AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Team India: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 4 ગુજ્જુ ખેલાડી મચાવશે ધમાલ

Team India squad for ICC World Test Championship 2023: BCCIએ મંગળવારે ટ્વિટર દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમમાં અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની વાપસી થઈ છે. રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે.

WTC Team India: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 4 ગુજ્જુ ખેલાડી મચાવશે ધમાલ
| Updated on: Apr 25, 2023 | 12:02 PM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે, પરંતુ વાઇસ કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે 7 જૂન, 2023થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC ફાઈનલ લંડનના ઓવલ મેદાન પર રમાશે.આ મોટી મેચ માટે 12 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.

આ પણ વાંચો : Breaking news : શુક્રવારે મહિલા રેસલર્સની અરજી પર સુનાવણી કરશે SC, દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો

4 ગુજ્જુ ખેલાડી મચાવશે ધમાલ

ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ,જયદેવ ઉનકાટ આ ચારેય ખેલાડી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ધમાલ મચાવશે.

WTC 2023 ફાઈનલ માટેની ભારતીય ટીમ નીચે મુજબ છે

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનકાટ .ટીમની કમાન રોહિત શર્માના હાથમાં હશે જ્યારે કેએસ ભરત વિકેટકીપિંગની જવાબદારી સંભાળતા જોવા મળશે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્મા અને યુવા શુભમન ગિલ પર ઓપનિંગની જવાબદારી સોંપી છે. મિડલ ઓર્ડરમાં અજિંક્ય રહાણેની વાપસી થઈ છે જ્યારે સૂર્યકુમાર યાદવને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. શ્રેયસ ઐયર ઈજાના કારણે WTC ફાઈનલમાંથી પહેલા જ બહાર થઈ ગયો હતો. રહાણે વર્તમાન આઈપીએલમાં સારા લયમાં જોવા મળી રહ્યો છે જ્યારે સૂર્યકુમાર યાદવ સારા ફોર્મમાં ચાલી રહ્યો નથી.

ICC ખિતાબના દુકાળને ખતમ કરવા માંગશે

ભારતીય ટીમે તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ભારતે આ સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી.  ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. ગત વખતે તેને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો. આ વખતે ભારતીય ટીમ ચેમ્પિયન બનીને ICC ખિતાબના દુકાળને ખતમ કરવા માંગશે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">