IND vs AUS 1st ODI Live Score Highlights: રવિન્દ્ર જાડેજા અને રાહુલે ભારતને અપાવી જીત, 5 વિકેટે વિજય
India vs Australia 1st ODI Match Live Score Updates Highlights: ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોના નિયમિત કેપ્ટન પ્રથમ વનડેમાં જોવા મળશે નહીં. ભારતનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરશે અને ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ સ્ટીવ સ્મિથ કરશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 3 વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કમાન સંભાળશે અને પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયન ટીમનું સુકાન સંભાળશે. વર્લ્ડ કપના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે બંને ટીમોને વર્લ્ડકપ માટેની તૈયારીઓને અજમાવવાની તક મળશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બંન્ને ટીમની પ્લઈંગ ઈલેવન
ભારત: શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયાઃ ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ , કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.
LIVE NEWS & UPDATES
-
IND vs AUS 1st ODI Live Score: જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો, ભારતની જીત
ભારતીય ઓલરાઉન્ડરે શાનદાર બે ચોગ્ગા જમાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ વચ્ચે શતકીય ભાગીદારી નોંધાઈ હતી. બંનેની રમત વડે ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.
-
IND vs AUS 1st ODI Live Score: રાહુલે જમાવ્યો છગ્ગો
36મી ઓવર શાનદાર રહી હતી. રાહુલે ઓવરના બીજા બોલ પર ડ્રાઈવ કરીને ચોગ્ગો ફટકાર્યો હતો.જ્યારે ચોથા બોલ પર રાહુલે છગ્ગો જમાવ્યો હતો. એડમ ઝંપાના બોલ પર વાઈડ લોંગ ઓન તરફ સિક્સ ફટકારી હતી. ઓવરમાં 17 રન આવ્યા હતા.
-
-
IND vs AUS 1st ODI Live Score: કેએલ રાહુલે પુરી કરી અડધી સદી
ભારત હવે લક્ષ્યની નજીક પહોંચ્યુ છે અને આ માટે મહત્વની ભૂમિકા કેએલ રાહુલે નિભાવી છે. કેએલ રાહુલે મક્કમતા પૂર્વકની રમત દર્શાવી ક્રિઝ પર ઉભો રહ્યો હતો. મુશ્કેલ સમયમાં મહત્વની રમત દર્શાવીને રાહુલે અડધી સદી પૂરી કરી લીધી છે. 35મી ઓવરમાં રાહુલે સિંગલ રન વડે અડધી સદી નોંધાવી હતી.
-
IND vs AUS 1st ODI Live Score: 30 ઓવરના અંતે ભારતનો સ્કોર-122/5
રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ભારતીય ટીમને ધીરે ધીરે લક્ષ્ય તરફ આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્રીસ ઓવરના અંતે ભારતે 5 વિકેટ ગુમાવીને 122 રન નોંધાવ્યા છે. બંને વચ્ચે મહત્વની ભાગીદારી રમત નોંધાવી રહી છે.
-
IND vs AUS 1st ODI Live Score: રાહુલે જમાવ્યો ચોગ્ગો
સ્ટાર્ક 28મી ઓવર લઈને આવ્યો હતો. કેએલ રાહુલે શાનદાર ચોગ્ગો જમાવ્યો હતોય તેણે ક્રોસ સીમ બોલને મીડ ઓફ તરફ રમ્યો હતો અને મિડ ઓફ અને મિડઓનની વચ્ચેથી ગેપ નિકાળી ચાર રન મેળવ્યા હતા.
-
-
IND vs AUS 1st ODI Live Score: જાડેજાએ વધુ એક ચોગ્ગો જમાવ્યો
26મી ઓવર લઈને મિશેલ સ્ટાર્ક આવ્યો હતો. ઓવરના પાંચમા બોલ ચોગ્ગો જમાવ્યો હતો. ફુલ બોલને જાડેજાએ સ્ક્વેર લેગ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો
રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો છે. એડમ ઝંપા 25મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો હતો. જાડેજાએ ફાઈનલ લેગની દિશામાં ચોગ્ગો જમાવ્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: 20 ઓવરના અંકે ભારતનો સ્કોર 83/5
અડધી ભારતીય ટીમ પેવેલિયન પરત ફરી ચુકી છે. ભારત હજુ 100 થી વધુ રનની જરુર છે. આમ લક્ષ્યના અડધા મુકામે પહોંચતા પહેલા જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ભારતે ઈશાન, ગિલ, કોહલી, સૂર્યા અને હાર્દિકની વિકેટ ગુમાવી દીધી છે. જાડેજા અને રાહુલ બંને ક્રિઝ પર મોજૂદ છે. બંનેના ખભા પર લક્ષ્ય સુધી પહોંચવાની જવાબદારી છે.
