Intercontinental Cup 2023: ભારતીય ફૂટબોલ ટીમની શાનદાર શરુઆત, મંગોલિયા સામે 2-0થી મેળવી ધમાકેદાર જીત
India vs Mongolia : ભારતે તેના ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ અભિયાનની શરૂઆત મંગોલિયા સામે 2-0થી જીત સાથે કરી હતી. સાહલ અબ્દુલ સમદ અને ચાંગતે ભારત માટે શાનદાર ગોલ કર્યા હતા. જ્યારે મોંગોલિયા બીજા હાફમાં ભારતને રોકવામાં સફળ રહ્યું હતું.
Bhubaneshwar: ભુવનેશ્વરમાં આજથી ફૂટબોલ ટુર્નામેન્ટ ઈન્ટરકોન્ટિનેન્ટલ કપની (Intercontinental Cup) શરુઆત થઈ છે. ભારતે તેના ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ અભિયાનની શરૂઆત મંગોલિયા સામે 2-0થી જીત સાથે કરી હતી. સાહલ અબ્દુલ સમદ અને ચાંગતે ભારત માટે શાનદાર ગોલ કર્યા હતા. જ્યારે મોંગોલિયા બીજા હાફમાં ભારતને રોકવામાં સફળ રહ્યું હતું. બંને ટીમ બીજા હાફમાં ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.
ભારત દ્વારા આયોજિત ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ વર્ષ 2018માં મુંબઈમાં અને વર્ષ 2019માં અમદાવાદમાં રમાયું હતું. પહેલી સિઝનમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે બીજી સિઝનમાં કોરિયા ચેમ્પિયન બન્યું હતું. કોરોનાને કારણે 3 વર્ષ સુધી આ ટુર્નામેન્ટ થઈ શકી ન હતી. આજથી તેની ત્રીજી સિઝનની શરુઆત થઈ છે.
ચાર વર્ષ પછી પરત ફરતા, ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ 2023માં ચાર ફૂટબોલ ટીમો – ભારત, લેબનોન, મંગોલિયા અને વનુઆતુની ફૂટબોલ ટીમ ભાગ લઈ રહી છે.
આ પણ વાંચો : WTC Final 2023 : પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ 296 રન બનાવી ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા પાસે 173 રનની લીડ
ભારતીય ફૂટબોલ ટીમની વિજયી શરુઆત
2️⃣ Goals ☑️ Cleansheet ☑️ Solid Start#TheBlueTigers 🐯 start their #HeroIntercontinentalCup 🏆 campaign with a comprehensive 2️⃣-0️⃣ win over Mongolia 🙌🏽🔥#INDMNG ⚔️ #IndianFootball ⚽️ pic.twitter.com/Zfb3b83P9Q
— Indian Football Team (@IndianFootball) June 9, 2023
Only 💙 for you all.#HeroIntercontinentalCup 🏆 #INDMNG ⚔️ #IndianFootball ⚽️ pic.twitter.com/c6uJADg1OF
— Indian Football Team (@IndianFootball) June 9, 2023
ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ 2023 શેડ્યૂલ
9 જૂન, શુક્રવાર
લેબનોન vs વનુઆતુ – 4:30 PM , ભારત વિ મોંગોલિયા – સાંજે 7:30 PM
જૂન 12, સોમવાર
મંગોલિયા vs લેબનોન – 4:30 PM , ભારત vs વનુઆતુ – 7:30 PM
15 જૂન, ગુરુવાર
વનુઆતુ vs મોંગોલિયા – 4:30 PM , ભારત vs લેબનોન – 7:30 PM
18 જૂન, રવિવાર
અંતિમ – TBD vs TBD – સાંજે 7:30 PM
આ પણ વાંચો : WTC Final 2023 : પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ 296 રન બનાવી ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા પાસે 173 રનની લીડ
ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ 2023 ભારતમાં લાઈવ ક્યાં જોવા મળશે ?
ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ 2023 ફૂટબોલ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar અને Jio TV પર ઉપલબ્ધ થશે. ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ ફૂટબોલ મેચોનું જીવંત પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ 2 અને સ્ટાર સ્પોર્ટ્સ 2 HD ટીવી ચેનલો પર ઉપલબ્ધ થશે.