WI vs IND: શુભમન ગિલે સામે ચાલીને માંગી લીધો નંબર 3, આ કારણે રાહુલ દ્રવિડ ઓપનરને પુજારાના સ્થાને ઉતારવા માન્યો!
Shubman Gill at number 3: શુભમન ગિલ અત્યાર સુધીમાં 16 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. આ દરમિયાન તેણે 921 રન 32.89ની સરેરાશથી નોંધાવ્યા છે. જોકે ગિલ ત્રણ નંબર પર બેટિંગ કરતા 47ની સરેરાશ ધરાવે છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી ટેસ્ટ સિરીઝની શરુઆત થઈ રહી છે. આજે પ્રથમ ટેસ્ટ મેચ રમાનારી છે. આ પહેલા જ ત્રીજા નંબર પર બેટિંગ કોણ કરશે એ નક્કી થઈ ચુક્યુ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ જ આ વાતનો ખુલાસો મીડિયા સામે કર્યો હતો. જોકે હવે સવાલ એ થાય છે કે, ટીમ ઈન્ડિયાનો ઓપનર બેટર હવે કેમ ત્રીજા ક્રમે રમવા માટે ઉતરશે. તો આમ થવાનુ પણ ચોક્કસ કારણ છે. રોહિતે જ આ કારણ પણ બતાવ્યુ હતુ કે, ગિલ અને ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્વવિડ સાથે થયેલી વાતચિતને લઈ આમ કરવામાં આવ્યુ છે.
ચેતેશ્વર પુજારા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની ટીમમાં સામેલ નથી. આમ ત્રણ નંબરની જવાબદારી સંભાળતા પુજારાના સ્થાન પર કોને ઉતારવો તેનો ઉકેલ મળી ગયો હતો. દ્રવિડ અને ગિલ સાથેની વાતચિત બાદ એ નક્કી કરવામાં આવ્યુ કે ત્રણ નંબર પર પુજારાના સ્થાનને શુભમન ગિલ સંભાળશે. જોકે આ પહેલા યશસ્વી જયસ્વાલનુ નામ ત્રણ નંબરે બેટિંગ કરવા માટે માનવામાં આવતુ હતુ. પુજારાના સ્થાને ટેસ્ટ સ્ક્વોડમાં સમાવેશ જયસ્વાલનો કરવામાં આવ્યો હતો.
Solid support for @ybj_19 and the youngsters in the squad 👏 👏@ShubmanGill to bat at No. 3 👍 👍
🎥 Snippets from #TeamIndia Captain @ImRo45‘s press conference ahead of the first #WIvIND Test 🔽 pic.twitter.com/idDJwh6Fn5
— BCCI (@BCCI) July 11, 2023
દ્રવિડ કેવી રીતે માની ગયા?
ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે કેવી રીતે ગિલને ત્રણ નંબર પર ઉતારવાનુ નક્કી કર્યુ એ સવાલ પણ અહીં ચર્ચામાં રહ્યો હતો. પરંતુ કેપ્ટન રોહિત શર્મા મુજબ વાત એમ છે કે, ખુલ શુભમન ગિલે જ રાહુલ દ્રવિડને આ માટેની વાત કરી હતી. કેપ્ટન રોહિત મુજબ હેડ કોચને ગિલે જ આ પોઝિશન પર બેટિંગ કરવાની પોતાની ઈચ્છા પર મનાવી લીધા હતા. ગિલે તેમને કહ્યુ હતુ કે, તે ત્રણ નંબર પર રમવા ઈચ્છે છે. આમ એટલા માટે કે, તેણે મોટેભાગે ક્રિકેટ ત્રણ અને ચાર નંબરની પોઝિશન પર જ રમી છે. ગિલનુ આટલુ કહેવા પર જ દ્રવિડે હા ભણી દીધી અને તેના માટે નંબર ત્રણનુ સ્થાન નક્કી થઈ ગયુ હતુ.
View this post on Instagram
આંતર રાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ નંબર પર ગિલનુ પ્રદર્શન જોવામાં આવે તો, તે 47ની સરેરાશથી રન નોંધાવ્યા છે. જ્યારે ગિલ ઓપનર તરીકે રમતમાં ઉતર્યો તો તેણે 32.37ની સરેરાશથી બેટિંગ કરી છે. ગિલ અત્યાર સુધીમાં 16 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે અને તેણે 921 રન નોંધાવ્યા છે. આમ સરેરાશ ત્રીજા સ્થાને તે સારી રમત દર્શાવી શકે છે. અંતિમ વાર ત્રીજા સ્થાને બેટિંગ કરતા વર્ષ 2021 માં ન્યુઝીલેન્ડ સામે મુંબઈ ટેસ્ટમાં 47 રન નોંધાવ્યા હતા.