Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો
Image - Freepik
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ રાખવાના નિયમ હોય છે.
ઘરમાં કેટલીક વાર ખોટી જગ્યાએ પગરખા રાખવાથી પણ વાસ્તુ દોષ લાગે છે.
ઘરમાં ચપ્પલને ઊંધા ન રાખવા જોઈએ. આવુ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે.
ઉત્તર અને પૂર્વ દિશાને દેવી લક્ષ્મીજીને સમર્પિત કરવામાં આવી હોવાથી ત્યાં પગરખા ન રાખવા જોઈએ.
પગરખા અને શુ રેકને ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. આ દિશામાં ચપ્પલ રાખવા શુભ માનવામાં આવે છે.
ઘરના બેડરૂમમાં ક્યારેય જૂતા અને ચપ્પલ ન રાખવા જોઈએ.
બેડરૂમમાં પગરખા રાખવાથી વૈવાહિક જીવનમાં તણાવ વધે છે.
(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલી છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)