AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI Live Streaming : ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 12 જુલાઈથી ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે.ભારત 13 વર્ષ બાદ ડોમિનિકામાં ટેસ્ટ મેચ રમશે. આ મેદાન પર છેલ્લી વખત 2011માં મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી અહીં માત્ર એક જ મેચ રમી શકી છે.

IND vs WI Live Streaming : ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 9:40 AM
Share

IND vs WI Live Streaming : ભારતીય ટીમ આજે 12 જુલાઈથી 2 મેચની ટેસ્ટ સિરીઝથી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત કરશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. ભારતીય ટીમ લગભગ 1 મહિના પછી મેદાન પર રમવા જઈ રહી છે. આ પહેલા ટીમને WTC ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 98 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 22 મેચ જીતી છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 30 મેચ જીતી છે. આ સિવાય 46 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.

2002 થી, ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે એક પણ ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો નથી અને અત્યાર સુધીમાં સતત 8 સિરીઝ જીતી છે.

આ પણ વાંચો : WI vs IND: શુભમન ગિલે સામે ચાલીને માંગી લીધો નંબર 3, આ કારણે રાહુલ દ્રવિડ ઓપનરને પુજારાના સ્થાને ઉતારવા માન્યો!

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ મેચ ક્યારે રમાશે ?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 12 થી 16 જુલાઈના રોજ રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ મેચ ક્યાં રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ વિન્ડસર પાર્કમાં રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ કેટલા વાગ્યે શરુ થશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ ભારતીય સમયઅનુસાર રાત્રે 7:30 કલાકથી શરુ થશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ ક્યાં જોઈ શકશો?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનું ટીવી પર સીધું પ્રસારણ (DD Sports) પર થશે. ડીડી સ્પોર્ટસ અલગ અલગ ભાષાઓમાં મેચનું પ્રસારણ કરશે. આ મેચ ફ્રીમાં ડીટીએચ પર જોઈ શકાશે.

ભારતીય ટીમનો પ્રવાસ 12 જુલાઈથી શરુ

2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી-20 રમવા માટે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પહોંચી છે. ભારતીય ટીમનો આ પ્રવાસ 12 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝથી શરુ થશે. 3 મેચની વનડે સિરીઝની શરુઆત 27 જુલાઈથી થશે. અંતિમ વનડે 1 ઓગસ્ટના રોજ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં 5 ટી20 મેચોની સિરીઝ 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ વચ્ચે રમાશે. આ બધા વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની (Indian Cricket Team) જાહેરાત થઈ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">