IND vs ENG 2nd Test Day 1 Highlights: પ્રથમ દિવસની રમતનો અંત, કેએલ રાહુલના શાનદાર શતક સાથે ભારતનો સ્કોર 3 વિકેટે 276 રન

| Updated on: Aug 13, 2021 | 12:22 AM

India vs England 2nd Test Day 1 Highlights: ભારતીય ટીમનો ઇતિહાસ લોર્ડઝમાં ખાસ રહ્યો નથી. જેને સુધારવા માટે ભારતીય ટીમ આજથી શરુ થતી બીજી ટેસ્ટ મેચમાં દમ લગાવી દેશે.

IND vs ENG 2nd Test Day 1 Highlights: પ્રથમ દિવસની રમતનો અંત, કેએલ રાહુલના શાનદાર શતક સાથે ભારતનો સ્કોર 3 વિકેટે 276 રન

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ,આજે ઐતિહાસીક લોર્ડઝ (Lords Test) ના મેદાન પર ટેસ્ટ મેચ શરુ છે. પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ભારતને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમે ટોસ ગુમાવીને બેટીંગ માટે ઉતરતા શાનદાર શરુઆત કરી હતી. કેએલ રાહુલે (KL Rahul) શાનદાર શતક લગાવ્યુ હતુ, જ્યારે રોહિત શર્મા (Rohit Sharma) એ અર્ધશતક લગાવ્યુ હતુ. ભારતે પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 276 રનનો સ્કોર કર્યો હતો.

લોર્ડઝમાં પણ વરસાદે શરુઆતમાં જ પધરામણી કરી હતી. ટોસ ઉછળવા ટાણે જ વરસાદને લઇને ટોસ મોડો ઉછાળવામાં આવ્યો હતો. જ્યારે મેચ 3.45 કલાકે ભારતીય સમયાનુસાર શરુ થઇ શકી હતી. જોકે પ્રથમ બોલ નાંખવાની શરુઆતે જ વરસાદ શરુ થતા મેચ શરુ થતા પહેલા જ રોકી દેવાઇ હતી. રમત શરુ થયા બાદ ફરી એકવાર વરસાદ વરસતા લંચ બ્રેક સમય થી વહેલા લેવામાં આવ્યો હતો.

ટોસ હારીને પ્રથમ બેટીંગની શરુઆત કરતા ભારતીય ઓપનરોએ મક્કમતાપૂર્ણ રમતની શરુઆત કરી હતી. કેએલ રાહુલે જબરદસ્ત ઇનીંગ રમી હતી. લોર્ડઝમાં ત્રીજો ભારતીય ઓપનર નોંધાયો હતો, કે જેણે શતક લગાવ્યુ હતુ. રાહુલ એ રોહિત અને વિરાટ કોહલી બંને સાથે શતકીય ભાગીદારી રમત નોંધાવી હતી.

રોહિત શર્માએ ચોગ્ગા પર ચોગ્ગા લગાવતી બેટીંગ કરી હતી. તેણે 83 રનની રમત દરમ્યાન 11 ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે 1 સિક્સર લગાવી હતી. રોહિત શર્માએ શાનદાર રમત રમીને શતક નજીક પહોંચીને પેવેલિયન પરત ફર્યો હતો. કેએલ રાહુલ એ રોહિત શર્માના પેવેલિયન પરત ફરવા બાદ પોતાનુ બેટ ખોલ્યુ હતુ. તેણે સ્ટંપ્સ સુધીમાં 127 રન કર્યા હતા.

