Sabarkantha: ટ્રેકટર વેચવા આવતો સેલ્સમેન ખેડૂતના ટ્રેલરને ચોરી જતો અનોખો ચોર ઝડપાયો

ટ્રેકટર કંપનીના શો રુમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા તે ખેડૂતોને નવા ટ્રેકટર વેચવાના બહાને પહોંચી ટ્રેલરની રેકી કરી ચોરી કરતો હતો

Sabarkantha: ટ્રેકટર વેચવા આવતો સેલ્સમેન ખેડૂતના ટ્રેલરને ચોરી જતો અનોખો ચોર ઝડપાયો
Sabarkantha: પ્રાંતિજ પોલીસે ચોરને ઝડપી ટ્રેલર કબ્જે કર્યા
Follow Us:
| Updated on: Feb 17, 2022 | 9:10 PM

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં ચોરીઓનુ પ્રમાણ દિવસે વધતુ જઇ રહ્યુ છે, ત્યાં ખેડૂતો પણ ચોરીઓથી પરેશાન છે. જિલ્લામાં ઘરફોડ થી લઇને આંગડીયા કર્મીઓને લુંટી લેવાની ઘટનાઓનુ પ્રમાણ વધવા લાગ્યુ છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસ મથકની ટીમો પણ તસ્કરોના પડકારને ઝીલવા માટે પ્રયાસો કરી રહી છે, જેમાં સફળતા પણ મેળવી રહી છે. આ દરમિયાન પ્રાંતિજ પોલીસે (Prantij Police Station) ટ્રેલર ચોરીનુ રેકેટ ઝડપી પાડ્યુ છે.

ટ્રેકટર કંપનીના શો રુમનો જ સેલ્સમેન ટ્રેક્ટરના કામકાજ માટે ખેડૂતો પાસે જતો અને ત્યાં ટ્રેલર પર તેની નજર પડતા જ તેના મનમાં ચોરીની યોજના ઘડી નિકાળતો હતો. કે, તે ખેડૂતોને નવા ટ્રેકટર વેચવા જવાની સામે ખેડૂતના ટ્રેલરની ચોરીનો કારસો ઘડી નિકાળતો હતો. ટ્રેક્ટર અને તેની ખાSabarkantha Latest News,સિયતો ખેડૂતોને સમજાવવા જવાના બહાને ખેડૂતોના ટ્રેલરો પર નજર રાખતો હતો. કારણ કે તે શખ્શ ટ્રેકટરની જાણીતી કંપનીનો સેલ્સમેન હતો અને તે ટ્રેક્ટર વેચવા માટે ખેડૂતો પાસે જતો હતો. જ્યાં તે ખેડૂતોના ઘરે જૂના ટ્રેકટર અને ટ્રેલર જોવાને બહાને ટ્રેલરની રેકી કરી કરી લેતો હતો. બાદમાં તેને ચોરી કરી લઇ જતો હતો. પોલીસે તેને મદદ કરનારા તેના સાગરીતોને પણ ઝડપી લેવા માટે કાર્યવાહી તેજ કરી દીધી છે.

આ પ્રકારની ચોરી કરવા માટે પણ તેને ખાસ આકર્ષણ હતુ. ટ્રેકટરનુ ટ્રેલર ખૂબ જ મોંઘુ અને તેની ચોરી કરીને સરળતા થી વેચાઇ જતા હતા. જેથી તે લોખંડના મજબૂત મોંઘાદાટ ટ્રેલરને સસ્તામાં વેચીને રોકડા કરી લેતો હતો.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

પ્રાંતિજ પોલીસ મથકના પીઆઇ એચએસ ત્રિવેદીએ કહ્યુ હતુ કે, ટ્રેકટર ટ્રેલર ખેડૂતને ત્યાંથી થઇ હોવાને લઇને આ બાબતે સતર્કતા દાખવી હતી. જેમાં આ અંગેની બાતમી મળી હતી અને જેને લઇને વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી એ વેચેલા સહિત તેની પાસેથી 7 ટ્રેકટર મળી આવ્યા હતા અને તપાસ જારી છે. હજુ અમને વધુ ભેદ ઉકેલાશે તેવી આશા છે, જેથી એસપી નિરજ બડગુજરની માર્ગદર્શન મુજબ તે દિશામાં તપાસ કરી રહ્યા છીએ.

હવે સાગરીતોને ઝડપી લેવા ગાળીયો કસ્યો

પ્રાંતિજ પોલીસને આ અંગે બાતમી મળી હતી અને જેને લઇને પોલીસે વોચ ગોઠવતા તે ટ્રેલર વેચવા માટે આવતા જ શખ્શને ઝડપી લીધો હતો. પ્રાંતિજ પોલીસે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પ્રદિપસિંહ રાઠોડને ઝડપી લઇને તેની પાસેથી 7 જેટલા ટ્રેલર ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે તેની પાસે રહેલા 3 અને અન્ય લોકોને વેચી દીધેલા 4 ટ્રેલર મળી આવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન એક રાજકીય નેતાના સગા પાસેથી પણ ચોરીના ટ્રેલર ખરીદ કર્યા હોવાનુ તપાસમાં ખૂલતા હવે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પોલીસ પણ આરોપી પ્રદિપની મોડસ ઓપરેન્ડી જાણીને દંગ રહી ગઇ હતી અને હવે ટ્રેકટર ના બદ ઇરાદા ધરાવતા સેલ્સમેનો થી પણ ખેડૂતોએ સાવચેતી રાખવા જરુરી થઇ પડી છે.

ઝડપાયેલ આરોપી

૧.પ્રદિપસિંહ ઉર્ફે લાલો જગદીશસિંહ મૂળસિંહ રાઠોડ (૩૧) (રહે. સંઘપુર (ગસાયતા) તા. વિજાપુર જિ. મહેસાણા)

આ પણ વાંચોઃ BCCI: ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માનુ નામ નિશ્વિત! શ્રીલંકા સામે ઘરેલુ સિરીઝ માટે આગામી સપ્તાહે થશે એલાન

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ઓક્શનમાં થઇ ગયો ગોટાળો ! મુંબઇ ઇન્ડિયન્સે ‘ઉંચી’ બોલી લગાવી તોય ખેલાડી દિલ્હી કેપિટલ્સનો થયો, Video

g clip-path="url(#clip0_868_265)">