IND vs WI: વિરાટ કોહલીએ સદી ફટકાર્યા બાદ શુભમન ગિલ સ્ટાઈલમાં કર્યું સેલિબ્રેશન, જુઓ Video
પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટના બીજા દિવસે વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીની 29મી સદી ફટકારી હતી. આ સદી સાથે કોહલીએ 7 વર્ષ બાદ કેરેબિયન ધરતી પર સદીની રાહનો અંત આણ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ચાહકો છેલ્લા લગભગ 5 વર્ષથી વિરાટ કોહલી (Virat Kohli) ના બેટમાંથી જે સદીની રાહ જોઈ રહ્યા હતા તે સદી આખરે પોર્ટ ઓફ સ્પેનમાં આવી પહોંચી. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે વિરાટ કોહલીએ કારકિર્દીની 29મી સદી ફટકારી હતી. કોહલીની આ સદી ઘણી ખાસ હતી કારણ કે તે તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં આવી હતી. આ સદી ખાસ હતી, પરંતુ તેના કરતા પણ વધુ જે વાત સૌને આશ્ચર્યચકિત કરી હતી તે કોહલીની સેલિબ્રેશનની સ્ટાઈલ હતી, જેને જોઈને શુભમન ગિલ (Shubman Gill) યાદ આવી ગયો.
ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં
વિરાટ કોહલીએ ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે ગુરુવારે 20 જુલાઈથી શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે યાદગાર સદીનો પાયો નાખ્યો હતો. સારી શરૂઆત બાદ કોહલીએ પોતાની જોરદાર ઈનિંગ્સથી ટીમ ઈન્ડિયાને સુરક્ષિત સ્થિતિમાં પહોંચાડી દીધું. જેમાં તેને રવિન્દ્ર જાડેજાનો પણ સારો સાથ મળ્યો હતો. કોહલી પ્રથમ દિવસે 87 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
Ending a 5-year wait in his 500th Int’l Game with a
Just @imVkohli things! .#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/5j5td33iO2
— FanCode (@FanCode) July 21, 2023
શુભમનની સ્ટાઈલમાં કરી ઉજવણી
મેચના બીજા દિવસે, બધા ફક્ત તે 13 રનની રાહ જોઈ રહ્યા હતા, જે કોહલીને સદી સુધી પહોંચાડી શક્યા હોત. કોહલીએ પણ વધુ સમય લીધો ન હતો અને અડધા કલાકની બેટિંગમાં 2 ચોગ્ગા સહિત જરૂરી 13 રન બનાવ્યા હતા. ચોગ્ગાની સાથે કોહલીએ તેની 29મી ટેસ્ટ સદી પણ પૂરી કરી હતી. પોતાની સદી પૂરી કર્યા બાદ કોહલીએ જાડેજાને ગળે લગાવ્યો અને પછી ડ્રેસિંગ રૂમમાં પોતાની ટીમ તરફ બેટ લહેરાવીને સદીની ઉજવણી કરી. આ પછી કોહલીએ જે કર્યું તે જોઈને શુભમન ગિલ યાદ આવી ગયો. કોહલીએ ગીલની સ્ટાઈલમાં બેટ સ્વિંગ કર્યું અને માથું આગળ નમાવીને ટીમ અને ચાહકોની તાળીઓ સ્વીકારી.
કોહલીએ ચાહકોનું દિલ જીતી લીધું
ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન શુભમન ગિલ પણ પોતાની સદીની આ જ રીતે ઉજવણી કરે છે. પછી ભલે તે ટીમ ઈન્ડિયા માટે સદી ફટકારે કે IPLમાં તેની ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઇટન્સ માટે 100નો આંકડો પાર કરે, તેની સ્ટાઈલ હંમેશા એવી જ રહે છે. આવી સ્થિતિમાં પોતાના જુનિયર સાથી ખેલાડીની સ્ટાઈલની નકલ કરીને પણ કોહલીએ ચાહકોનું દિલ જીતી લીધું હતું.
In @imVkohli celebrates his 29th Test ton #WIvIND pic.twitter.com/H0DdmUrBm0
— BCCI (@BCCI) July 21, 2023
આ પણ વાંચો : PAK vs SL: પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે શ્રીલંકામાં દરિયા કિનારે ઉડાવી પતંગ, જુઓ Video
કોહલી થયો રનઆઉટ
કોહલીની ઈનિંગની વાત કરીએ તો તેને આઉટ કરવામાં વેસ્ટ ઈન્ડિઝના બોલરોનો પરસેવો છૂટી ગયો હતો. કોહલી કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં જોવા મળ્યો ન હતો. વિન્ડીઝના બોલરોને કોહલીને આઉટ કરવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો પરંતુ કોહલીએ પોતે જ તેની વિકેટ તેને આપી દીધી હતી. કોહલી રન લેવાના પ્રયાસમાં રનઆઉટ થયો હતો અને 121 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.