Women Cricket Team: પૂર્વ કેપ્ટને વિશ્વકપ પહેલા ઓપનર શેફાલી વર્માને લઇ કહ્યુ, ટીમમાં સ્થાન બચાવવુ હશે તો રન બનાવવા પડશે

ભારતની ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા (Shafali Verma) ટીમની સ્ટાર ખેલાડી છે. જો કે તેની પાસે ODI ફોર્મેટનો વધારે અનુભવ નથી.

Women Cricket Team: પૂર્વ કેપ્ટને વિશ્વકપ પહેલા ઓપનર શેફાલી વર્માને લઇ કહ્યુ, ટીમમાં સ્થાન બચાવવુ હશે તો રન બનાવવા પડશે
Shafali Verma વન ડેમમાં ખરાબ ફોર્મમાં ચાલી રહી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:44 AM

ભારતીય મહિલા ટીમ (Indian Women Cricket Team) ની ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી માં ખરાબ સ્થિતિ હતી. ટીમના બેટ્સમેન અને બોલર બંને સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જેની અસર એ થઈ કે ટીમ 1-4થી શ્રેણી હારી ગઈ. આગામી મહિને યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા આ શ્રેણી ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી અને સ્ટાર ખેલાડીઓનું ખરાબ ફોર્મ હવે ભારત માટે માથાનો દુખાવો બની ગયું છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાની વિસ્ફોટક બેટ્સમેન શેફાલી વર્મા (Shafali Verma). પૂર્વ ભારતીય કેપ્ટન અંજુમ ચોપરા (Anjum Chopra)TV9 સાથે શેફાલી વર્માના ફોર્મ વિશે વાત કરતા કહ્યું કે જો આ યુવા બેટ્સમેન રમતમાં સુધારો નહીં કરે તો તે ટીમની બહાર થઈ જશે.

ભારત માટે લાંબો સમય રમી ચૂકેલા અંજુમ ચોપરાએ કહ્યું કે, શેફાલીને ટીમમાં રહેવા માટે નિયમિત પ્રદર્શન કરવાની જરૂર છે, જે અત્યારે થઈ રહ્યું હોય તેવું લાગતું નથી. જો આવી સ્થિતિ આગળ પણ ચાલુ રહેશે તો શેફાલી ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી શકે છે. ભૂતપૂર્વ ભારતીય શેફાલી વર્મા ખૂબ જ પ્રતિભાશાળી છે અને તેણે રન પણ બનાવ્યા છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક-બે મેચમાં કોઈ ખેલાડી સારો કે ખરાબ બનતો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીના નિયમિત પ્રદર્શનની કસોટી છે. તમારે સતત રન બનાવવા પડશે કારણ કે તેથી જ તમે ટીમમાં છો.

શેફાલીને નિયમિત પરફોર્મ કરવાની જરૂર છે

શેફાલી વર્માનું બેટ T20 માં ઘણું ચાલે છે પરંતુ ODIમાં તેણે હજુ વધુ સ્થિર રમવાની જરૂર છે. શેફાલીએ અત્યાર સુધી માત્ર 11 ODI રમી છે જેમાં તેણે 23.63ની એવરેજથી માત્ર 260 રન બનાવ્યા છે. તે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં કંઈ ખાસ કરી શકી ન હતી. પાંચ મેચમાં તેના બેટમાંથી માત્ર એક અડધી સદી આવી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

યુવા ઓપનરના ફોર્મ વિશે વાત કરતાં અંજુમે કહ્યું, ‘શેફાલીએ ટી-20માં સારું પ્રદર્શન કર્યું છે. તે રેન્કિંગમાં પણ નંબર વન રહી છે પરંતુ જ્યારે વનડેની વાત આવે છે તો તમારે થોડું અલગ રીતે રમવું પડશે. શેફાલીએ ચોક્કસપણે અડધી સદી ફટકારી છે પરંતુ કોઈ મોટી ઇનિંગ્સ રમી નથી.

આગળ કહ્યુ, તેની બેટિંગમાં રહેલી ખામીઓ હવે આંતરરાષ્ટ્રીય ટીમોના બોલરોએ પકડી લીધી છે. આવી સ્થિતિમાં શેફાલીએ તેની સાથે કામ કરવું પડશે. જો તેણી આ જ રીતે આઉટ થતી રહે છે, ટૂંકા બોલનો શિકાર થતી રહે છે અને એક જ શોટ વારંવાર રમતી અને કેચ થતી રહે છે, તો તે ટૂંક સમયમાં ટીમમાં તેનું સ્થાન ગુમાવશે. આવી સ્થિતિમાં હવે તેમને ગેમ પ્લાનથી આગળ વિચારવું પડશે.

શેફાલીની નિષ્ફળતા ટીમને ભારે પડશે

શેફાલીની ઓપનિંગ પાર્ટનર સ્મૃતિ મંધાના કોરોનામાંથી સાજા થઈને પરત ફરી છે. વર્લ્ડ કપમાં આ બંનેની જોડી ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અંજુમ માને છે કે આ જોડી ત્યારે જ હિટ થશે જ્યારે શેફાલી રન બનાવશે.

તેમણે કહ્યું, ‘જો શેફાલી રન બનાવવાનું ચાલુ રાખશે, તો તેની સ્મૃતિ સાથે સારી જોડી હશે. જો કે, જો શેફાલી રન નહીં બનાવે અને બંને વચ્ચે સંતુલન નહીં રહે તો ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંને આ સંતુલન જાળવી રાખશે કારણ કે અહીંથી જો કોઈ ખેલાડી ફોર્મની બહાર જાય છે અથવા રન બનાવતો નથી, તો ટીમના બેટિંગ ક્રમમાં ઘણો ફેરફાર થશે. જેના કારણે ટીમનો સમગ્ર બેટિંગ ઓર્ડર બગડી જશે. તેથી જ શેફાલી અને સ્મૃતિ ટીમને સારી શરૂઆત આપે તે જરૂરી છે.

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાનુ પુષ્પાનો પ્રભાવ જારી, વિકેટ ઝડપી અલ્લૂ અર્જૂનના અંદાજમાં મનાવ્યો જશ્ન, VIDEO

આ પણ વાંચોઃ IPL 2022: ઇન્ડિયન પ્રિમીયર લીગ 26 માર્ચથી શરુ થશે, આ સ્થળો પર રમાશે ટૂર્નામેન્ટ, દર્શકોના પ્રવેશ મળવાને લઇને પણ BCCI નો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">