IND vs IRE: 327 દિવસ પછી મેચ રમવા જઈ રહેલા જસપ્રીત બુમરાહની આયર્લેન્ડ સામે ‘અગ્નિ પરીક્ષા’
ભારતનો આયર્લેન્ડ પ્રવાસ 18 ઓગસ્ટથી શરૂ થશે. આ પ્રવાસમાં 3 T20 મેચ રમાશે. ટીમ ઈન્ડિયાનો આ પ્રવાસ 23 ઓગસ્ટે સમાપ્ત થશે. બુમરાહ માટે આ માત્ર પ્રવાસ નહીં, પરંતુ અગ્નિ પરીક્ષા હશે, જેમાં તેણે સાબિત કરવું પડશે કે તે ફરીથી પહેલાની જેમ પ્રદર્શન કરી શકે છે.
ટીમ ઈન્ડિયા (Team India) 3 T20 મેચોની સીરિઝ માટે આયર્લેન્ડ (Ireland) પહોંચી ગઈ છે. ટીમની કમાન જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ના હાથમાં છે, જેમના માટે આ માત્ર પ્રવાસ નહીં પરંતુ અગ્નિ પરીક્ષા છે. 327 દિવસ ક્રિકેટથી દૂર રહી, ઈજામાંથી સાજા થયા બાદ મેદાન પર પરત ફરી ચાહકોની અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવું સરળ નહીં હોય.
327 દિવસ બાદ બુમરાહનું કમબેક
બુમરાહે આયર્લેન્ડ સામેની શ્રેણીમાં આ તમામના માપદંડો પર ખરા ઉતરવું પડશે. હવે મોટો સવાલ એ છે કે શું તે આ અગ્નિ પરીક્ષામાં પોતાના ઈરાદામાં સફળ થશે? આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે આયર્લેન્ડમાં બુમરાહની સફળતાનો માર્ગ 4 ખેલાડીઓ સામેથી પસાર થશે.
Jasprit Bumrah is back and Team India is ready for the Ireland series 🇮🇳🇮🇪
📸: BCCI pic.twitter.com/WheHGybRp2
— CricTracker (@Cricketracker) August 15, 2023
આયર્લેન્ડ સામે બુમરાહ કરશે કમબેક
ભારતે 18 ઓગસ્ટે આયર્લેન્ડ સામે પ્રથમ T20 મેચ રમવાની છે. બીજી મેચ 20 ઓગસ્ટે જ્યારે ત્રીજી અને છેલ્લી T20 23 ઓગસ્ટે રમાશે. બુમરાહે તેની છેલ્લી T20 મેચ અને છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 25 સપ્ટેમ્બર 2022 ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. આવી સ્થિતિમાં, જ્યારે તે 18 ઓગસ્ટે પ્રથમ T20 રમશે, ત્યારે તે 327 દિવસ પછી આંતરરાષ્ટ્રીય મેચ રમતો જોવા મળશે. હવે આટલા દિવસો પછી પરત ફરવું, મેદાન પર સારું પ્રદર્શન કરવું એ કોઈપણ ખેલાડી માટે પહાડ તોડવા જેવું છે.
4 ખેલાડીઓ સામે થશે પરીક્ષા
હવે સવાલ એ છે કે આયર્લેન્ડમાં એવા કયા 4 ચેલેન્જ હશે જે બુમરાહ માટે તેની સફળતાની વાર્તા ફરી લખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તો એ આયર્લેન્ડના ચાર બેટ્સમેન છે હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, લોર્કન ટકર અને એન્ડી બલબિર્ની. તેમાંથી 32 વર્ષીય એન્ડી બલબિર્ની આયર્લેન્ડનો કેપ્ટન અને ટીમનો સૌથી અનુભવી ખેલાડી પણ છે.
કર્ટિસ કેમ્ફરનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ
આયર્લેન્ડના મુખ્ય બેટ્સમેનોમાં 24 વર્ષીય ઓલરાઉન્ડર કર્ટિસ કેમ્ફરનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ છે. T20 ઈન્ટરનેશનલમાં તેણે અત્યાર સુધીમાં 39 મેચમાં 131ના સ્ટ્રાઈક રેટથી રમતા 600 રન બનાવ્યા છે. બીજી તરફ, 2019માં T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર હેરી ટેક્ટર કેમ્ફર કરતાં લગભગ બમણો અનુભવ ધરાવે છે. તેણે 62 મેચમાં 122થી વધુની સ્ટ્રાઈક રેટથી 1029 રન બનાવ્યા છે.
Ireland 🇮🇪, here we come ✈️ #TeamIndia | #IREvIND pic.twitter.com/A4P66WZJzP
— BCCI (@BCCI) August 15, 2023
એન્ડી બાલબિર્ની સૌથી અનુભવી ખેલાડી
લોર્કન ટકરે આયર્લેન્ડ માટે 57 T20 મેચ પણ રમી છે, જેમાં તેણે 124થી વધુના સ્ટ્રાઈક રેટથી 1013 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 94 રન છે. જ્યારે એન્ડી બાલબિર્ની સૌથી અનુભવી છે. બાલબિર્નીના આંકડાઓમાં તેના અનુભવના પુરાવા છે. તેણે આયર્લેન્ડ તરફથી રમાયેલી 93 T20માં 124થી વધુની સ્ટ્રાઈક રેટથી 1965 રન બનાવ્યા છે.
આ પણ વાંચો : સ્વતંત્રતા દિવસે પણ Virat Kohliએ ના કર્યો આરામ, તમારુ દિલ જીતી લેશે આ Video
બુમરાહનો અનુભવ તેનું હથિયાર
આયર્લેન્ડ સામે અગ્નિ પરીક્ષા પાસ કરવામાં જસપ્રીત બુમરાહના માટે સૌથી ઉપયોગી બાબત તેનો અનુભવ હશે. બુમરાહ પાસે 60 T20 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે. તેણે આ મેચો નાની અને મોટી તમામ ટીમો સામે રમી છે અને તેમાં 70 વિકેટ લીધી છે. બુમરાહ પાસે આયર્લેન્ડ સામે T20 મેચ રમવાનો અનુભવ પણ છે. 2018માં રમાયેલી મેચમાં તેણે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
બુમરાહ વિરુદ્ધ 4 આઈરિશ બેટ્સમેન
જ્યારે બુમરાહે આયર્લેન્ડ સામે છેલ્લી T20 રમી હતી, ત્યારે હાલની આઈરિશ ટીમમાંથી ફક્ત બલબિર્ની જ રમ્યો હતો. ટકર, ટેક્ટર અને કેમ્ફર પહેલીવાર બુમરાહનો સામનો કરશે. છતાં ડર માત્ર એટલો જ છે કે બુમરાહ આમાં કેટલી હદે આ ચારને રોકવામાં સફળ થશે? કારણ કે હવે બુમરાહની સામે સ્થિતિ અલગ છે. તે લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી રહ્યો છે. જ્યારે આ ચાર બેટ્સમેનોએ આ વર્ષે જુલાઈમાં તેમની છેલ્લી T20 મેચ રમી છે.