IND vs WI: રોહિત શર્માએ સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને માટે આપ્યો સ્પષ્ટ સંદેશ, પ્લેયીંગ ઇલેવનમાં સ્થાન મેળવવુ મુશ્કેલ
શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને 4 દિવસ પહેલા IPL 2022ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને પછી 16મીએ તેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો, પરંતુ તેને ટીમ ઈન્ડિયા (Team India) માં પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મળતું નથી.
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) સામેની પ્રથમ T20 મેચમાં ઓછાવત્તા પ્રમાણમાં સરળતાથી જીત મેળવી હતી. ટીમે બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે બેટિંગમાં અપેક્ષા મુજબ સારું પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ તેમ છતાં જીતવા માટે પૂરતું હતું. જો કે આ મેચમાં ટીમના પ્રદર્શન સિવાય પ્લેઈંગ ઈલેવન પણ ખૂબ ચર્ચાનો વિષય રહી હતી. ટીમે 21 વર્ષીય લેગ-સ્પિનર રવિ બિશ્નોઈને તક આપી અને તેણે ડેબ્યૂમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ જ દરમિયાન મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને તેમાં સ્થાન મળ્યું ન હતું, જ્યારે 4 દિવસ પહેલા તે IPL 2022 ની હરાજીમાં 12.25 કરોડ રૂપિયામાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ બન્યો હતો. આવી સ્થિતિમાં અય્યરને શા માટે તક ન મળી, તેનું કારણ કેપ્ટન રોહિત શર્મા (Rohi Sharma) એ આપ્યું છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે 6 વિકેટની જીત બાદ કેપ્ટન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનને લઈને સવાલ કરવામાં આવ્યો હતો અને તેમાં શ્રેયસ અય્યરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો જવાબમાં રોહિતે કહ્યું કે ભારતીય બેટ્સમેનને કહેવામાં આવ્યું છે કે પ્લેઈંગ ઈલેવનની પસંદગી જરૂરિયાત અનુસાર કરવામાં આવશે અને તેના થી કોઇ પરેશાની નહોતી. રોહિતે કહ્યું કે ટીમના મિડલ ઓર્ડર ઓલરાઉન્ડર ખેલાડીની જરૂર હતી અને તેથી જ તેની જગ્યાએ વેંકટેશ અય્યરને સામેલ કરવામાં આવ્યો હતો.
મિડલ ઓર્ડરમાં ઓલરાઉન્ડરની જરૂર છે
મેચ બાદ ભારતીય કેપ્ટને પોતાની રણનીતિ અને ન રમી શકનારા ખેલાડીઓને આપવામાં આવતા સંદેશ વિશે જણાવ્યું. રોહિતે કહ્યું કે તમામ ખેલાડીઓ પરિસ્થિતિને સમજે છે. ભારતીય કેપ્ટને કહ્યું, “શ્રેયસ અય્યર જેવા ખેલાડીને બેસવું પડશે. તે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ ટીમની જરૂરિયાતો અનુસાર નિર્ણય લેવામાં આવ્યો હતો. અમને મિડલ ઓર્ડરમાં ઓલરાઉન્ડરની જરૂર છે. ટીમમાં આ સ્પર્ધા સારી છે. અમે શ્રેયસને કહ્યું છે કે વર્લ્ડ કપ પહેલા ટીમને એક ઓલરાઉન્ડરની જરૂર છે. તમામ ખેલાડીઓ સમજદાર છે અને વ્યાવસાયિક છે અને તેઓ બધા સમજે છે કે ટીમથી ઉપર કંઈ નથી.
રોહિતે એ પણ જણાવ્યું કે પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી માત્ર ખેલાડીઓના ફોર્મને ધ્યાનમાં રાખીને જ નથી થતી પરંતુ વિરોધી અને મેદાનને પણ ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તેણે કહ્યું, “પ્લેઈંગ ઈલેવનની પસંદગીમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. વિરોધી ટીમ, પરિસ્થિતિઓ, મેદાનનું કદ જેવી બાબતો. કેટલીકવાર બહાર બેઠેલા ખેલાડીઓ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ અમે સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છીએ. આપણે ટીમને પ્રથમ સ્થાન આપવું પડશે.”
મિડલ ઓર્ડરમાં શ્રેયસ માટે સ્પર્ધા
ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મિડલ ઓર્ડર મહત્વનો હતો, જેમાં સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરે અણનમ 48 રનની ભાગીદારી કરી હતી. મિડલ ઓર્ડરમાં અય્યરની સ્પર્ધા સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ સાથે છે, જેમાં વેંકટેશમાં ઓલરાઉન્ડર ક્ષમતા છે, જ્યારે સૂર્યકુમાર યાદવ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.