-
IND vs AUS 1st ODI Live Score: હાર્દિક પંડ્યા આઉટ
માર્ક્સ સ્ટોઈનીસના બોલને પુલ કરી દેતા તે સીધો જ ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર કેમરોન ગ્રીનના હાથમાં કેચ આપી દીધો હતો. ભારતે મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. બોલ હેલ્મેટના લેવલ પર હતો અને તેણે તેને પુલ કરી દીધો હતો. 25 રન નોંધાવીને હાર્દિક પરત ફર્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: હાર્દિક પંડ્યાએ છગ્ગો જમાવ્યો
હાર્દિક પંડ્યાએ બેટને ખોલીને શાનદાર છગ્ગો જમાવ્યો હતો. 17મી ઓવર લઈને કેમરોન ગ્રીન આવ્યો હતો. બેકઓફ ધ લેન્થ બોલને સ્લાઈસ કરીને થર્ડમેન નજીકથી છગ્ગો જમાવ્યો હતો. શાનદાર શોટ હાર્દિકે જમાવ્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: હાર્દિક પંડ્યાએ બાઉન્ડરી ફટકારી
14મી ઓવર લઈને શોન એબોટ આવ્યો હતો. ઓવરના ચોથા બોલને ભારતીય સુકાની હાર્દિક પંડ્યાએ ચાર રન મેળવ્યા હતા. ફુલર બોલને ઓન સાઈડ પર ફ્લિક કરીને ચોગ્ગો ફટકાર્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: રાહુલે ચોગ્ગો જમાવ્યો
કેએલ રાહુલે 13મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો જમાવ્યો હતો. કેમરોન ગ્રીન આ ઓવર લઈને આવ્યો હતો. જેની પર થર્ડમેનની બાજુમાં ગેપ નિકાળીને ચાર રન મેળવ્યા હતા.
-
પંચકુલા-ચંદીગઢ બોર્ડર પર બેઠેલા સરપંચોએ ધરણા સમાપ્ત કર્યા
હરિયાણાના સરપંચોએ સ્થાનિક વહીવટીતંત્ર સાથે વાતચીત કર્યા બાદ હરિયાણા સરકારને તેમની માંગણીઓ સ્વીકારવા માટે 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ સાથે તેમણે શાંતિપૂર્ણ રીતે હડતાલનો અંત આણ્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: હાર્દિક પંડ્યાએ ચોગ્ગો જમાવ્યો
હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો છે. તેણે પોતાના પ્રથમ બોલ પર જ 11મી ઓવરમાં ચોગ્ગો જમાવ્યો હતો. ગિલના બાદ તે રમતમાં આવ્યો હતો અને તેણે સ્ટાર્કના બોલને સ્ક્વેર ડ્રાઈવ કરીને ચાર રન મેળવ્યા હતા.
-
IND vs AUS 1st ODI Live Score: શુભમન ગિલ આઉટ
મિશેલ સ્ટાર્કની બોલિંગ ભારતીય બેટરો પર ભારે રહી છે. ત્રીજા ખેલાડીને તેણે આઉટ કર્યો છે. ભારતીય ઓપનર શુભમન ગિલને તેણે લાબુશેનના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. ગિલ 20 રન નોંધાવીને પરત ફર્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: કેએલ રાહુલે ચોગ્ગા જમાવ્યો
10 ઓવરની રમત સમાપ્ત થઈ છે. ભારતે 39 રન ત્રણ વિકેટ ગુમાવીને નોંધાવ્યા છે. 10મી ઓવરના અંતિમ બોલ પર કેએલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવર શોન એબોટ લઈને આવ્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: સૂર્યકુમાર શૂન્યમાં આઉટ
બેક ટુ બેક વિકેટ મિશેલ સ્ટાર્કે મેળવી છે.આ પહેલા તેણે વિરાટ કોહલીની મોટી વિકેટ મેળવી હતી અને હવે આગળના બોલ પર સૂર્યાને આઉટ કર્યો છે. સૂર્યા ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો છે. સૂર્યા પણ અંદર આવતા બોલને ચૂકી ગયો હતો અને પેડ પર જઈને વાગ્યો હતો. આમ ત્રીજી વિકેટ ભારતે ગુમાવી છે.
