ICC Under-19 World Cup: ભારતીય બોલરોએ ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશને 111 રનમાં આઉટ કરી દીધુ, રવિ કુમારની 3 વિકેટ
ભારતીય યુવા બોલરોએ ચોક્કસ લાઇન લેન્થ સાથે બોલિંગ કરી અને બાંગ્લાદેશના બેટ્સમેનોનું ટકી રહેવું મુશ્કેલ બનાવી દીધું.
એન્ટિગુઆમાં રમાઈ રહેલા ICC અંડર-19 વર્લ્ડ કપ (ICC Under-19 World Cup) ની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે (Indian Cricket Team) શાનદાર બોલિંગના આધારે બાંગ્લાદેશ (Bangladesh Cricket Team) ને 37.1 ઓવરમાં માત્ર 111 રનમાં હરાવ્યું હતું. ભારત તરફથી રવિ કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી. વિકી ઓસ્તવાલે બે સફળતા મેળવી. કૌશલ તાંબે અને રાજવર્ધન હંગરગેકરે પણ એક-એક વિકેટ લીધી હતી. આખી ઈનિંગ દરમિયાન બાંગ્લાદેશના બેટ્સમેનો ભારતીય બોલરો સામે ઘૂંટણીયે પડી ગયા અને તેમને ક્યારેય લાગ્યું નહીં કે બાંગ્લાદેશ મોટો સ્કોર બનાવી શકશે. રવિ કુમારના સ્વિંગ ખાનારા બોલ પછી ઓસ્તવાલની સ્પિનએ બાંગ્લાદેશના બેટ્સમેનોને પગ જમાવવા દીધો ન હતો.
ભારતના કેપ્ટન યશ ઢૂલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બોલરોએ તેમના કેપ્ટનના નિર્ણયને સંપૂર્ણ રીતે સાચો સાબિત કર્યો.
Innings Break!
Superb show with the ball by #BoysInBlue! 👏
3⃣ wickets for Ravi Kumar 2⃣ wickets for Vicky Ostwal 1⃣ wicket each for Rajvardhan Hangargekar, Kaushal Tambe & Angkrish Raghuvanshi
Over to our batters now. #U19CWC #INDvBAN
Scorecard ▶️ https://t.co/bAqD0JhIg3 pic.twitter.com/gwyRG53hL2
— BCCI (@BCCI) January 29, 2022
રવિ કુમારની જબરદસ્ત બોલીંગ
બાંગ્લાદેશને સારી શરૂઆતની આશા હતી પરંતુ રવિ કુમારે તેમની આશા પર પાણી ફેરવી દીધું. તેણે બીજી ઓવરના ત્રીજા બોલ પર મહફિઝુલ ઈસ્લામની વિકેટ લીધી હતી. તે ચાર બોલમાં માત્ર બે રન જ બનાવી શક્યો હતો. ત્યાર બાદ રવિએ છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર ઈફ્તિખાર હુસૈનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 17 બોલ રમીને હુસૈન માત્ર એક રન બનાવી શક્યો હતો. આઠમી ઓવરના ચોથા બોલ પર તેણે પ્રાંતિક નવરોઝ નબીલને આઉટ કરીને બાંગ્લાદેશને ત્રીજો ઝટકો આપ્યો હતો. પ્રાંતિક માત્ર સાત રન બનાવી શક્યો હતો. અહીં વર્તમાન વિજેતાનો સ્કોર 14 રનમાં ત્રણ વિકેટે હતો.
રવિ પછી ઓસ્તવાલનો કહેર
રવિ બાદ ઓસ્તવાલે બાંગ્લાદેશના બેટ્સમેનોને ટકી રહેવા દીધા ન હતા. તેણે આરિફુલ ઈસ્લામને 9 ના અંગત સ્કોર પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેણે મહેમદ ફહીમને ખાતું ખોલવા પણ ન દીધું. તાંબેએ બાંગ્લાદેશના કેપ્ટન રકીબુલ હસનને પેવેલિયનમાં મોકલ્યો હતો. તે માત્ર 7 રન બનાવી શક્યો હતો. એચ મોલ્લા 17 રન બનાવીને રનઆઉટ થયો હતો. અંગક્રિશ રઘુવંશીએ ટીમના હાઈએસ્ટ સ્કોરર એસએમ મેહરોબને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે 30 રન બનાવ્યા હતા. આશિકુર ઝમાને 16 રનનું યોગદાન આપ્યું હતું. તે રન આઉટ થયો હતો. રાજવર્ધને તનઝીમ હસન શાકિબને આઉટ કરીને બાંગ્લાદેશની ઇનિંગ્સનો અંત આણ્યો હતો.