AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS WTC Final Day 3 Report: ત્રીજા દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયા એ મેળવી 296 રનની લીડ

WTC FINAL 2023 : ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ તેના બીજી ઈનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 123 રન બનાવી દીધા છે. અત્યારે કેમેરોન ગ્રીન સાત અને માર્નસ લાબુશેન 41 રન બનાવીને અણનમ છે.

IND vs AUS WTC Final Day 3 Report: ત્રીજા દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયા એ મેળવી 296 રનની લીડ
WTC FINAL 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 11:21 PM
Share

London : લંડનના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ તેના બીજી ઈનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 123 રન બનાવી દીધા છે. અત્યારે કેમેરોન ગ્રીન સાત અને માર્નસ લાબુશેન 41 રન બનાવીને અણનમ છે.

ભારતીય ટીમ હવે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને વહેલી તકે સમેટી લેવાનો પ્રયાસ કરશે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં 173 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં 123 રન ઉમેરીને ઓસ્ટ્રેલિયન ટીમની કુલ લીડ અત્યાર સુધીમાં 296 રન થઈ ગઈ છે.

આ પણ વાંચો : Intercontinental Cup 2023: ભારતીય ફૂટબોલ ટીમની શાનદાર શરુઆત, મંગોલિયા સામે 2-0થી મેળવી ધમાકેદાર જીત

બીજી ઇનિંગમાં ઉસ્માન ખ્વાજા 13 રન, ડેવિડ વોર્નર એક રન, સ્ટીવ સ્મિથ 34 રન અને ટ્રેવિસ હેડ 18 રન બનાવીને આઉટ થયા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ ઝડપી હતી. તે જ સમયે, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવને એક-એક વિકેટ મળી હતી. જાડેજાએ પાછલી ઇનિંગ્સના બંને સદી કરનાર સ્મિથ અને હેડને પેવેલિયન મોકલી દીધા હતા.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની અંતિમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 296 રન બનાવ્યા હતા. પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને 173 રનની લીડ મળી હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 123 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : ઓવલમાં Shardul Thakurની હેટ્રિક, WTC Finalમાં ભારતીય ટીમનો બન્યો તારણહાર

ત્રીજા દિવસની રોમાંચક ક્ષણો

View this post on Instagram

A post shared by ICC (@icc)

View this post on Instagram

A post shared by ICC (@icc)

View this post on Instagram

A post shared by ICC (@icc)

View this post on Instagram

A post shared by ICC (@icc)

View this post on Instagram

A post shared by ICC (@icc)

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
g clip-path="url(#clip0_868_265)">