-
IND vs AUS 1st ODI Live Score: વિરાટ કોહલી આઉટ
વિરાટ કોહલી લેગબિફોર વિકેટ ગુમાવીને પરત ફર્યો છે. કોહલીને બોલ અંદર આવ્યો અને સીધો જ પેડ પર વાગ્યો હતો. ફ્લિક કરવાનો પ્રયાસ ચૂકી જતા તે વિકેટ ગુમાવી બેઠો હતો. કોહલી 4 રન નોંધાવીને પરત ફર્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: વિરાટ કોહલીએ ચોગ્ગો જમાવ્યો
કોહલીએ પોતાનુ ખાતુ બાઉન્ડરી સાથે ખોલ્યુ છે. તેણે ચોથી ઓવરના પાંચમાં બોલ પર ડ્રાઈવ કરીને બોલની બાજુમાંથી જ ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવર લઈને માર્કસ સ્ટોઈનીસ આવ્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: શુભમન ગિલે બાઉન્ડરી જમાવી
ત્રીજી ઓવર લઈને મિશેલ સ્ટાર્ક આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર શુભમન ગિલે બાઉન્ડરી જમાવી હતી. કવરની દીશામાં ગેપ નિકાળીને બોલને બાઉન્ડરીને પાર કર્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: ઈશાન કિશન આઉટ
ઈશાન કિશન આઉટ. ભારતે બીજી ઓવરમાં જ પ્રથમ ઝટકો સહન કર્યો છે. ઓપનર ઈશાન લેગબિફોર આઉટ થયો હતો. આગળ આવીને રમવાના પ્રયાસને તે ચૂકી ગયો હતો અને બોલ સિધો જ પેડ પર વાગ્યો હતો. રિવ્યૂ લીધો પરંતુ જેમાં પણ નિર્ણય યથાવત રહ્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: ભારતની ઈનીંગ શરુ
ઈશાન કિશન અને શુભમન ગિલની જોડી ટીમ ઈન્ડિયાની બેટિંગ ઈનીંગની શરુઆત કરવા માટે ક્રિઝ પર આવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઓવર લઈને મિશેલ સ્ટાર્ક આવ્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: ભારતીય બોલરનું શાનદાર પ્રદર્શન
ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે 81 અને જોશ ઈંગ્લિસે 26 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમી અને સિરાજે ત્રણ-ત્રણ, રવિન્દ્ર જાડેજાએ બે અને કુલદીપ યાદવે એક વિકેટ ઝડપી હતી.
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાએ ભારતને 189 રનનો ટાર્ગેટ આપ્યો
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 189 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. કાંગારૂ ટીમ 35.4 ઓવરમાં 188 રનમાં સમેટાઈ ગઈ હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે 129 રન હતો, ત્યારબાદ ટીમે 59 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી.ઓસ્ટ્રેલિયાએ 19.3 ઓવરમાં બે વિકેટે 129 રન બનાવ્યા હતા. ત્યારબાદ મિશેલ માર્શ અને માર્નસ લાબુશેન ક્રિઝ પર હતા. રવીન્દ્ર જાડેજાએ માર્શને આઉટ કર્યો અને તે પછી આખી ટીમ 35.4 ઓવરમાં જ પડી ગઈ. એટલે કે 17 ઓવરમાં જ ભારતે ઓસ્ટ્રેલિયાનો દાવ પૂરો કરી લીધો.
-
IND vs AUS 1st ODI Live Score:ઝમ્પા ખાતું પણ ખોલાવી શક્યો નહિ
36મી ઓવરના ચોથા બોલ પર મોહમ્મદ સિરાજે એડમ ઝમ્પાને આઉટ કરીને ટીમને છેલ્લી સફળતા અપાવી હતી. ઝમ્પા શોર્ટ બોલ પર ડ્રાઇવ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ઝમ્પા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 188/9
35મી ઓવર કુલદિપ યાદવ લઈને આવ્યો હતો. આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં એક પણ રન આવ્યો ન હતો.
-
IND vs AUS 1st ODI Live Score: મિચેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા ક્રિઝ પર
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાને નવમો ઝટકો
મોહમ્મદ સિરાજે ભારતને 9મી સફળતા અપાવી. શુભમન ગિલે સિરાજના બોલ પર સીન એબોટનો શાનદાર કેચ લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 34 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા છે. ભારતીય બોલરો હાલમાં મુલાકાતી ટીમ પર પ્રભુત્વ જમાવી રહ્યા છે.
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાની આઠ વિકેટ પડી
33 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટ ગુમાવીને 188 રન બનાવી લીધા છે. 33મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ ગ્લેન મેક્સવેલને હાર્દિક પંડ્યાના હાથે કેચ કરાવ્યો હતો. મેક્સવેલ આઠ રન બનાવી શક્યો હતો. હાલમાં સીન એબોટ અને મિશેલ સ્ટાર્ક ક્રિઝ પર છે.