ચેતેશ્વર પુજારા ફરી એકવાર નિષ્ફળ નિવડ્યો હતો. તેણે 9 રનની ઇનીંગ રમી હતી. પુજારા એ 1 ચોગ્ગો લગાવ્યો હતો. જેમ્સ એન્ડરસના બોલ પર તે સ્લીપમાં કેચ આપી બેઠો હતો. વિરાટ કોહલી (Virat Kohli) એ 103 બોલમાં 43 રનની રમત રમી હતી. કોહલી સેટ થયા બાદ આઉટ થતા તે પોતાની થી નિરાશ થયો હતો. અજીંક્ય રહાણે 22 બોલ ની રમત રમી 1 રન સાથે રમતમાં હતો.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 13 Aug 2021 12:03 AM (IST)

    પ્રથમ દિવસની રમતનો અંત

    ભારતીય ટીમે ટોસ ગુમાવીને બેટીંગ માટે ઉતરતા શાનદાર શરુઆત કરી હતી. કેએલ રાહુલે શાનદાર શતક લગાવ્યુ હતુ, જ્યારે રોહિત શર્મા એ અર્ધશતક લગાવ્યુ હતુ. ભારતે પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 276 રનનો સ્કોર કર્યો હતો. બીજા દિવસની રમતની શરુઆત રહાણે અને કેએલ રાહુલ કરશે.

  • 12 Aug 2021 11:35 PM (IST)

    કેએલ રાહુલ એ લગાવ્યો ચોગ્ગો

    જેમ્સ એન્ડરસનના બોલ પર કેએલ રાહુલે ચોગ્ગો લગાવ્યો હતો.

  • 12 Aug 2021 11:28 PM (IST)

    કેપ્ટન કોહલી આઉટ, ભારતની ત્રીજી વિકેટ

    કેપ્ટન વિરાટ કોહલી સેટ થઇ ચુક્યો હતો. તે સારા શોટ્સ લગાવી રહ્યો હતો. પરંતુ રોબીન્સનના બોલ પર તે સ્લીપમં કેચ આપી બેસતા પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ. કોહલીના રુપમાં ભારતે ત્રીજી વિકેટ ગુમાવી હતી.

  • 12 Aug 2021 11:03 PM (IST)

    રાહુલ-કોહલીની 100 રનની ભાગીદારી રમત

    175 બોલની બંને વચ્ચેની ભાગીદારી રમતમાં 100 રન બંનેએ પુરા કર્યા હતા. કેએલ રાહુલે શતકીય રમત રમી છે. જ્યારે કોહલી ફીફટીની નજીક પહોંચવાની તૈયારીમાં છે. રોહિત અને રાહુલ બાદ, રાહુલ અને કોહલી વચ્ચેની આ બીજી શતકીય ઇનીંગ પ્રથમ દિવસે રમાઇ છે.

  • 12 Aug 2021 10:56 PM (IST)

    કેએલ રાહુલ નુ શતક પૂર્ણ

    કેએલ રાહુલે ઐતિહાસિક મેદાન લોર્ડઝ માં શતક લગાવ્યુ છે. રોહિત શર્મા શતકની નજીક આવી ને પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ રાહુલે ભારતીય ક્રિકેટ ચાહકોની અપેક્ષા પુરી કરી દેતી રમત રમી હતી.

    રાહુલ ત્રીજો ભારતીય ઓપનર છે, જેણે લોર્ડઝના મેદાન પર શતક લગાવ્યુ છે. આ પહેલા વિનુ માંકડ અને રવિ શાસ્ત્રી આ ઉપલબ્ધી હાંસલ કરી ચુક્યા છે.

  • 12 Aug 2021 10:34 PM (IST)

    ડ્રિન્ક્સ બ્રેક, ભારત 222-02

  • 12 Aug 2021 10:16 PM (IST)

    વિરાટ કોહલી એ ચોગ્ગો લગાવ્યો

    રોબીન્સનના બોલ પર ઓફ સાઇડમાં શાનદાર શોટ્સ કોહલી એ લગાવ્યો હતો. ઇનીંગમાં કોહલીના બેટ થી પ્રથમ ચોગ્ગો નિકળ્યો હતો.

