શ્રેયસ અય્યરને શાનદાર બેટિંગ બદલ ICC તરફથી મળ્યું ખાસ ઈનામ

શ્રેયસ અય્યરે ગત મહિને વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે ODI અને T20I માં કેટલીક શાનદાર ઈનિંગ્સ રમી અને ટીમ ઈન્ડિયાને ક્લીન સ્વીપ કરવામાં મદદ કરી.

શ્રેયસ અય્યરને શાનદાર બેટિંગ બદલ ICC તરફથી મળ્યું ખાસ ઈનામ
Shreyas Iyer (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 5:54 PM

ભારતીય ક્રિકેટ ટીમના (Team India) મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer) માટે છેલ્લા કેટલાક સપ્તાહ શાનદાર સાબિત થયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા જંગી રકમમાં ખરીદ્યા પછી આઈપીએલ 2022ની હરાજીમાં તેને માત્ર કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો ન હતો, પરંતુ તે ટીમ ઈન્ડિયામાં તેનું સ્થાન પણ મજબૂત કરી રહ્યો હોય તેવું લાગે છે. આ સાથે તેણે ગયા મહિને વનડે અને ટી20 મેચમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું અને તેનું તેને ઈનામ મળ્યું છે. શ્રેયસ અય્યરને ICC દ્વારા મહિનાનો સર્વશ્રેષ્ઠ પુરૂષ ક્રિકેટર (ICC Player Of The Month Award) જાહેર કરવામાં આવ્યો છે.

શ્રેયસ અય્યરે UAEના બેટ્સમેન વૃત્યા અરવિંદ અને નેપાળના ઓલરાઉન્ડર દીપેન્દ્ર સિંહ એરીને હરાવી એવોર્ડ જીત્યો હતો. બેંગ્લોર ટેસ્ટમાં શ્રીલંકા સામેની બંને ઈનિંગ્સમાં શાનદાર અડધી સદી ફટકારનાર શ્રેયસ અય્યરે ગયા મહિને પણ કેટલીક શાનદાર ઈનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીની ગેરહાજરીમાં, શ્રેયસને શ્રીલંકા સામેની ટી20 શ્રેણી માટે ત્રીજા સ્થાને મોકલવામાં આવ્યો હતો અને શ્રીલંકાની ટીમ ત્રણ મેચની આ શ્રેણીમાં એક વખત પણ તેને આઉટ કરી શકી ન હોતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શ્રીલંકા સામે રેકોર્ડ 204 રન

શ્રીલંકા સામે ટી20 સીરિઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદગી પામેલા શ્રેયસે ત્રણેય મેચમાં અડધી સદી ફટકારી હતી. આ ત્રણેય મેચોમાં ઐયરએ 174ના આશ્ચર્યજનક સ્ટ્રાઈક રેટથી 204 રન બનાવ્યા હતા. તે જ સમયે, શ્રેયસે આ શ્રેણી પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે બે સારી ઈનિંગ્સ રમી હતી. શ્રેયસે વિન્ડીઝ સામેની ત્રીજી વનડેમાં 80 રન બનાવ્યા હતા, જેના આધારે ટીમ ઈન્ડિયા જીતી હતી. ત્યારબાદ છેલ્લી T20 મેચમાં માત્ર 16 બોલમાં 25 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IPL 2022માંથી 26 ખેલાડીઓ રહેશે બહાર, દિલ્હી અને લખનૌ ફ્રેન્ચાઈઝીને સૌથી વધુ નુકસાન થશે

આ પણ વાંચો : Video: વિરાટ કોહલીને મળવા ફેન્સ મેદાનમાં પહોંચી ગયા , ચાહકો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે મેદાનમાં ઉંદર-બિલાડીની રમત શરુ થઈ

g clip-path="url(#clip0_868_265)">