AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ આમને-સામને, જુઓ કેવી હશે Playing XI

આજે મહિલા ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમો વચ્ચે મહત્વપૂર્ણ T20 વર્લ્ડ કપ મેચ રમાશે. ભારતીય મહિલા ટીમની નજર આજે વેસ્ટઈન્ડિઝ ટીમ સામે જીત મેળવવા પર રહેશે.

મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ આમને-સામને, જુઓ કેવી હશે Playing XI
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સંભવિત પ્લેઈંગ XIImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 2:02 PM
Share

પાકિસ્તાનને હરાવીને મહિલા T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરનાર ભારતીય ટીમ બુધવારે વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ તેની બીજી ગ્રુપ મેચમાં જીતનો સિલસિલો ચાલુ રાખવા પર નજર રાખશે. ગ્રુપ બીમાં પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. જ્યારે વેસ્ટ ઈન્ડિઝને ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ઈજાના કારણે ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચમાં બહાર બેસવું પડ્યું હતું.

મંધાના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં સંઘર્ષ કરી રહેલા યાસ્તિકા ભાટિયા કે હરલીન દેઓલને બહાર બેસવું પડી શકે છે.

રોડ્રિગ્સ અને ઘોષની કમાલ

પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાને આપેલા 150 રનના ટાર્ગેટને 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જેમિમા રોડ્રિગ્સે દબાણ હેઠળ 38 બોલમાં અણનમ 53 રન ફટકાર્યા હતા. તે જ સમયે, રિચા ઘોષે 20 રને અણનમ 31 રન બનાવ્યા હતા. ફરી એકવાર તેની પાસેથી આવી ઝડપી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે. કેપ્ટન હરમનપ્રીત કૌરનું બેટ છેલ્લી કેટલીક મેચોથી શાંત છે. આવી સ્થિતિમાં તેની પાસે બુધવારે તક છે. અને ભારતને જીત અપાવી શકે છે.

બોલર માથાનો દુખાવો બની ગઈ

ટૂર્નામેન્ટમાં પ્રવેશ શરૂ કરતા પહેલા ભારતે એક વોર્મ-અપ મેચ પણ રમી હતી અને અત્યાર સુધી ભારતીય બોલરોએ સંઘર્ષ કર્યો છે, જે ભારત માટે મોટો માથાનો દુખાવો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સમાં રમાશે. જ્યાં સ્પિનરોને મદદ મળશે. પ્રથમ દાવની સરેરાશ 150 રનની છે, જ્યારે બીજી ઈનિંગની સરેરાશ 141 રનની છે. જોકે 16 વખત ટાર્ગેટનો પીછો કરનારી ટીમ જીતી છે. જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમ આ મેદાન પર માત્ર 9 વખત જ જીતી શકી હતી.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ/યસ્તિકા ભાટિયા, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ

આ ટૂર્નામેન્ટની 8મી સીઝન છે. 17 દિવસ સુધી ચાલનારા મહિલા વિશ્વકપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. તેમાં કુલ 23 મેચો રમાશે. ઓસ્ટ્રેલિયા ડિફેડિંગ ચેમ્પિયન છે. તેણે 2020માં પોતાના ઘરમાં થયેલ ટૂર્નામેન્ટમાં ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો. ત્યારે આવા સમયે આ વખતે ભારતીય ટીમ કોઈ પણ સંજોગોમાં આ ખિતાબ પોતાના નામે કરવા માગશે.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">