India vs Ireland 1st T20 Match Live Streaming: ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે? જાણો

Watch IND Vs IRE T20 Today Match Live: ટીમ ઇન્ડિયાનો આયર્લેન્ડનો પ્રવાસ T20 વર્લ્ડ કપની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે કારણ કે આ શ્રેણી ઘણા ખેલાડીઓનું ભવિષ્ય નક્કી કરશે.

India vs Ireland 1st T20 Match Live Streaming: ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે? જાણો
Hardik Pandya ટીમની આગેવાની સંભાળશે
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Jun 25, 2022 | 9:57 AM

દક્ષિણ આફ્રિકાથી ઘરઆંગણે પાંચ મેચોની T20 શ્રેણી રમ્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમ હવે આયર્લેન્ડ (India vs Ireland) ના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા આયર્લેન્ડમાં બે ટી-20 મેચોની શ્રેણી રમશે. આ શ્રેણી માટે પસંદગી સમિતિએ યુવા ખેલાડીઓથી સજ્જ ટીમની પસંદગી કરી છે અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને કેપ્ટન બનાવ્યો છે. પંડ્યાએ તાજેતરમાં જ તેની કપ્તાની હેઠળ નવી નવી ટીમ ગુજરાત ટાઇટન્સને IPL-2022 નું ટાઇટલ આપ્યું હતું. આ શ્રેણી આંતરરાષ્ટ્રીય સ્તરે પંડ્યાની પ્રથમ સુકાની હશે અને તે આમાં પોતાને સાબિત કરવા આતુર હશે. આ સાથે જ તે T20 વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડર તરીકે પોતાનો દાવો મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.

આ સિરીઝમાં માત્ર પંડ્યા જ નહીં, ઘણા યુવા ખેલાડીઓનું કિસ્મત ખુલી શકે છે અને તેમને T20 વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા મળી શકે છે. બીસીસીઆઈએ આ શ્રેણીમાં યુવા ખેલાડીઓને પણ વર્લ્ડ કપને ધ્યાને રાખીને પસંદ કર્યા છે જેથી ટીમ પાસે જે જગ્યાઓ ખાલી છે તેના માટે જરૂરી વિકલ્પો મળી શકે. આ સીરીઝમાં સંજુ સેમસન, અવેશ ખાન, વેંકટેશ અય્યર, દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓની નજર રહેશે. જો આ ખેલાડીઓ સારો દેખાવ કરવામાં સફળ રહે છે તો તેઓ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના દરવાજા ખોલી શકે છે. આ બધા સિવાય ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ પર પણ નજર રહેશે. આ બંને ખેલાડીઓ સાઉથ આફ્રિકા સિરીઝમાં પસંદ થયા હતા પરંતુ તેઓ ડેબ્યૂ કરી શક્યા ન હતા. જોકે આ બંને આયરલેન્ડ પ્રવાસ પર ડેબ્યૂ કરી શકે છે.

ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ ક્યારે રમાશે?

ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 જૂન, રવિવારના રોજ પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.

ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ ક્યાં રમાશે?

ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ ધ વિલેજ, માલાહિદે ડબલિન ખાતે રમાશે.

ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રાત્રે 9 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ 8:30 વાગ્યે થશે.

તમે ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ Sony Six અને Sony Six HD પર જોઈ શકાશે.

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?

મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Sony LIV પર સબસ્ક્રિપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચના લાઈવ અપડેટ્સ મેળવી શકાશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati