IND vs WI, Women’s World Cup 2022: ભારતનો વિશ્વકપમાં સૌથી મોટો સ્કોર ખડકી વેસ્ટ ઇન્ડિઝ સામે મોટી જીત

ICC મહિલા વર્લ્ડ કપ 2022 (Women’s World Cup 2022) માં ભારતે 3 મેચમાં બીજી જીત નોંધાવી છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝને આટલી જ મેચોમાં પહેલી હાર મળી છે.

IND vs WI, Women’s World Cup 2022: ભારતનો વિશ્વકપમાં સૌથી મોટો સ્કોર ખડકી વેસ્ટ ઇન્ડિઝ સામે મોટી જીત
ભારતે વિશ્વકપમાં 3 માંથી 2 મેચ જીતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 2:19 PM

ICC મહિલા વર્લ્ડ કપ 2022 (Women’s World Cup 2022) માં ભારતે વેસ્ટ ઈન્ડિઝના વિજય રથને રોક્યો છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 155 રનના વિશાળ અંતરથી હરાવ્યું. ભારતની 3 મેચમાં આ બીજી જીત છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝ પણ આટલી જ મેચોમાં પ્રથમ હાર્યું હતું. સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ની સદીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને વચ્ચેની 184 રનની ભાગીદારીને કારણે ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. પછી તેનો બચાવ કરતા વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલાઓએ 50 ઓવરમાં 8 વિકેટે 317 રન બનાવ્યા હતા. જવાબમાં 318 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનિંગ જોડી વચ્ચે સદીની ભાગીદારી બાદ ટીમ (પુરુષ અને મહિલા) દ્વારા બનાવેલ આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા 161 રનમાં ઓલઆઉટ થવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે.

સ્મૃતિ અને હરમનના દમ પર ભારત જીત્યું

જો કે ભારતની જીતમાં આખી ટીમે મહેનત બતાવી હતી, પરંતુ સૌથી મોટી ભૂમિકા સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ભજવી હતી. મંધાનાએ 119 બોલમાં 123 રન બનાવ્યા હતા. જ્યારે હરમને 107 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. બંનેએ સાથે મળીને ટીમના સ્કોર બોર્ડમાં 184 રન ઉમેર્યા હતા. અને ટીમના સ્કોરને 317 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. વર્લ્ડ કપમાં ભારતનો આ પહેલો 300 પ્લસ સ્કોર હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઓપનરે 101 રન ઉમેર્યા, બાકીના 9 બેટ્સમેનો 61 રનમાં જ પેવેલિયન પરત

હવે જ્યારે વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડ કપમાં ભારતના સૌથી મોટા સ્કોરનો પીછો કરવાનું શરૂ કર્યું ત્યારે તેના ઓપનરે ધમાકેદાર શરૂઆત કરી. ડોટિન અને મેથ્યુઝે મળીને 101 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન ડોટિને અડધી સદી પણ ફટકારી હતી. પરંતુ, આ પછી બાકીના 9 બેટ્સમેન માત્ર 61 રનમાં જ આઉટ થઈ ગયા હતા. અને, ભારતે આ મેચ 155 રને જીતી લીધી હતી.

ભારતીય બોલરોમાં સ્નેહ રાણા અને મેઘના સિંહે વેસ્ટ ઈન્ડિઝને 162 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ મળીને 5 વિકેટ લીધી હતી. સ્નેહને 3 જ્યારે મેઘનાને 2 વિકેટ મળી હતી. આ સિવાય ઝુલન, રાજેશ્વરી અને પૂજાને 1-1 વિકેટ મળી હતી.

આ પણ વાંચોઃ IND vs WI: સ્મૃતિ મધાના અને હરમનપ્રીત કૌરની સદીએ વિશ્વકપમાં તોડી નાંખ્યા વિક્રમ

આ પણ વાંચોઃ IPL 2022: દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમો નવા રંગમાં જોવા મળશે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">