  • 12 Aug 2021 10:02 PM (IST)

    ભારતે 200 રનનો સ્કોર પુરો

    ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને 200 રનના આંકને વટાવ્યો હતો. રોહિત શર્માએ 83 રનની શાનદાર પારી રમવાને લઇને ભારત મજબૂત સ્થિતી પહોંચ્યુ હતુ. ત્યાર બાદ કેએલ રાહુલે શાનદાર રમત રમી હતી. તેણે ફીફટી લગાવી હતી.

  • 12 Aug 2021 09:33 PM (IST)

    કરનના બોલ પર રાહુલનો ચોગ્ગો

    રાહુલનુ બેટ ખુલવા લાગ્યુ છે, તેના શાનદાર શોટ્સ સામે આવી રહ્યા છે. તે હવે 74 રનના વ્યક્તિગત સ્કોર પહોંચી ચુક્યો છે.

  • 12 Aug 2021 09:31 PM (IST)

    એન્ડરસન ના બોલ પર રાહુલની બાઉન્ડરી

    કેએલ રાહુલ સેટ થઇ ગયા બાદ શાનદાર શોટ્સ લગાવી રહ્યો છે. એન્ડરસન ના બોલ પર બાઉન્ડરી લગાવી હતી.

  • 12 Aug 2021 09:23 PM (IST)

    રાહુલે ચોગ્ગો લગાવ્યો

    રાહુલ માટે આ ચોગ્ગો જોખમી સાબિત થઇ શકતો હતો. તેણે રોબિન્સનના લેગ સાઇડના બોલને શોટ રમ્યો હતો, જે સીધો કીપર બટલરની સહેજ દુર થી પસાર થઇ બાઉન્ડરી પર પહોંચ્યો હતો.

  • 12 Aug 2021 09:17 PM (IST)

    ત્રીજા સેશનની રમત શરુ

    કેએલ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલી ક્રિઝ પર છે. ટી બ્રેક બાદ ત્રીજા સેશનની રમત બંને બેટ્સમેન રમી રહ્યા છે.

  • 12 Aug 2021 08:50 PM (IST)

    ટી બ્રેક શરુ, ભારતનો સ્કોર 157-2

    ભારતીય ટીમે આજે શાનદાર શરુઆત કરી હતી. દિવસના પ્રથમ બંને સેશન ભારતે સારી રમત રમી હતી. જોકે બીજા સેશનમાં ભારતે 2 વિકેટ ગુમાવી હતી. જેમાં રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાની વિકેટનો સમાવેશ છે.

  • 12 Aug 2021 08:42 PM (IST)

    કેએલ રાહુલ ની ફીફટી

    કેએલ રાહુલે શરુઆત ધીમી રમત સાથે કરી હતી. તેણે ખૂબ બોલ રમીને સમય પસાર કર્યો હતો. રોહિત શર્મા ના આઉટ થવા બાદ તેણે સ્કોર બોર્ડ આગળ વઘારવાની જવાબદારી નિભાવવી શરુ કરી હતી.

  • 12 Aug 2021 08:37 PM (IST)

    પુજારા આઉટ, 9 રન કરી ગુમાવી વિકેટ

    ચેતેશ્વર પુજારા માત્ર 9 રન કરીને પેવેલિયન પરત ફર્યો છે. પુજારાની વિકેટ જેમ્સ એન્ડરસને ઝડપી હતી. એન્ડરસને અગાઉ રોહિત શર્માની વિકેટ મેળવી હતી.

    પુજારાને એન્ડરસને અત્યાર સુધીમાં 9 મી વખત આઉટ કર્યો હતો

  • 12 Aug 2021 08:14 PM (IST)

    રાહુલની બીજી બાઉન્ડરી

    રાહુલે માર્ક વુડની ઓવરમાં બીજો ચોગ્ગો લગાવ્યો હતો. રોહિત શર્માના પેવેલિયન પરત ફર્યા બાદ, રાહુલે બેટ ખોલ્યુ એમ એક બાદ એક બે ચોગ્ગા લગાવ્યા હતા.

