ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે ટેસ્ટ મેચ શ્રેણી, ઓસ્ટ્રેલિયા યજમાની કરવા તૈયાર

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હાલમાં માત્ર ICC અથવા બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ રમતી જોવા મળે છે. બંને દેશો વચ્ચે છેલ્લા દોઢ દાયકાથી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી.

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે ટેસ્ટ મેચ શ્રેણી, ઓસ્ટ્રેલિયા યજમાની કરવા તૈયાર
ind test team ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 3:18 PM

ભારત-પાકિસ્તાનની ટીમો આ દિવસોમાં T20 વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયામાં છે. પરંતુ, હવે બહુ જલદી ઓસ્ટ્રેલિયા પણ આ બંને ટીમો વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણીનું સાક્ષી બની શકે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર સિમોન ઓડોનેલે આ અંગે મોટો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે MCG પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે ટેસ્ટ શ્રેણી માટે વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ બંને એશિયન કટ્ટર હરીફ ઓસ્ટ્રેલિયામાં એકબીજા સામે ટેસ્ટ શ્રેણી રમતા જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે હાલમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ માત્ર ICC અથવા બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં જ સાથે રમતી જોવા મળે છે. બંને દેશો વચ્ચે છેલ્લા દોઢ દાયકાથી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાની પહેલથી આ શક્ય જણાય છે.

ઓસ્ટ્રેલિયા યજમાન, ભારત-પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર !

સેન રેડિયો સાથેની વાતચીતમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે એમ પણ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સીરિઝ વિશે જ નહીં પરંતુ ત્રિકોણીય વનડે સિરીઝ વિશે પણ વાતચીત ચાલી રહી છે. તે વનડે શ્રેણીમાં ભારત અને પાકિસ્તાન સિવાય ત્રીજી ટીમ ઓસ્ટ્રેલિયાની હોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ટેસ્ટ શ્રેણી 2007માં રમાઈ હતી

સિમોન ઓ’ડોનેલે કહ્યું કે મેલબોર્નમાં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો રોમાંચ આ ટેસ્ટ શ્રેણી અને ત્રિકોણીય શ્રેણીના પ્રસ્તાવથી વધ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતે છેલ્લે વર્ષ 2007માં પાકિસ્તાન સામે તેની જ જમીન પર ટેસ્ટ સીરીઝ રમી હતી. તે પછી તે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ભારતે પાકિસ્તાન સામે 1-0થી જીતી હતી.

જ્યાં સુધી T20 વર્લ્ડ કપની વાત છે, તો ભારત સેમિફાઇનલની રેસમાં પાકિસ્તાનની સરખામણીમાં આગળ છે. તેના 3 મેચ બાદ 4 પોઈન્ટ છે. તો બીજી બાજુ, પાકિસ્તાને અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી છે. સેમિફાઇનલમાં જવા માટે, જ્યાં ભારતે હવે સુપર 12ની તેની બાકીની તમામ મેચો જીતવી પડશે, પાકિસ્તાને તેની જીતની સાથે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">