લોથલમાં રિસર્ચ માટે માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરેલા 2 PHD રિસર્ચર માટીમાં દટાઇ, એકનું મોત, એકને બચાવાઇ, જુઓ Video
અમદાવાદ જિલ્લાના ધોળકાના લોથલમાં દિલ્હીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને PHDના રિસર્ચર જિયોલોજિકલ રિસર્ચ માટે આવ્યા હતા. લોથમમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ઉપલબ્ધ છે. જેથી અહીં પુરાતત્વ વિભાગ સહિતની ટીમ વારંવાર અહી રિસર્ચ માટે આવતી રહેતી હોય છે. જો કે અહીં આ ટીમના રિસર્ચ માટે આવ્યા સમયે જ મોટી દુર્ઘટના બની છે.
અમદાવાદ જિલ્લાના ધોળકાના લોથલમાં દિલ્હીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને PHDના રિસર્ચર જિયોલોજિકલ રિસર્ચ માટે આવ્યા હતા. લોથમમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ઉપલબ્ધ છે. જેથી અહીં પુરાતત્વ વિભાગ સહિતની ટીમ વારંવાર અહી રિસર્ચ માટે આવતી રહેતી હોય છે. જો કે અહીં આ ટીમના રિસર્ચ માટે આવ્યા સમયે જ મોટી દુર્ઘટના બની છે. માટીના સેમ્પલ લેવા માટે ખાડામાં ઉતરતા આસિસ્ટન્ટ પ્રોફેસર અને PHDના રિસર્ચર પર માટી ધસી જઇને પડી હતી. આ ઘટનામાં PHDના રિસર્ચરનું મોત થયુ છે.
લોથલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને PHDના રિસર્ચર મહિલા આવ્યા હતા. તેઓ અલગ અલગ જગ્યા પરથી જીયોલોજીકલ સેમ્પલ લેવા માટે લોથલ પહોંચ્યા હતા. તેમની સાથે ગાંધીનગરની ટીમ રિસર્ચ માટે ગઇ હતી. જો કે આજે સવારે 9.30 વાગ્યાની આસપાસ આ ટીમમાંથી બે લોકો 12 ફુટ જેટલો ઉંડો ખાડો કરી સેમ્પલ કલેકટ કરવા ખાડામાં ઉતર્યા હતા. આ જ સમયે માટી ભીની હોવાથી તે ધસી પડી હતી.
આ બંનેમાંથી એકનું મોત થયુ છે. જ્યારે અન્ય એકને બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ માટીના સેપ્મલ લેતા સમયે ભેખડ ધસી પડતા સુરભી વર્મા નામની PHD રિસર્ચરનું મોત થયુ છે. સુરભી વર્મા દિલ્હી IITમાંથી PHDનો અભ્યાસ કરતી હતી, તો આસિસ્ટન્ટ પ્રોફેસર ઈજાગ્રસ્ત થયા હતા. જેમને પોલીસ અને ફાયર વિભાગની ટીમે મળીને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત આસિસ્ટન્ટ પ્રોફેસરને હાલ સોલા સિવિલમાં ખસેડાયાં છે.