  • 12 Aug 2021 08:12 PM (IST)

    કેએલ રાહુલની બાઉન્ડરી

    માર્ક વુડના બોલ પર રાહુલે બાઉન્ડરી લગાવી હતી. ઇનીંગમા કેએલ રાહુલે પ્રથમ ચોગ્ગો લગાવ્યો હતો.

  • 12 Aug 2021 08:04 PM (IST)

    રોહિત શર્મા આઉટ, 83 રનની ઇનીંગ

    રોહિત શર્માનુ શતક નોંધાવવાની આશા વચ્ચે તે જેમ્સ એન્ડરસનના બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ શાનદાર ઇનીંગ રમી હતી. તેણે રાહુલ સાથે 126 રનની ભાગીદારી રમત રમી હતી.

  • 12 Aug 2021 07:52 PM (IST)

    કેએલ રાહુલે છગ્ગો લગાવ્યો

    કેએલ રાહુલ ઓપનીંગમાં આવીને 100 થી વધુ બોલની રમત રમી ચુક્યો છે. તેમ છતા તે રનના મામલામં ખૂબ પાછળ છે. કારણ કે તેણે ધીમી અને મક્કમ રમત અપનાવી છે. આ સિક્સર લગાવવા સાથે તે 25 રનના તેના વ્યક્તિગત સ્કોરના આંકને વટાવી શક્યો હતો. રાહુલ હજુ ઇનીંગ દરમ્યાન એક પણ ચોગ્ગો લગાવી શક્યો નથી. જોકે ભાગીદારી રમતની દૃષ્ટીએ 120 રનની ભાગીદારી ઇનીંગ રોહિત શર્મા સાથે રમ્યો છે.

  • 12 Aug 2021 07:51 PM (IST)

    રોહિત શર્માનો વિદેશમાં શ્રેષ્ઠ સ્કોર

    રોહિત શર્મા એ વિદેશી ધરતી પર પોતાનો સૌથી મોટો સ્કોર બનાવી લીધો છે. રોહિત શર્મા આ પહેલા તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર શ્રીલંકા સામે કોલંબોમાં 79 રન હતો. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 7 ટેસ્ટ શતક નોંધાવ્યા છે. જે તમામ શતક તેણે ઘરેલુ મેદાન પર જ લગાવ્યા છે. રોહિત શર્મા પાસે હવે વિદેશી ધરતી પર પ્રથમ શતક લગાવવાનો મોકો છે.

  • 12 Aug 2021 07:20 PM (IST)

    ટીમ ઇન્ડીયાએ પૂરા કર્યા 100 રન

    બંને ઓપનરો રોહિત શર્મા અને કેએલ રાહુલે શાનદાર રમત રમી દર્શાવી છે. બંને ઓપનરોએ 100 રનની ભાગીદારી રમત રમી દર્શાવી છે. રોહિત શર્માએ ચોગ્ગાઓ વડે રન મેળવીને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. બંને એ 200 બોલમાં આ ભાગીદારી રમત રમી હતી.

  • 12 Aug 2021 07:19 PM (IST)

    રોહિત શર્મા એ લગાવ્યો ચોગ્ગો

    રોહિત શર્મા એ મોઇન અલીની ઓવર દરમ્યાન શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો. રોહિત શર્માનો ઇનીંગ દરમ્યાન આ 11 મો ચોગ્ગો હતો.

  • 12 Aug 2021 07:04 PM (IST)

    રોહિત શર્માની, વુડની ઓવરમાં 2 બાઉન્ડરી

    એક બાદ એક એમ બે બાઉન્ડરી રોહિત શર્માએ માર્ક વુડની ઓવર દરમ્યાન લગાવી હતી. આ પહેલા પણ વુડની અગાઉની ઓવર દરમ્યાન રોહિતે શાનદાર સિક્સર લગાવી હતી.

