ટીમ ઈન્ડિયાએ T20 World Cupની પ્રથમ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યુ, લોકોએ કહ્યું હતુ બાપ બાપ હોતા હૈ જુઓ Video
2007 T20 વર્લ્ડ કપમાં 14 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયાએ સુપર ઓવરમાં પાકિસ્તાન (Pakistan)ને હરાવ્યું હતું. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી.પાકિસ્તાનનો એક પણ બોલર સ્ટમ્પ ઉખેડી શક્યો નહતો. ભારતના બોલરોએ ધમાલ મચાવી દીધી હતી. આ મેચમા ટીમ ઈન્ડિયાનો સ્કોર 9 રનમાં 2 વિકેટ હતી.પાકિસ્તાનનો સ્કોર 7વિકેટ પર 141 રન થયા હતા મેચ ટાઈ થઈ હતી. આ માટે જુઓ વીડિયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી દરેક મેચ હંમેશા રોમાંચક રહી છે પરંતુ ક્રિકેટના મેદાનમાં આ બંન્ને દેશો વચ્ચે રમાયેલી મેચ સૌ કોઈને યાદ હોય છે. તેમાં પણ જો મેચ વર્લ્ડ કપની હોય તો બંન્ને ટીમના ચાહકો મેદાનથી લઈ બહાર ખુબ ઉત્સાહિત હોય છે. આવી સ્થિતિમાં વિચાર કરો કે જ્યારે આ બંને દેશો વચ્ચે T20 ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ ટાઈ મેચ રમાઈ ત્યારે તે કેટલું રોમાંચક હશે?
વર્ષ 2007 અને ટી 20 વર્લ્ડકપમાં 14 સપ્ટેમબરના રોજ સાઉથ આફ્રિકાના ડરબનના મેદાન પર રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હાર આપી હતી. તો ચાલો આજે તમને આ રોમાંચક મેચ અને જીત માટે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તરફથી અપનાવેલી રણનીતિ વિશે વાત કરીએ.
બંન્ને ટીમ સુપર-8માં પહોંચી
ભારત અને પાકિસ્તાન બંન્ને વર્લ્ડકપની સુપર-8માં પહોંચી ચૂકી હતી. ત્યારે આ મેચની જીત-હારથી કોઈ ફરક પડનાર ન હતો. પરંતુ બંન્ને ટીમ જાણતી હતી કે, તેના દેશના ક્રિકેટના પ્રેમીઓ માટે વર્લ્ડકપની ફાઈનલ મેચ આ જ હશે. આ મેચ જીતવાનો મતલબ કે આગળનો રસ્તો સ્પષ્ટ થવો. આ માટે બંન્ને ટીમ ટક્કર આપી રહી હતી. પાકિસ્તાનના કેપ્ટન મિસબાહ ઉલ હકે આ મેચમાં ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફે પહેલા જ બોલમાં ગૌતમ ગંભીરને આઉટ કર્યો હતો. ત્યારબાદ સહેવાગને આઉટ કર્યો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 9 રનમાં 2 વિકેટ હતી. આમ અંતે ટીમનો સ્કોર 9 વિકેટે 141 હતો.
→ 141/9 → 141/7
India win the bowl-out #T20TakesOff | #OnThisDay in 2007, MS Dhoni and Co. secured a famous victory over Pakistan in a heart-racing @T20WorldCup affair in Durban
Rewatch the highlights https://t.co/mz0RgogwD3
— ICC (@ICC) September 14, 2020
ભારતના બોલરોએ ધમાલ મચાવી દીધી હતી. આ માટે જુઓ વીડિયો
પાકિસ્તાને 4 વિકેટ માત્ર 47 રનમાં જ ગુમાવી હતી. છેલ્લી ઓવર ધોનીએ શ્રીસંતને આપી.પાકિસ્તાનને જીતવા માટે 12 રનની જરૂર હતી. યાસિર અરાફાતે પ્રથમ બોલ પર 1 રન બનાવ્યો હતો. સ્ટ્રાઇક હવે મિસ્બાહ પાસે હતી, ચોગ્ગો ફટકાર્યા બાદ તેણે આગલા બોલ પર 2 રન લીધા હતા. આગળના 3 બોલમાં 5 રન બાકી હતા. મિસ્બાહે ચોથા બોલ પર ફરી ચોગ્ગો ફટકાર્યો. મેચ ચાહકો માટે પુરી થઈ હતી, પરંતુ ધોની માટે નહીં.પાકિસ્તાનનો સ્કોર 7વિકેટ પર 141 રન થયા હતા. આ સાથે ટી 20 વર્લ્ડકપના ઈતિહાસની પહેલી ટાઈ મેચ હતી. મિસબાહે 35 બોલમાં 53 રન બનાવ્યા હતા.
IPL જોનાર દરેક ક્રિકેટ પ્રેમી સુપર ઓવરના નિયમોથી સારી રીતે વાકેફ છે. પરંતુ જો મેચ ટાઈ થાય તો બંને બાજુના બેટ્સમેનોને 1-1 ઓવર રમવાની મંજૂરી આપતો આ નિયમ IPLની શરૂઆત પહેલા નહોતો. તે સમયે સુપર ઓવરમાં બેટિંગ કરવાને બદલે ખાલી સ્ટમ્પ પર બોલિંગ કરવામાં આવી અને જે ટીમે વધુ વિકેટ ગુમાવી તે જીતી ગઈ. તેને સુપર ઓવરને બદલે ‘બોલ આઉટ’ કહેવામાં આવતું હતુ. પહેલીવાર ધોનીએ આ સુપર ઓવરમાં પોતાના નિર્ણયોથી દુનિયાને ચોંકાવી દીધી હતી. અંતે ભારતે બોલ આઉટ 3-0થી જીત્યું હતુ. જુઓ વીડિયો