર્ડ 50મી ODI સદી ફટકારી શકે છે. આ દરમિયાન કોહલી સચિન તેંડુલકરનો મહાન રેકોર્ડ તોડી નાખશે. વિરાટે સાઉથ આફ્રિકા સામે 101 રનની અણનમ ઇનિંગ રમીને સચિનની 49 સદીની બરાબરી કરી હતી.
-
ICC World Cup 2023 Live Score: જીતની હેટ્રિક ફટકારવા ઈચ્છશે ભારત
ભારતીય ટીમે તેના વિરોધી નેધરલેન્ડ સામે સતત બે વનડે જીતી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં નેધરલેન્ડને હરાવીને જીતની હેટ્રિક ફટકારવા ઈચ્છશે.
-
ICC World Cup 2023 Live Score: ભારતીય ક્રિકેટ ટીમે, દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરી
બેંગલુરુ ખાતે ભારતના તમામ ખેલાડીઓ સંપૂર્ણપણે ભારતીય પરિવેશમાં જોવા મળ્યા હતા. કિંગ કોહલી તેની પત્ની અનુષ્કા સાથે જોવા મળ્યો હતો. રોહિત શર્માએ પણ તેની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાએ આ રીતે ઉજવી દિવાળી, સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટા
-
ICC World Cup 2023 Live Score: જીતની હેટ્રિક ફટકારવા ઈચ્છશે ભારત
ભારતીય ટીમે તેના વિરોધી નેધરલેન્ડ સામે સતત બે વનડે જીતી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં નેધરલેન્ડને હરાવીને જીતની હેટ્રિક ફટકારવા ઈચ્છશે.
Published On - Nov 12,2023 12:01 PM