  • 12 Aug 2021 06:54 PM (IST)

    1952 બાદ પ્રથમ વખત રાહુલ-રોહિતની જોડીએ આ કામ કર્યુ

    લોર્ડઝના મેદાન પર રોહિત શર્મા અને કેએલ રાહુલે અર્ધશતકીય ભાગીદારી રમત રમી હતી. 69 વર્ષ બાદ આ પ્રકારની રમતનો ઇંતઝાર ખતમ કર્યો હતો. 1952 ના વર્ષ બાદ આ પ્રથમ મોકો છે કે, ભારતીય ઓપનરોએ અર્ધશતકીય ભાગીદારી રમત રમી હોય. આમ રાહુલ અને રોહિતના નામે આ ખાસ ઉપલબ્ધી લખાઇ ચુકી છે.

    ભારત 77-0

  • 12 Aug 2021 06:51 PM (IST)

    રોહિત શર્માની સિક્સર

    માર્ક વુડના બોલ પર રોહિત શર્માએ શાનદાર શોટ વડે સિક્સર લગાવ્યો હતો. પોતાનુ અર્ધ શતક પુર્ણ કર્યા બાદ રોહિત શર્માએ છગ્ગો લગાવ્યો હતો.

  • 12 Aug 2021 06:47 PM (IST)

    રોહિત શર્માનુ અર્ધશતક પૂર્ણ

    રોહિત શર્માએ અર્ધશતકીય ઇનીંગ રમી હતી. તેણે ઓપનીંગ બેટીંગ કરતા શાનદાર રમત રમી હતી. સેમ કરન અને રોબીન્સનની ઓવરમાં ચોગ્ગા લગાવ્યા હતા.

  • 12 Aug 2021 06:33 PM (IST)

    રોહિત શર્મા એ લગાવ્યા બે ચોગ્ગા

    રોબિન્સન ની ઓવર દરમ્યાન રોહિત શર્માએ એક બાદ એક એમ બે ચોગ્ગા લગાવ્યા હતા. આ સાથે જ ભારતે 50 રનનો સ્કોર પણ વટાવી લીધો હતો.

  • 12 Aug 2021 06:31 PM (IST)

    બીજા સેશનની રમત શરુ

    લંચ બાદ બીજા સેશનની શરુઆતે માર્ક વુડને બોલીંગ કરવા માટે લવાયો છે. તે ઝડપ સાથે ઉછાળ પણ ધરાવે છે.

  • 12 Aug 2021 05:45 PM (IST)

    રોહિત શર્મા બાદ ઓપનીંગમાં સુધારો

    વિદેશી ધરતી પર ઓપનિંગની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો છે, પરંતુ રોહિત શર્માના આગમન બાદ આ સ્થિતિ બદલાઈ ગઈ છે. આંકડાઓ અનુસાર, રોહિતની શરૂઆત બાદ ભારત વિદેશમાં જેટલી મેચો રમી છે તેમાં ટીમની ઓપનિંગ ભાગીદારી લાંબા સમય સુધી ચાલી છે.

    આ જુઓ-

  • 12 Aug 2021 05:41 PM (IST)

    રમત રોકાતા, લંચ બ્રેક જાહેર કરાયો

    વરસાદને લઇને રમતને રોકી દેવામાં આવી હતી. આમ પ્રથમ સમાપ્ત થયુ હતુ. આ દરમ્યાન વિરામનો ઉપયોગ લંચ બ્રેક તરીકે કરી લેવામાં આવ્યો હતો. આમ નિયત સમય કરતા વહેલા લંચ બ્રેક જાહેર કરવામાં આવ્યો હતો.

  • 12 Aug 2021 05:39 PM (IST)

    રોહિત-રાહુલની મક્કમ શરુઆત

    રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારતને સારી શરુઆત આપી હતી. રમતની પ્રથમ 80 મિનિટમાં વિકેટ ગુમાવ્યા વિના ટીમની સ્થિતી મજબૂત બનાવી. ઇંગ્લેન્ડના બોલરો એ ચોક્કસ પરેશાન કર્યા હતા, પરંતુ બંનેએ ધીરજ બતાવી અને ભારતને પરિણામ પણ મળ્યું. રોહિતે સેમ કરનના બોલમાં એક બાદ એક ચોગ્ગા લીધા હતા. રોહિત 35 અને રાહુલ 10 રન સાથે અણનમ છે.

