AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : અમદાવાદ ટેસ્ટના પરિણામ પહેલા ભારતીય ટીમને ઝટકો, Shreyas Iyer મેચમાંથી બહાર

અમદાવાદ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શ્રેયસ અય્યરને પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ હતી, જે બાદ તેને મેદાનની બહાર જવું પડ્યું હતું.

IND vs AUS : અમદાવાદ ટેસ્ટના પરિણામ પહેલા ભારતીય ટીમને ઝટકો, Shreyas Iyer મેચમાંથી બહાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 11:44 AM
Share

અમદાવાદ ટેસ્ટમાં 5મા દિવસની રમત શરૂ જ થઈ હતી કે ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર શ્રેયસ અય્યરની ઈજા સાથે સંબંધિત છે, જે હવે આ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેમને જણાવી દઈએ કે, આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અય્યરને પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ હતી, જેના પછી તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. ઈજાના કારણે અય્યરે પ્રથમ દાવમાં પણ બેટિંગ કરી ન હતી અને હવે બીજી ઈનિંગમાં પણ જરૂર પડે તો તે બેટિંગ કરી શકશે નહીં.

જે તબક્કા પર મેચ જોવા મળી રહી છે. ત્યાંથી ભારતીય ટીમને નુકસાન વેઠવું પડે એમ નથી. કારણ કે, આજે અમદાવાદની ટેસ્ટનો છેલ્લો દિવસ છે.

અય્યર અગાઉ પણ પીઠના ભાગે ઈજા થઈ હતી

શ્રેયસ ઐયર ઈજા બાદથી BCCIની મેડિકલ ટીમની સતત દેખરેખમાં છે. તેનું સ્કેન પણ કરવામાં આવ્યું હતું. અને હવે તેને અમદાવાદ ટેસ્ટમાંથી બાકાત રાખવાના સમાચાર પણ સામે આવ્યા છે. જોકે, અય્યરને થયેલી ઈજા નવી નથી. શ્રીલંકા સામેની શ્રેણીમાં તેને સૌથી પહેલા પીઠની નીચે ઈજા થઈ હતી, જે પછી તે એક મહિના સુધી NCAમાં રહ્યો હતો. તેના કારણે અય્યર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં પણ રમી શક્યો ન હતો અને બીજી ટેસ્ટથી ટીમ સાથે સીધો સંકળાયેલો હતો. પરંતુ માત્ર 2 મેચ રમ્યા બાદ ઐય્યરની એ જ જૂની ઈજામાં ફસાયો છે.

ODI સિરીઝ અને IPLમાં નહીં રમવાની શક્યતા

શ્રેયસ અય્યર સત્તાવાર રીતે BCCI તરફથી અમદાવાદ ટેસ્ટમાંથી બહાર છે. પરંતુ એવા અહેવાલો પણ છે કે 17 માર્ચથી શરૂ થનારી વનડે શ્રેણીમાં તેનું રમવું શંકાસ્પદ છે. આટલું જ નહીં શ્રેયસ ઐયરની ઈજાની ગરમી આઈપીએલ પર પણ પડી રહી છે.

જો ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સીધો પ્રવેશ કરવો હોય તો તેને આ મેચ જીતવી પડશે. જો ભારતીય ટીમ આ મેચ હારે છે અથવા મેચ ડ્રો થાય છે તો પરિણામ ન્યુઝીલેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સીરીઝ પર નિર્ભર રહેશે. જો શ્રીલંકાને WTC ફાઇનલમાં પહોંચવું હોય તો બંને મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવવું પડશે. ઓસ્ટ્રેલિયાએ પહેલા જ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

g clip-path="url(#clip0_868_265)">