-
IND vs AUS 1st ODI Live Score: 33 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 8 વિકેટે 188 રન
મોહમ્મદ શમી મેચમાં તબાહી મચાવી રહ્યો છે. તેણે તેની છેલ્લી ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ લીધી છે. ઈનિંગની 28મી ઓવરમાં જોસ ઈંગ્લિસને બોલ્ડ કર્યા બાદ શમીએ 30મી ઓવરમાં કેમરોન ગ્રીનને ક્લીન બોલ્ડ કર્યો હતો. ઈંગ્લિશ 26 અને ગ્રીન 12 રન બનાવી શક્યો હતો. 30મી ઓવરમાં શમી પાસે બીજી વિકેટ લેવાની તક હતી, પરંતુ શુભમન ગિલ સ્લિપમાં માર્કસ સ્ટોઇનિસનો કેચ છોડ્યો હતો. ત્યારબાદ સ્ટોઈનિસ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જોકે, સ્ટોઈનિસ આ જીવનદાનનો વધુ ઉપયોગ કરી શક્યો ન હતો અને 32મી ઓવરમાં શમીએ તેને સ્લિપમાં શુભમનના હાથે કેચ કરાવ્યો હતો.
-
IND vs AUS 1st ODI Live Score:ગ્લેન મેક્સવેલ આઉટ
ગ્લેન મેક્સવેલ 10 બોલમાં 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો
-
IND vs AUS 1st ODI Live Score: શમીએ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ લીધી
શમીએ તબાહી મચાવી, ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ લીધી, સ્ટોઈનિસ, ઈંગ્લિશ અને ગ્રીનને પેવેલિયન મોકલ્યો
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાને સાતમો ઝટકો
માર્કસ સ્ટોઈનિસ 8 બોલમાં 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યોઓસ્ટ્રેલિયાએ 32 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવ્યા છે.
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 184/6
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 31 ઓવર બાદ છ વિકેટે 184રન છે. હાલમાં ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઈનિસ ક્રિઝ પર છે.
-
IND vs AUS 1st ODI Live Score: ગ્લેન મેક્સવેલ ચોગ્ગો ફટકાર્યો
-
IND vs AUS 1st ODI Live Score: માર્કસ સ્ટોઇનિસ ચોગ્ગો ફટકાર્યો
માર્કસ સ્ટોઇનિસ 30મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
IND vs AUS 1st ODI Live Score : ક્રિઝ પર સ્ટોઈનિસ અને ગ્લેન મેક્સવેલ
-
IND vs AUS 1st ODI Live Score: 30 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 174/ 6
-
IND vs AUS 1st ODI Live Score: ઑસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ
કેમરૂન ગ્રીન પેવેલિયન પરત ફર્યો છે. શમીએ ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. ગ્રીન 30મી ઓવરના ત્રીજા બોલ પર શમી દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરમાં 6 વિકેટે 174 રન બનાવ્યા છે.
-
IND vs AUS 1st ODI Live Score: ગ્લેન મેક્સવેલ અને કેમેરોન ગ્રીન ક્રિઝ પર
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 29મી ઓવર પછી 5 વિકેટે ગુમાવી 174 રન બનાવ્યા છે. કેમેરોન ગ્રીન 16 બોલમાં 12 રન અને મેક્સવેલ 4 બોલમાં 3 રન બનાવી ક્રિઝ પર છે.
-
IND vs AUS 1st ODI Live Score: જોશ ઇંગ્લિસ આઉટ
ઓસ્ટ્રેલિયાને 28મી ઓવરમાં 169ના સ્કોર પર પાંચમો ઝટકો લાગ્યો હતો. મોહમ્મદ શમીએ જોસ ઈંગ્લિસને બોલ્ડ કર્યો હતો. ઈંગ્લિશ 27 બોલમાં 26 રન બનાવી શક્યો હતો. હાલમાં ગ્લેન મેક્સવેલ અને કેમેરોન ગ્રીન ક્રિઝ પર છે.
-
IND vs AUS 1st ODI Live Score:જોશ ઇંગ્લિસની શાનદાર બાઉન્ડ્રી
જોશ ઈંગ્લિસે 28મી ઓવરના ત્રીજા બોલ પર બાઉન્ડ્રી ફટકારી
-
IND vs AUS 1st ODI Live Score: ભારતીય ટીમની શાનદાર ફિલ્ડિંગ
ભારતીય ટીમની શાનદાર ફિલ્ડિંગ રહી છે. 28મી ઓવરમાં સૂર્યકુમાર યાદવની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી. તેમણે ઓસ્ટ્રેલિયાના ખેલાડીને રન બનાવતા રોક્યા હતા.
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 6 રન આવ્યા
ઓસ્ટ્રેલિયા 27 ઓવર પછી 161/4 પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 27 ઓવરમાં 4 વિકેટના નુકસાને 161 રન બનાવ્યા છે. 27મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 6 રન આવ્યા હતા
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયન ટીમ બેકફૂટ પર
જોશ ઈંગ્લિસ અને કેમેરોન ગ્રીન ક્રિઝ પર છે. મિચેલ માર્શના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બેકફૂટ પર આવી ગઈ છે. હવે ભારત પાસે કાંગારૂ ટીમના મિડલ ઓર્ડર પર દબાણ બનાવીને વધુ વિકેટ લેવાની તક છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 26 ઓવર બાદ ચાર વિકેટે 155 રન છે.
-
IND vs AUS 1st ODI Live: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 150 રનને પાર
ઓસ્ટ્રેલિયાનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર 150 રનને પાર કરી ગયો છે.
-
IND vs AUS 1st ODI Live: ભારતીય ટીમે મુંબઈ વનડેમાં શાનદાર વાપસી કરી
ભારતીય ટીમે મુંબઈ વનડેમાં શાનદાર વાપસી કરી છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 25 ઓવર પછી 151/ 4 છે.જોશ ઈંગ્લિસ 16 બોલમાં 12 રન અને કેમરુન ગ્રીન 9 બોલમાં 6 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.
-
IND vs AUS 1st ODI Live: જોશ ઈંગ્લિસે ચોગ્ગો ફટકાર્યો
જોશ ઈંગ્લિસે 24મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે 24 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 147/4 છે
-
IND vs AUS 1st ODI Live: ભારતીય બોલરે, ઓસ્ટ્રેલિયન ટીમને બેકફૂટ પર ધકેલી
હવે કેમેરોન ગ્રીન જોશ ઈંગ્લિસ સાથે ક્રિઝ પર છે. ભારતીય બોલરોએ હવે ઓસ્ટ્રેલિયન ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે.
-
IND vs AUS 1st ODI Live: ઓસ્ટ્રેલિયાનો ચોથો ઝટકો, લાબુશેન આઉટ
ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ 139 રન પર પડી, જાડેજાએ શાનદાર કેચ લઈને લાબુશેનને પેવેલિયન મોકલ્યો,લાબુશેન 22 બોલમાં 15 રન બનાવી પેવેલિયન ફર્યો
-
IND vs AUS 1st ODI Live: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 138/ 3
22મી ઓવર રવિન્દ્ર જાડેજા લઈને આવ્યો હતો, આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 5 રન આવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 138/ 3
-
IND vs AUS 1st ODI Live: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 133/ 3
21 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 132/ 3 છે. ક્રિઝ પર જોશ ઈંગ્લિશ 4 બોલમાં 2 રન અને માર્નસ લાબુશેન 17 બોલમાં 13 રન બનાવી રમી રહ્યો છે.ઓસ્ટ્રેલિયાએ 21 ઓવરમાં 3 વિકેટે 132 રન બનાવ્યા છે.
-
IND vs AUS 1st ODI Live: જોશ ઇંગ્લિસ અને માર્નસ લાબુશેન ક્રિઝ પર
હવે જોશ ઇંગ્લિસ અને લાબુશેન સાથે ક્રિઝ પર છે.
-
IND vs AUS 1st ODI Live: ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો
ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ 129 રનના સ્કોર પર પડી હતી. મિશેલ માર્શ 65 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો છે. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 5 સિક્સર ફટકારી હતી.રવિન્દ્ર જાડેજાની બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં તે મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ થયો હતો.
-
IND vs AUS 1st ODI Live: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 124/ 2
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 19 ઓવર પછી 124/ 2 છે. મિચેલ માર્શે 63 બોલમાં 77 રન બનાવી રમી રહ્યો છે જેણે અત્યારસુધી 5 સિક્સ અને 9 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે લાબુશેને 11 બોલમાં 10 રન કરી 1 ચોગ્ગો ફટકાર્યો છે.
-
IND vs AUS 1st ODI Live: મિચેલ માર્શ સિક્સ ફટકારી
મિચેલ માર્શ 19મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી
-
IND vs AUS 1st ODI Live: મિચેલ માર્શ ચોગ્ગો ફટકાર્યો
મિચેલ માર્શ 19મી ઓવરમાં બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
india vs australia live updates : મિચેલ માર્શે સિક્સ ફટકારી
મિશેલ માર્શે 17મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 51 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા
-
india vs australia live updates : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 103 /2
17મી ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 103/2 વિકેટ છે. મિચેલ માર્શે પોતાની અડધી સદી પુરી કરી છે. મિચેલ માર્શે 51 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે.
-
india vs australia live updates : મિચેલ માર્શ ચોગ્ગો ફટકાર્યો
મિચેલ માર્શે 17મી ઓવરમાં બેક ટુ બેક બે ચોગ્ગા ફટકાર્યા હતા
-
india vs australia live updates :ઓસ્ટ્રેલિયાનો સ્કોર 100 રનની નજીક
ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટના નુકસાને 100 રનની નજીક પહોંચી ગયો છે. મિશેલ માર્શ તેની અડધી સદીની ખૂબ નજીક છે, જ્યારે લાબુશેન ક્રિઝ પર ટકવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 16 ઓવર પછી એક વિકેટે 94 રન છે.
-
india vs australia live updates :મિશેલ માર્શ અડધી સદીથી 4 રન દુર
કાંગારૂ ટીમની બે વિકેટ પડી ગઈ છે. તેમ છતાં, મિશેલ માર્શની તોફાની બેટિંગ ચાલુ છે. શરૂઆતમાં ધીમી બેટિંગ કર્યા બાદ માર્શે ઝડપ પકડી લીધી છે. તે 41 બોલમાં 46 રન બનાવીને રમી રહ્યો છે. તે પોતાની અડધી સદીથી માત્ર ચાર રન દૂર છે.
-
IND vs AUS 1st ODI Live: લાબુશેને ચોગ્ગો ફટકાર્યો
માર્નસ લાબુશેને 14મી ઓવરના જાડેજાના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
-
IND vs AUS 1st ODI Live: માર્નસ લાબુશેને સિંગલથી ખાતું ખોલ્યું
સ્ટીવ સ્મિથને વિકેટકીપર લોકેશ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. તેના સ્થાને માર્નસ લાબુશેન ક્રિઝ પર આવ્યો છે,સ્મિથ અને માર્શની ભાગીદારી ખતરનાક દેખાઈ રહી હતી, પરંતુ સુકાની હાર્દિકે યોગ્ય સમયે ભારતને વિકેટ અપાવી હતી.
-
IND vs AUS 1st ODI Live Score: સ્ટીવ સ્મિથ આઉટ, ઓસ્ટ્રેલિયાને બીજો ફટકો
ઓસ્ટ્રેલિયાને 77 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. હાર્દિક પંડ્યાએ સ્ટીવ સ્મિથને વિકેટકીપર લોકેશ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સ્મિથે 30 બોલમાં 22 રન બનાવ્યા હતા. હવે માર્નસ લાબુશેન મિશેલ માર્શ સાથે ક્રિઝ પર છે.
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાએ 12 ઓવરમાં 76 રન બનાવ્યા
ભારતીય બોલરો અત્યાર સુધી સ્ટીવ સ્મિથ અને મિશેલ માર્શની જોડી તોડી શક્યા નથી. બંને બેટ્સમેન સારી લયમાં બેટિંગ કરી રહ્યા છે અને 70થી વધુ રનની ભાગીદારી કરી છે. મિશેલ માર્શ તેની અડધી સદીની નજીક છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 12 ઓવર પછી 76 રન છે.
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 11 ઓવર પછી એક વિકેટે 70 રન
મિચેલ સારી ગતિએ સ્કોર કરી રહ્યો છે અને તેની અડધી સદીની નજીક છે. જ્યારે, સ્મિથ સંભાળીને રમી રહ્યો છે
-
IND vs AUS 1st ODI Live Score: પાવરપ્લે પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 59/1
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પાવરપ્લેમાં એક વિકેટે 59 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ અને મિશેલ માર્શ વચ્ચે અડધી સદીની ભાગીદારી છે.
-
IND vs AUS 1st ODI Live Score: સ્મિથ-મિચેલ વચ્ચે અડધી સદીની ભાગીદારી
સ્ટીવ સ્મિથ અને મિચેલ વચ્ચે અડધી સદીની ભાગીદારી રહી છે. આ બંનેએ ઓસ્ટ્રેલિયાની ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી છે. મિચેલ આક્રમક બેટિંગ કરી રહ્યો છે જ્યારે સ્મિથ સાવધાનીપૂર્વક રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પાંચ રનમાં પડી હતી, ત્યારથી આ બંનેએ ઓસ્ટ્રેલિયા માટે સારી ગતિએ રન બનાવ્યા છે.
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 10 ઓવર પછી 59 /1
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 10 ઓવર પછી 59 /1 છે. મિચેલ માર્શે 28 બોલમાં 31 રન અને સ્ટિવ સ્મિથ 22 બોલમાં 16 રન બનાવી રમી રહ્યો છે. અત્યારસુધી મિચેલે 6 ચોગ્ગા અને 1 સિક્સ અને સ્ટિવ 3 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે.
-
india vs australia live updates : મિચેલ માર્શે સિક્સ ફટકારી
મિચેલ માર્શે 10મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી હતી. 10મી ઓવર શાર્દુલ ઠાકુર લઈને આવ્યો હતો.
-
india vs australia live updates :ભારત બીજી વિકેટની શોધમાં
ઑસ્ટ્રેલિયાએ ઇનિંગ્સની 9મી ઓવરના પ્રથમ બોલ પર તેના પચાસ રન પૂરા કર્યા. સ્ટીવ સ્મિથે હાર્દિક પંડ્યાની બોલ પર ચોગ્ગો ફટકારીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50 ની પાર પહોંચાડ્યો હતો. સ્મિથ અને મિશેલ માર્શ આ સમયે ક્રિઝ પર ઉભા છે. ભારત બીજી વિકેટની શોધમાં છે.
-
india vs australia live updates :ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50 રનને પાર
ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટના નુકસાને 50 રનને પાર કરી ગયો છે. સ્ટીવ સ્મિથ અને મિશેલ માર્શે ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સને સંભાળી છે. હવે આ બંને વચ્ચે સારી ભાગીદારી છે અને બંને બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમીને ઓસ્ટ્રેલિયાને સારા સ્કોર સુધી લઇ જવા ઇચ્છશે.
-
india vs australia live updates : સ્મિથે ચોગ્ગો ફટકાર્યો
-
india vs australia live updates : મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો
8મી ઓવર સિરાજ લઈને આવ્યો હતો. આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 9 રન આવ્યા હતા.
-
Today Cricket Live Score :ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 ઓવર પછી 37 /1
સ્મિથ 18 બોલમાં 9 રન અને મિચેલ માર્શ 15 બોલમાં 17 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 ઓવર પછી 37/1 છે
-
IND vs AUS 1st ODI Live: મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો
હાર્દિક પંડ્યા બોલિંગ 7મી ઓવર નાંખી રહ્યો છે
-
IND vs AUS 1st ODI Live:ઓસ્ટ્રેલિયાએ 6 ઓવરમાં 33 રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયાની ટીમે 6 ઓવરમાં 33 રન બનાવ્યા છે. મિશેલ માર્સ અને સ્ટીવ સ્મિથ હવે ઝડપી સ્કોર કરી રહ્યા છે. ભારતીય બોલરોએ પણ ખરાબ બોલિંગ કરી છે અને બંને તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સિમ્થ 9 અને માર્શ 13 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે. આ ઓવરમાં કુલ 4 રન ઓસ્ટ્રેલિયાના ખાતામાં આવ્યા હતા
-
IND vs AUS 1st ODI Live: ક્રિઝ પર માર્શ-સ્મિથની જોડી જામી
-
IND vs AUS 1st ODI Live: સ્ટિવ સ્મિથે ચોગ્ગો ફટકાર્યો
6 ઓવરના પહેલા બોલ પર સ્ટિવે ચોગ્ગો ફટકાર્યો
-
Today Cricket Live Score :ઓસ્ટ્રેલિયા 5 ઓવર પછી સ્કોર 29/1
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 5 ઓવરમાં એક વિકેટના નુકસાને 29રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડના વહેલા આઉટ થયા બાદ મિશેલ માર્શે ઝડપી રન બનાવવાની જવાબદારી ઉપાડી લીધી છે.
-
Today Cricket Live Score : સ્ટિવ સ્મિથે ચોગ્ગો ફટકાર્યો
સ્ટિવ સ્મિથે પાંચમી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
Today Cricket Live Score : મિચેલ માર્શ ચોગ્ગો ફટકાર્યો
-
Today Cricket Live Score :ઓસ્ટ્રેલિયાનો સ્કોર ચાર ઓવર પછી 19/1
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે ચાર ઓવરમાં એક વિકેટના નુકસાને 19 રન બનાવ્યા છે.
-
Today Cricket Live Score : મિચેલ ઉપરા ઉપરી ત્રણ ચોગ્ગા ફટકાર્યા
મિચેલે ચોથી ઓવરના બીજા,પાંચમાં અને છઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, આ સાથે ખેલાડી 13 રન બનાવી રમી રહ્યો છે.
-
Today Cricket Live Score : મિચેલ માર્શ ચોગ્ગો ફટકાર્યો
મિચેલ માર્શે સિરાજની ચોથી ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો છે. આ સાથે મિચેલે ચોથી ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા છે બીજો ચોગ્ગો પાંચમા બોલ પર ફટકાર્યો હતો અને છેલ્લા બોલ પર મિચેલ વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો
-
IND vs AUS 1st ODI Live Score: કેપ્ટન સ્ટિવ સ્મિથ ક્રિઝ પર
ત્રણ ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટે 7 રન છે. હવે સ્ટીવ સ્મિથ મિચેલ માર્શ સાથે ક્રિઝ પર છે. ત્રીજી ઓવર મોહમ્મદ શમી લઈને આવ્યો હતો.3 ઓવર બાદ સ્ટિવ સ્મિથ 5 બોલમાં 0 રન અને મિચેલ માર્શ 3 બોલમાં 1 રન બનાવી રમી રહ્યા છે
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 /1
2 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 /1 છે. આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 4 રન આવ્યા છે સાથે એક ઝટકો પણ લાગ્યો છે
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો
ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પાંચ રનના સ્કોર પર પડી હતી. ટ્રેવિસ હેડ 10 બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો.
-
IND vs AUS 1st ODI Live Score: હેડ ચોગ્ગો ફટકાર્યો
બીજી ઓવર મોહમ્મદ સિરાજ લઈને આવ્યો હતો.મોહમ્મદ સિરાજના ચોથા બોલ પર હેડ ચોગ્ગો ફટકાર્યો
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 1/0
ભારત માટે મોહમ્મદ શમીએ બોલિંગની શરૂઆત કરી હતી. પ્રથમ ઓવર રમ્યા બાદ ઓસ્ટ્રેલિયાનો એક રન વિના નુકશાન છે.
-
IND vs AUS 1st ODI Live Score: ઓસ્ટ્રેલિયાએ ખાતું ખોલ્યું
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઓવરના ચોથા બોલ પર પોતાનું ખાતું ખોલ્યું છે.
-
ND vs AUS 1st ODI Live Score: મેચ શરુ,ક્રિઝ પર મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડ ક્રિઝ પર
ટોસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવી છે. ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શે ઇનિંગ્સની શરૂઆત કરી. તે જ સમયે, મોહમ્મદ શમીએ ભારત માટે બોલિંગ શરૂ કરી દીધી છે.
-
Ind vs Aus 1st ODI Match LIVE : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે સિરીઝનું શેડ્યુલ
View this post on Instagram -
Ind vs Aus 1st ODI Match LIVE : એલેક્સ કેરી પ્રથમ વનડેમાંથી બહાર
ODI પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો નિયમિત વિકેટકીપર એલેક્સ કેરી ખરાબ તબિયતના કારણે સ્વદેશ પરત ફર્યો છે.
-
Ind vs Aus 1st ODI Match LIVE : ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન
ભારત: શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.
-
Ind vs Aus 1st ODI Match LIVE : ભારતે ટોસ જીત્યો
ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા આ મેચ માટે હાજર નથી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ હારવા પર ખુશી વ્યક્ત કરી છે, કારણ કે પીચને જોતા પહેલા બેટિંગ કરવી કે બોલિંગ કરવી તે નક્કી કરવું મુશ્કેલ હતું.
-
Ind vs Aus 1st ODI Match LIVE : હાર્દિક પંડ્યા ODI કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વનડે સિરીઝની પ્રથમ મેચ રમાનારી છે. ભારતીય ટીમના નિયમીત કેપ્ટન રોહિત શર્મા શુક્રવારે ઉપલબ્ધ નહીં હોવાને લઈ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળશે. હાર્દિક પંડ્યા પ્રથમવાર વનડે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ નિભાવતો જોવા મળી શકે છે. આ પણ વાંચો : IND vs AUS: હાર્દિક પંડ્યા ODI કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે, ભારતનો 27મો કેપ્ટન બનશે, જાણો 26 સુકાનીઓની સંપૂર્ણ યાદી
-
Ind vs Aus 1st ODI Match LIVE : ગોલ કરનાર ટીમને ફાયદો થશે
આજની પીચ સ્પિનરો માટે મુશ્કેલ બની શકે છે. લક્ષ્યાંક મેળવનારી ટીમને અહીં હંમેશા ફાયદો થશે. ટૂંક સમયમાં ટોસ થશે
-
India vs Australia 1st ODI Match Live Score વાનખેડે ખાતે પ્રથમ મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 3 વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કમાન સંભાળશે અને પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયન ટીમનું સુકાન સંભાળશે.
Published On - Mar 17,2023 12:56 PM