  • 12 Aug 2021 05:21 PM (IST)

    વરસાદ વરસતા મેચ રોકી દેવાઇ

    રોહિત શર્મા અને કેએલ રાહુલ બંનેએ મક્કમ રમત વડે શરુઆત કરી હતી. રોહિત શર્માએ એક બાદ એક બાઉન્ડરી લગાવતી રમત રમી લયમાં હતો. આ દરમ્યાન જ વરસાદે રમતમાં ભંગ પાડ્યો છે.

    પીચ પર કવર લગાવી દેવામાં આવ્યા છે. વરસાદ જોકે હળવો હોવાને લઇને રમત ઝડપ થી ફરી શરુ થવાની આશા વર્તાઇ રહી છે.

    ભારત 46-0

  • 12 Aug 2021 05:03 PM (IST)

    એક જ ઓવરમાં ચાર ચોગ્ગા

    રોહિત શર્માએ સેમ કરનની એક જ ઓવરમાં એક બાદ એક ચાર ચોગ્ગા લગાવ્યા હતા. સેમ કરનના બોલ પર રોહિત શર્માએ પાંચ ચોગ્ગા લગાવ્યા છે. જેમાંથી ચાર ચોગ્ગા આ એક જ ઓવરમા લગાવ્યા હતા.

    ભારત 38-0

  • 12 Aug 2021 05:00 PM (IST)

    રોહિત શર્મા એ લગાવ્યો બીજો ચોગ્ગો

    રોહિત શર્માએ સેમ કરન બોલ પર બાઉન્ડરી લગાવી હતી. રોહિત શર્માએ કરનની આગળની ઓવરમાં પણ બાઉન્ડરી લગાવી હતી. ઇનીંગની પ્રથમ બાઉન્ડરી હતી.

  • 12 Aug 2021 04:53 PM (IST)

    રોહિત શર્માએ લગાવી ઇનીંગની પ્રથમ બાઉન્ડરી

    રોહિત શર્માએ ફાઇનલમાં રમીને ભારતની બેટીંગ ઇનીંગનો પ્રથમ ચોગ્ગો લગાવ્યો હતો. સેમ કરનની ઓવર દરમ્યાન રોહિતે બાઉન્ડરી લગાવી હતી.

    ભારત 8-0

  • 12 Aug 2021 04:50 PM (IST)

    રોહિત અને રાહુલ ની ધૈર્યપૂર્ણ રમત

    રાહુલ અને રોહિત શર્મા બંને ધીરજ પૂર્વક રમતને રમી રહ્યા છે. બંને ઓપનરો એન્ડરસન, રોબિન્સન, સેમ કરન સહિત ના બોલરોને શાંતિ થી રમીને સમય પસાર કરી રહ્યા છે. આમ તેઓએ 12 ઓવરની રમત સુરક્ષીત રીતે પુર્ણ કરી હતી.

  • 12 Aug 2021 04:34 PM (IST)

    બોલીંગમાં પરિવર્તન, સેમ કરન ઓવર લઇ આવ્યો

    ભારતીય ઓપનરો સામે હવે ઇંગ્લેન્ડની ટીમે બોલીંગમાં પરિવર્તન કર્યુ છે. એન્ડરસન અને ઓલી રોબીન્સનની જોડીમાં હવે બોલીંગ ફેરફાર કર્યો છે. સેમ કરનને બોલીંગમાં લાવવામાં આવ્યો છે.

