ઓવલમાં Shardul Thakurની હેટ્રિક, WTC Finalમાં ભારતીય ટીમનો બન્યો તારણહાર

શાર્દુલે પચાસનો આંકડો પાર કર્યો અને 51 રન બનાવીને આઉટ થયો. આ રીતે શાર્દુલ ઠાકુરે મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરની બરાબરી કરી લીધી છે. આ બે દિગ્ગજોની જેમ શાર્દુલ પણ ઓવલ ખાતે સતત ત્રણ અડધી સદી ફટકારનાર પ્રથમ વિદેશી બેટ્સમેન બન્યો હતો.

ઓવલમાં Shardul Thakurની હેટ્રિક, WTC Finalમાં ભારતીય ટીમનો બન્યો તારણહાર
Shardul Thakur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 8:25 PM

London: ઓવલ મેદાન જ્યાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા જેવા ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન સતત નિષ્ફળ રહ્યા, ત્યાં શાર્દુલ ઠાકુર જેવા નીચલા ક્રમના બોલિંગ ઓલરાઉન્ડરે અડધી સદીની હેટ્રિક ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગારવામાં અજિંક્ય રહાણેનો સાથ આપનાર શાર્દુલે (Shardul Thakur) જોરદાર ઈનિંગ રમી હતી અને અડધી સદી ફટકારી હતી.

લગભગ અઢી વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ગાબામાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારનાર શાર્દુલે ફરી ઓસ્ટ્રેલિયા સામે ચમક્યો છે. ત્રીજા દિવસની પહેલી જ ઓવરમાં શાર્દુલ ઠાકુરની એન્ટ્રી થઈ હતી. તે આઠમા નંબર પર બેટિંગ માટે આવ્યો હતો. તેની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેના કેચ બે વખત ચૂકી ગયા હતા, જ્યારે બોલ સતત બે વાર તેના હાથ સાથે અથડાયો હતો, જેના માટે ફિઝિયોને આવવું પડ્યું હતું.

આ પણ વાંચો : WTC Final 2023 : પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ 296 રન બનાવી ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા પાસે 173 રનની લીડ

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આવી શરૂઆત છતાં શાર્દુલ અડગ રહ્યો અને અજિંક્ય રહાણેને સારો સપોર્ટ આપતો રહ્યો. શાર્દુલે કેટલીક સુંદર સ્ટ્રેટ ડ્રાઇવ અને શાર્પ કટ શોટ રમીને બાઉન્ડ્રી પણ ફટકારી હતી. અજિંક્ય રહાણે સાથે તેણે 100થી વધુ રનની ભાગીદારી કરી હતી.

ઓવલમાં વિદેશી બેટર તરીકે સૌથી વધુ સતત 50 + સ્કોર

  • 3 – સર ડોન બ્રેડમેન
  • 3 – એલન બોર્ડર
  • 3 – શાર્દુલ ઠાકુર

આ રીતે શાર્દુલે ઓવલ મેદાન પર સતત ત્રીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. બે વર્ષ પહેલા શાર્દુલે ઈંગ્લેન્ડ સામે ઓવલમાં જ બંને દાવમાં ધમાકેદાર અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો : WTC FINAL: કાંગારુઓની ઘાતક બોલિંગ સામે ભારતની દીવાલ બન્યો રહાણે, 18 મહિના બાદ કરી ધમાકેદાર વાપસી

શાર્દુલે દિગ્ગજ ક્રિકટરોની કરી બરાબરી

શાર્દુલે ઈંગ્લેન્ડ સામે 2021ની તે ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 57 રન બનાવ્યા અને પછી બીજી ઈનિંગમાં 60 રન બનાવ્યા. આ વખતે પણ શાર્દુલે પચાસનો આંકડો પાર કર્યો અને 51 રન બનાવીને આઉટ થયો. આ રીતે શાર્દુલ ઠાકુરે મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરની બરાબરી કરી લીધી છે. આ બે દિગ્ગજોની જેમ શાર્દુલ પણ ઓવલ ખાતે સતત ત્રણ અડધી સદી ફટકારનાર પ્રથમ વિદેશી બેટ્સમેન બન્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">