IND VS WI: યુઝવેન્દ્ર ચહલની મેદાનમાં ઉડાવી મજાક, કહ્યુ ‘દાંત ના દેખાડ’ જુઓ Video

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને રોહિત શર્મા (Rohit Sharma) ઘણા સારા મિત્રો છે અને મેચ દરમિયાન બંને ઘણીવાર મેદાન પર એકબીજાની મજાક ઉડાવતા હોય છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચ દરમિયાન પણ કંઈક આવું જ બન્યું હતું.

IND VS WI: યુઝવેન્દ્ર ચહલની મેદાનમાં ઉડાવી મજાક, કહ્યુ 'દાંત ના દેખાડ' જુઓ Video
Rohit Sharma એ મેદાનમાં જ મજાક ઉડાવી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 7:08 PM

જ્યારથી રોહિત શર્મા કેપ્ટન બન્યો છે ત્યારથી ટીમ ઈન્ડિયામાં એક અલગ જ ઉર્જા જોવા મળી રહી છે. તમામ ખેલાડીઓ ખૂબ જ શાનદાર દેખાઈ રહ્યા છે. મેચ દરમિયાન પણ ખેલાડીઓ મજાક કરતા રહે છે. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પોતે મેચમાં પોતાના સાથી ખેલાડીઓને એવી વાતો કહે છે જે ચર્ચા બની જાય છે. આવું જ કંઈક વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચ દરમિયાન થયું (India Vs West Indies, 1st T20I). રોહિત શર્માએ ફરી એકવાર લાઈવ મેચ દરમિયાન લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને ટ્રોલ કર્યો છે. રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ને દાંત નહી બતાવવા કહ્યું હતુ. રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે કેપ્ટને યુઝવેન્દ્રને આવું કેમ કહ્યું?

યુઝવેન્દ્ર ચહલ વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 15મી ઓવર કરી રહ્યો હતો. પહેલા જ બોલ પર ચહલે પોલાર્ડને તેની સ્પિનથી પરેશાન કરી નાખ્યો હતો. પોલાર્ડને રન મળતા તે નોન-સ્ટ્રાઈકર છેડા પર આવે છે. જ્યાં યુઝવેન્દ્ર ચહલ તેને જોઈને હસવા લાગ્યો હતો. આ પછી સ્લિપમાં ઉભેલા કેપ્ટન રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલને ઝડપથી બોલિંગ કરવા અને દાંત ન બતાવવા કહ્યું. સ્ટમ્પ માઈક પર રોહિતની આ વાત સાંભળી અને હવે આ જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

રોહિત શર્માએ વનડે સીરીઝ દરમિયાન પણ કંઈક આવું જ કર્યું હતું. અમદાવાદમાં રમાયેલી બીજી ODIમાં રોહિત શર્મા ફિલ્ડ સેટ કરી રહ્યો હતો અને યુઝવેન્દ્ર ચહલ ધીમે ધીમે પોતાની ફિલ્ડ પોઝીશન પર જઈ રહ્યો હતો, ત્યારબાદ રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલને કહ્યું, ‘તને શું થયું, કેમ બરાબર નથી ચાલી રહ્યો, ચલ ઉધર ભાગ.’ રોહિત શર્માનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ટી20 શ્રેણીમાં જીતની શરૂઆત

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમે ટી20 શ્રેણીમાં પણ જીત સાથે શરૂઆત કરી હતી. કોલકાતામાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 157 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 7 બોલ પહેલા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની જીતમાં કેપ્ટન રોહિત શર્માએ માત્ર 19 બોલમાં 40 રન ફટકાર્યા હતા. ઈશાન કિશને પણ 35 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 18 બોલમાં અણનમ 34 રનની ઇનિંગ રમી હતી. વેંકટેશ અય્યરે પણ 13 બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા. T20 શ્રેણીની આગામી મેચ શુક્રવારે રમાશે.

આ પણ વાંચોઃ IND vs WI: ડેબ્યૂ કરનારા લેગ સ્પિનર પર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફીદા, એક જ મેચના અનુભવને જોઇ કહ્યુ તેનુ ભવિષ્ય ઉજ્જળ

આ પણ વાંચોઃ IPL 2022: સુરેશ રૈનાને ચેન્નાઇ સુપર કિંગ્સે નહી ખરીદવા નુ કારણ ધોનીની ‘વફાદારી’ ! પૂર્વ દિગ્ગજે બતાવ્યુ કારણ

g clip-path="url(#clip0_868_265)">