  • 12 Aug 2021 04:26 PM (IST)

    એન્ડરસન અને રોબિન્સનની બોલીંગ જારી

    ભારતીય ઓપનરો સામે જેમ્સ એન્ડરસન અને ઓલ રોબીન્સન દ્રારા કસીને બોલીંગ કરાઇ રહી છે. એન્ડરસન ઓફ સ્ટંપ્સ લાઇન થી મુશ્કેલીમાં રાખી રહ્યો છે.

    ભારત 8-0

  • 12 Aug 2021 04:02 PM (IST)

    ભારતીય બેટીંગ ઇનીંગ શરુ

    કેએલ રાહુલ અને રોહિત શર્મા બંને ક્રિઝ પર રમતમાં છે. જેમ્સ એન્ડરસન ઇંગ્લેન્ડ તરફ થી પ્રથમ ઓવર લઇ આવ્યો હતો. જે પ્રથમ ઓવરમાં 1 રન ભારતને મળ્યો હતો.

  • 12 Aug 2021 03:50 PM (IST)

    ફરી એકવાર વરસાદને લઇને રમત મોડી શરુ થશે.

    રમત શરુ થવાના સમયે જ વરસાદે અડચણ પેદા કરી હતી અને ફરી થી કવર મેદાન પર પરત લઇ આવવા પડ્યા હતા.

  • 12 Aug 2021 03:44 PM (IST)

    ફરી એકવાર હમીદ ભારત સામે રમશે

    ઈંગ્લેન્ડે 24 વર્ષીય ઓપનર હસીબ હમીદને ટીમમાં સ્થાન આપ્યું છે. હસીબ હમીદ એ જ ખેલાડી છે, જેણે 5 વર્ષ પહેલા ભારતમાં જ ભારત સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ભારતીય મૂળના હમીદે તે પ્રવાસમાં 3 ટેસ્ટ મેચ રમી અને 2 અડધી સદી સહિત 219 રન બનાવ્યા. પરંતુ ત્યાર બાદ તે એક વખત પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો. હવે 5 વર્ષ બાદ તે ફરીથી ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. ફરી એક વખત ભારતીય ટીમ સામે તેને તક મળી છે.

  • 12 Aug 2021 03:37 PM (IST)

    ભારત અને ઇંગ્લેન્ડની પ્લેયીંગ ઇલેવન

    ભારતીય ટીમમાં એક માત્ર ફેરફાર કરાવામાં આવ્યો છે. શાર્દૂલ ઠાકુરના સ્થાને ઇશાંત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે.

    ભારતીય પ્લેયીંગ ઇલેવનઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિરાટ કોહલી), રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શામી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

    ઇંગ્લેન્ડ પ્લેયીંગ ઇલેવન: જો રુટ (કેપ્ટન), રોરી બર્ન્સ, ડોમ સિબલી, હસીબ હમીદ, જોની બેયરિસ્ટો, જોસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, સેમ કરન, ઓલી રોબિન્સન, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.

  • 12 Aug 2021 03:25 PM (IST)

    ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી

  • 12 Aug 2021 03:18 PM (IST)

    થોડી વારમાં ઉછળશે ટોસ, 3.45 કલાકે રમત શરુ થશે.

    ટોસ 3.20 કલાકે ઉછાળવામાં આવશે. જ્યારે રમત 3.45 કલાકે શરુ થશે.

  • 12 Aug 2021 03:11 PM (IST)

    વરસાદને લઇ ટોસ ઉછાળવામાં થયુ મોડું

    લોર્ડઝમાં પણ વરસાદનો વિક્ષેપ જારી રહ્યો છે. વરસાદને લઇને ટોસ ઉછાળવામાં મોડુ થયુ છે. પીચ પર વરસાદને લઇને કવર્સ ઢાંકી દેવામાં આવ્યા હતા. જોકે વરસાદના વિરામને લઇને હવે કવર્સ હટાવવામાં આવી રહ્યા છે.

    3.20 કલાકે ટોસ ઉછાળવામાં આવી શકે છે.

Published On - Aug 13,2021 12:04 AM

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">